april

રાખ ના થાય ત્યાં સુધી રાખવાની વૃત્તિ ધરાવતો જીવ એટલે માણસ.

rakh na thay

 

રાખ ના થાય ત્યાં સુધી રાખવાની વૃત્તિ ધરાવતો જીવ એટલે માણસ.
– મૌલિક “વિચાર”

વાદળની વાણીમાં બે જ મૂળાક્ષર છે, એટલે જ એ મીઠી લાગે છે.

vadal ni vaani

વાદળની વાણીમાં બે જ મૂળાક્ષર છે,                                                           એટલે જ એ મીઠી લાગે છે.
મૌલિક “વિચાર”

દલીલ એટલે જીભ પર બાઝેલી લીલ

dalil etle

વાંચન સિંચન છે.

June-July 2018_Page_04

વાંચન સિંચન છે.

વાંચન વિચારોને સમૃદ્ધ બનાવે છે. છે. વ્યક્તિત્વને નિખાલસ બનાવે છે.

જો પુસ્તક મિત્ર હોય તો વાંચન એ મિત્રતાનું વળતર છે. વાંચન આપણને આપણી ઓળખ કરાવે છે, વાંચનએ સંસ્કારનો નકશો છે.

વાંચન આંખથી આંખ ઉઘાડવાની પ્રવૃત્તિ છે. વાંચન રિદ્ધિ સિદ્ધિની સમૃદ્ધિ છે. વાંચન એક એવો પ્રવાહ છે જે માણસની કઠોરતાને પીગાળે અને એને નિર્મળ બનાવે છે. વાંચન વિચારોના ઘડતરરૂપી વ્યાજ પણ આપે છે અને ઉધાર પણ આપે છે. વાંચન મોહપ્રતિકારક શક્તિ વધારે છે.

પુસ્તક ક્યારેય સારું કે ખરાબ હોતું નથી એ તો ખરાબને પણ સારા બનાવવામાં પારંગત છે. માણસના સારા વર્તન થકી વાંચન પણ બોલી શકે છે. વાંચન એ એક પુસ્તક થકી બીજી જ દુનિયામાં પ્રવેશવાની પ્રવૃત્તિ છે.

જ્યાં હવા, પાણી, ખોરાકની જરૂર હોતી નથી, માત્ર શબ્દોના લય પર આપણું અંતર નૃત્ય કરતું હોય છે.

માટે જ,

વાંચન સિંચન છે,

વાંચન સિંચન છે,

વાંચન સિંચન છે.

– મૌલિક “વિચાર”

VICHARYATRA June/July 2018

June-July 2018_Page_01

પ્રિય વાંચક મિત્રો,

સમય છે પણ એકાંત નથી.
મોડો છું પણ મોળો નથી.
આ બે વાક્યમાં મારી વર્તમાન સ્થિતિ વર્ણવું છું.

વિચારયાત્રા E-Magazineના જૂન/જુલાઇ 2018ના અંકને download કરવાં નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

VICHARYATRA June/July 2018

 Thanks to all writers associated with Vicharyatra.
Special thanks to Prakash Suthar & Arti Parikh for their valuable support and best wishes.

દેશભક્તિ શક્તિ છે.

VY

 

દેશભક્તિ શક્તિ છે.

