સગપણની જીત
તારા પ્રશ્નોના ખૂણામાં એક જ ફરિયાદ છે,
મારા ઉત્તરના આંગણે એક હરખતું સ્મિત.
મોકલી પ્રભાતમાં સંદેશા અમને
લાગે થાય આપણા આ સગપણની જીત.
વેરાઈ જાય આંખોના સપનાઓ તોય નહીં
બદલાશે આ જીવવાની રીત,
કોઈ કહેશે અમે લાડકવાયા છીએ અને
કોઈ કહે અમે નંદવાયેલી ભીત.
મોકલી પ્રભાતમાં સંદેશા અમને
લાગે થાય આપણા આ સગપણની જીત.
વહેતા પવનને આપી દિશા સુગંધની,
રેલાય છે તારા સંગનું સંગીત.
નજરની ભાષાને શણગારુ આંખોથી,
અદબથી શીખવી તમે શબ્દોની શિસ્ત
મોકલી પ્રભાતમાં સંદેશા અમને
લાગે થાય આપણા આ સગપણની જીત.
– મૌલિક “વિચાર”