વાંચન એટલે આંખથી આંખ ઉઘાડવાની પ્રવૃત્તિ – મૌલિક “વિચાર”
માતૃભાષા
અમીદ્રષ્ટિનું અલ્પવિરામ
હે ઈશ્વર, તારી અમીદ્રષ્ટિનું આજ અલ્પવિરામ લાગે છે,
હું બાળ તારો નાદાન હૃદયથી સૃષ્ટિની શાતા માંગે છે.
ઠેર ઠેર આજ અજંપો વર્તાયો છે, કેમ કરે છે તું પરીક્ષા?
તારા અનુરાગની જાણ છે હૃદયને, તારી અમૃતવાણીની જ પ્રતીક્ષા.
તું જ છે તારી રચનાનો સારથી અને તું જ આ પિંડનો તારણહાર.
અમ કૂંપણ જીવ કરમાય તે પહેલા દે આશિષ પારાવાર.
એક આભ નીચે અમે એક જ માના બાળક
તને અરજ અમે કરીયે છીએ.
થાપણ લઇ આ સત્કર્મોની,
અનેક સદ્દવિચાર ધરીએ છીએ.
હે ઈશ્વર, તારી અમીદ્રષ્ટિનું આજ અલ્પવિરામ લાગે છે,
હું બાળ તારો નાદાન હૃદયથી સૃષ્ટિની શાતા માંગે છે.
– મૌલિક “વિચાર”
સ્પર્શ
“સ્પર્શ આપણી લાગણીનો દસ્તાવેજ છે,
આંખના ખુણે આજે હરખનો ભેજ છે,
હે જનેતા કઈ રીતે વ્યક્ત કરું આ ઋણાનુબંધ,
મારી પાસે તો શબ્દો જ સહેજ છે.” – મૌલિક “વિચાર”

સમાજનું વડીલ કોણ?

સંસ્કાર આપે તે વડીલ માટે સમાજની વડીલ માતૃભાષા. – મૌલિક “વિચાર”
તારા નામનું રટણ
આ માત્ર પલકારો જ નથી, તારા નામનું રટણ છે. મૌલિક “વિચાર”

સગપણની જીત
સગપણની જીત
તારા પ્રશ્નોના ખૂણામાં એક જ ફરિયાદ છે,
મારા ઉત્તરના આંગણે એક હરખતું સ્મિત.
મોકલી પ્રભાતમાં સંદેશા અમને
લાગે થાય આપણા આ સગપણની જીત.
વેરાઈ જાય આંખોના સપનાઓ તોય નહીં
બદલાશે આ જીવવાની રીત,
કોઈ કહેશે અમે લાડકવાયા છીએ અને
કોઈ કહે અમે નંદવાયેલી ભીત.
મોકલી પ્રભાતમાં સંદેશા અમને
લાગે થાય આપણા આ સગપણની જીત.
વહેતા પવનને આપી દિશા સુગંધની,
રેલાય છે તારા સંગનું સંગીત.
નજરની ભાષાને શણગારુ આંખોથી,
અદબથી શીખવી તમે શબ્દોની શિસ્ત
મોકલી પ્રભાતમાં સંદેશા અમને
લાગે થાય આપણા આ સગપણની જીત.
– મૌલિક “વિચાર”
લાગે છે કે મરવા માટે સમય ફાળવવો પડશે.
વર્તમાન જીવવા માટે નવરાશ નથી,
લાગે છે કે મરવા માટે સમય ફાળવવો પડશે.
– મૌલિક “વિચાર”
હું તો અશ્વ છું.
હું તો અશ્વ છું.
આજે
સમય
સવારીએ
ચડેલો છે.
– મૌલિક “વિચાર”
Thank you Vyoma to dedicate & sahre me a great piece of Art. Unfortunately I am unable to comment and reply for all of your art piece. But Just You asked me How’z Going? and This is an answer motivated from your recent sketch. Thank you.