ॐ श्री पृथ्वीयै नमः

ઇષ્ટદેવની ભક્તિથી જેટલી ઊર્જા મળે છે. આરતી, ભજન,પૂજા, સત્સંગ, નમાજ, ઈબાદત વિગેરેથી જે ઊર્જા મળે છે, તેવી જ ઊર્જા દેશભક્તિથી પણ મળે છે.
કોઈ ધર્મ કે ઇષ્ટદેવતા માટે કોઈએ પણ કુરબાની આપી હોય તેવું ભાગ્યે જ સાંભળવા મળ્યું હશે પરંતુ કોઈ દેશભક્ત દેશ માટે જીવન કુરબાન કરવા માટે એક ક્ષણ પણ નથી વિચારતો. એટલે સાચે જ દેશભક્તિમાં એક શક્તિ રહેલ છે, અપાર શક્તિ.
જેવી રીતે એક નિરોગી શરીર માટે ત્રણ પરિબળો કામ કરે છે. જેવા કે વાત, પિત્ત અને કફ. આ ત્રણેયનું સંતુલન જરૂરી છે, તેવી જ રીતે એક વિકસિત દેશ માટે પણ ત્રણ મુખ્ય પરિબળો કામ કરે છે. પ્રથમ તો દેશને માણવા માટે સ્વચ્છ રાખવો; બીજું, વાહનવ્યવહારને પણ આપણા સામાજિક વ્યવહાર જેટલું જ મહત્વ આપવું અને ત્રીજું પરિબળ જે આપણા દેશને ઊધઈની જેમ કોરી ખાય છે તે છે ભ્રષ્ટાચારનો નાશ કરવો.
સૌ પ્રથમ ભક્તિ દેશભક્તિ જ છે, સવારે ઉઠતાની સાથે જ જે ધરતી ઉપર આપણે પગ મુકીયે છીએ એ માતૃભૂમિની સેવા અને સાધના આપણો પ્રથમ ધર્મ છે. એની ભક્તિમાં જ શક્તિ છે.
ભારતમાતા એ તો કંઠી, તાવીજ, નાડાછડી, કડુ કે રક્ષાપોટલી જેવું કંઈ બાંધ્યું નથી, એ તો અવિરત અખૂટ સુવિધાઓ આપ્યા જ કરે છે. જેને સાચવવી આપણું કર્તવ્ય છે. ગીતા, બાઇબલ, કુરાન, શિક્ષાપત્રી જેવા પવિત્ર ગ્રંથોને માન આપવાનું પ્રથમ પગથિયું એ આપણી માતૃભૂમિનું સંવર્ધન અને સાચવણી.
દેશભક્તિમાં જે અતૂટ સંતોષ છે, એમાં દિવ્ય ઊર્જા છે, માટે જ,
દેશભક્તિ શક્તિ છે.
દેશભક્તિ શક્તિ છે.
દેશભક્તિ શક્તિ છે.

-મૌલિક “વિચાર”

નમસ્કાર સંસ્કાર છે.

November 17_Page_04

 

નમસ્કાર સંસ્કાર છે.

નમસ્કાર એ વ્યક્તિની નમ્ર આકૃતિ છે.
નમસ્કાર કરવાની સાથે જ આપણા અને સામેવાળાના ચહેરા પર સ્મિત આવી જાય છે, જે એક સુમેળ સંબંધ અને શુભ સમય હોવાના સંકેત દર્શાવે છે.
નમસ્કાર આપણાં શરીરનું એક વર્તુળ પૂરું કરી આપણા શરીરની ફરતે દિવ્ય તેજપૂંજ ઉભું કરે છે. જે આપણામાં રહેલી હકારાત્મકતાને જાગ્રત કરે છે.
નમસ્કાર એ એવાં સંસ્કાર છે જે બધી સમસ્યાઓની ગુરુચાવી છે.
નમસ્કાર એ આપણી સંસ્કૃતિએ આપણને આપેલ એક મૂલ્યવાન ભેટ છે.
હાલના જમાનામાં હાથ મિલાવવાની નવી પ્રથા શરૂ થઈ છે, જેમાં એક અનુકરણ સિવાય બીજું કશું જ નથી. માત્ર કીટાણુઓની આપ-લે.
નમસ્કાર જેવી દિવ્ય શક્તિનો અનુભવ લુપ્ત થતો જાય છે. જો આપણે આપણી સંસ્કૃતિનો આદર કરતા હોઈએ તો આપણાં સૌ પ્રથમ સંસ્કાર નમસ્કાર જ છે.
નમસ્કાર એ પોતે જ પોતાને જાગ્રત કરવાં આપેલ વચન છે.
આપણાં દરેક ગુણોની ઓળખ નમસ્કારથી જ શરૂ થાય છે અને નમસ્કારથી જ અવિરત વહેતી જાય છે.
આપણી સંસ્કૃતિએ બક્ષેલ આવી અમૂલ્ય ભેટનો “હું” સ્વીકાર કરું છું.

કારણકે,

નમસ્કાર સંસ્કાર છે.
નમસ્કાર સંસ્કાર છે.
નમસ્કાર સંસ્કાર છે.

મૌલિક “વિચાર”

સ્વચ્છતા સેવા છે. સ્વચ્છતા તહેવાર છે. સ્વચ્છતા ધર્મ છે

Vicharyatra Sept Oct 2017_Page_04

સ્વચ્છતા સેવા છે. સ્વચ્છતા તહેવાર છે. સ્વચ્છતા ધર્મ છે

સ્વચ્છતા સ્વેચ્છાએ થતી પ્રવૃત્તિ છે. બાહ્ય સ્વચ્છતા આપણા રહેઠાણને ઉપવન બનાવે છે.અને આંતરિક સ્વચ્છતા આપણી આધ્યાત્મિક યાત્રાને પારદર્શક બનાવે છે.
નવરાત્રી અને દિવાળી માત્ર ધાર્મિક તહેવારો જ નહીં પરંતુ જીવનશૈલી શીખવતા અમૂલ્ય પ્રસંગો છે. દેહ અને મનની સ્વતચ્છતાના પાઠ શીખવે છે આ તહેવારો. વિચારોના ટોળાને સાત્વિકતાના જળથી મર્દન કરીને વ્યક્તિત્વની સ્વચ્છતાને નિરખાવી શકાય છે.

સ્વચ્છતા મૂર્તિ કે સ્થાન વગરનો સાચો ધર્મ છે. સ્વચ્છતા એ શરીરથી માંડીને સમાજ સુધીની સેવા છે.
સ્વચ્છતાથી દેશનું આરોગ્ય સ્વસ્થ રહે છે.
સ્વચ્છતા એ આવવા વાળી પેઠીને અમૂલ્ય ભેટ આપવાની તક છે.
સ્વચ્છતા એ સાચા માનવ હૃદય અને જવાબદાર નાગરિકની નિશાની છે.
સ્વચ્છતા વ્યક્તિત્વ અને દેશનું ઘરેણું છે.
સ્વચ્છતા જ સાચી સેવા છે.

સાચે જ,
સ્વચ્છતા સેવા છે.
સ્વચ્છતા તહેવાર છે.
સ્વચ્છતા ધર્મ છે

– મૌલિક “વિચાર”

સમર્પણ તર્પણ છે.

VY August 2017_Page_04

સમર્પણ તર્પણ છે.

 માણસ એના સાત્વિક કર્મથી નિચોવાઈને તત્વને સત્વ અર્પે છે. માણસનો સ્વભાવ એ માણસના સંતોષનો નકશો છે. સરળ સ્વભાવ જીવનના રસ્તાનો સરળ નકશો આપે છે.

તૃપ્ત હૃદયનું જીવન “આનંદમ્” છે. જે ઈશ્વરને કણે-કણથી સમર્પિત છે.

દરિયારૂપી સંસારમાં એકએક જીવ એક એક બુંદ જેવો છે. સમર્પણ એક ગુણ છે. સમર્પણ એ વ્યક્તિનો અંત છે અને વ્યક્તિત્વની શરૂઆત છે.

સમર્પણ પોતાના પર મેળવેલી જીત છે. ઈશ્વરે આપેલ જીવન એ જો મૂડી છે, પાંચેય ઇન્દ્રિય જો મિલકત છે તો સમર્પણ એ આપણું ચૂકવેલ વ્યાજ છે. સમર્પણ નિર્મોહી છે, નિઃકાય છે, નિઃશેષ છે.

સમર્પણ તર્પણ છે ઇચ્છાનું,

સમર્પણ તર્પણ છે મોહનું,

સમર્પણ તર્પણ છે મર્યાદાનું,

સમર્પણ તર્પણ છે

સમર્પણ તર્પણ છે

સમર્પણ તર્પણ છે

                                                                                                                  – મૌલિક “વિચાર”

ૐકાર સંસ્કાર છે.

Vicharyatra July 2017_Page_04

ૐકાર સંસ્કાર છે.

ૐકાર એટલે શુદ્ધ શ્વાસોની સાથે સાથે શુદ્ધ સાત્વિક વિચારોનો પણ જન્મ.

ૐકાર માત્ર પ્રક્રિયા નહીં પણ જીવનશૈલી છે. જે માણસના તંદુરસ્ત વ્યક્તિત્વની ઔષધી છે.

ૐકાર કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક ચિન્હ કે ઉદ્દગાર નહીં પણ સાત્વિતાનો સાગર છે.

ૐકાર નાભિમાં એવાં દિવ્ય સ્ત્રાવને જન્મ આપે છે જ્યાંથી શરીરના વાયુમાં દિવ્ય ઉર્જાનો જન્મ થાય છે. શરીરમાં રહેલા શારીરિક અને માનસિક અશક્તિનો નાશ કરે છે.

ૐ દેવી દેવતાઓથી પણ પરમ છે, તેથી જ આ પવિત્ર સંજ્ઞા દેવી દેવતાઓએ પણ આત્મસાત કરીને તેનું રટણ અને ચિંતન કરે છે.

ૐકાર એ આંખ પાછળના વિશ્વના દરવાજાની ચાવી છે.

ૐકાર આકાર આપે છે વ્યક્તિત્વને અને આદર્શ વ્યક્તિત્વ આદર્શ સમાજનો પાયો છે.

સ્વયંને જગાડવાનો રણકાર છે ૐકાર,

ધર્મ, ભૂમિ અને આતમનો અનંત નાદ છે ૐકાર,

ઈશ્વરને આપેલો સાદ છે ૐકાર,

આપણે જ આપણી ઉતારેલ આરતનો પ્રસાદ છે ૐકાર.

– મૌલિક “વિચાર”

===========================