હાઈકુ ની હારમાળા

અંતરા ગૂંજે, મુશળધાર મેઘ, આભ સરિતા

અંતરા ગૂંજે  મુશળધાર મેઘ  આભ સરીતા

અંતરા ગૂંજે
                મુશળધાર મેઘ
આભ સરિતા

                                    – મૌલિક “વિચાર”

ડુબ્યો “વિચાર”

શ્યામ બજાવે
તરતી સરગમ
મન મંદિરે
——————

સ્વર સંગાથે
બાલમ પહોંચ્યો ને
સરગમ “હું”
——————

સ્તન યુગલ
હોઠ કસકસતા
પાન ડોલાવે
——————

હસ્તરેખા ની
નબળી હરકત
ડુબ્યો “વિચાર”

——————

મૌલિક રામી
“વિચાર”

Protected by Copyscape Originality Check

_______________________________________________________

મારી પ્રિય રચનાઓ 

હુ લખી ને કઈ રીતે વર્ણવુ?

જરૂરીયાત સાથે કોઈ સબંધ નથી

સ્નેહ ના દરિયા સુકાઈ ને આભ થઇ ગયા

હાઇકુ

પાલવ લીલો
નવીન નજરાણું
“વિચાર” શૂન્ય

——————

નારદ વીણા
નારાયણ રટણ
કૃષ્ણ દર્શન

——————-

ધર્મ પ્રચાર
એક છતાં અલગ
રામ કે શ્યામ?

——————–

મૌલિક રામી
“વિચાર”

Protected by Copyscape Originality Check

“લગ્ન ની પ્રથમ રાત્રી બની ઉજળી સવાર”

                                                             “પાંપણ નમી
                                                                         મધુર કલરવ  
                                                              શ્વેતરજની”

સુગંધીત ઓરડા માં આછાપાતળા પ્રકાશ માં સુશોભીત ડાળખી સમા પલંગ ઉપર પર્ણો ની ચુંદડી ઓઢીને એક કુમળી કળી બેઠી છે.
અગ્નિ ની સાક્ષી એ ઘડીકભર પહેલા જ માનેલા પરમ ઈશ્વર ની રાહ જોઈ રહી છે. ગણતરીની પળો માં ઔપચારિક વિધિ પતાવી ને નવા જ ઘાટ લીધેલા સંબંધ એટલે કે પતિદેવ ના પગલા સંભળાય છે, અને દરવાજા ને આંકડી મારવા નો અવાજ કાન પર પડે છે.
હોડી જેમ નદી ના પાણી ને આકાર આપતી આગળ ધપતી હોય તેમ યુવાન પણ એક સંબંધ ને આકાર આપવા પલંગ સુધી પહોચે છે.
ઝાડ પરની ડાળખી ઓ ને આઘીપાછી કરી ને કોઈ મીઠા પાકી ગયેલા ફળ ની શોધ કરતુ હોય તેમ યુવાન પાંદડા સમી અર્ધ્મુખ સુધી ઓઢેલી ઓઢણી ઉઠાવવા પ્રયન્ત કરે છે. નાજુક હોઠ ના દર્શન થાય છે અને એ સુંદર સ્ત્રી જાણે આજ ની રાત્રે જ કાળી માંથી સુગંધીત પુષ્પ બની ને ખીલવાની હોય તેમ ટટ્ટાર થઇ ને કંપી ને ડોલી ઉઠે છે. શરમ અને હયા ની સાથે ધબકારા થી એની ફળદ્રુપ છાતી મંગળસૂત્ર સાથે ઉછળવા માંડે છે.
યુવાન ની સંગીતમય આંગળીયો યુવતી ના નાજુક ગાલ ઉપર સ્પર્શ કરીને લગ્ન ની પ્રથમ રાત્રી નો પ્રથમ પવિત્ર અનુભવ કરાવે છે. અને યુવતી પણ પાંપણ નીચે ઝુકાવી ને યુવાન ને પોતાના માં સમાઈ જવાનું આમંત્રણ આપે છે.
આખા દિવસ ના સૂરપાન પછી રસપાન ની ઉતાવળે ચઢેલા યુગલ કોઈ કાલ્પનિક અને સૌંદર્યસભર દુનિયા માં વહી જાય છે. એકબીજા ની આંખો માં ઘડીકભર ઊંડે ઉતર્યા પછી યુવાન યુવતી ના દરેક અંગ ને નાજુકતા થી સ્પર્શ કરી રાતરાણી નું આગમન કરે છે.
યુવાન પોતાના પરિપક્વ હોઠ થી યુવતી ના સ્વપ્નો ભરેલી કથ્થઈ ઘેરી આંખો ને ભીંજવી દે છે. યુવક એ પ્રેમયાત્રા ને થોડો નીચો નમી ને આગળ ધપાવે છે અને નાભી ને ચુંબન કરતા ની સાથે યુવક ના આંખ ની પોચી પાંપણ યુવતી ના સ્તનમંડળ ને અડકતા જ યુવતી કોઈક સૂરીલી રચના ઉચ્ચારી ઉઠે છે અને એની નાભી માંથી ભીંજીત સરગમ ની વર્ષા થતી હોય તેમ યુગલ પોતાના સહજીવન ની સૂરીલી, રસીલી અને કદી ના ભૂલાય એવી મધુરરજની ની મધ્ય માં પહોંચે છે. બહાર પક્ષી ઓ નો મધુર કલરવ યુગલ ના સૂરો માં સમાઈ જાય છે અને એ શ્યામ રજની ની યાત્રા શ્વેતરજની નો આકાર લે છે.

મૌલિક રામી
“વિચાર”

Protected by Copyscape Originality Check

વિદાય

                                                             “મોરલા નાચે
                                                                   માંડવો સૂનમૂન
                                                            ખભો ભીંજાયો”

માણસ ના જીવન નો એક નિર્ણાયક પડાવ એટલે “લગ્ન”.
ખુશી નો અવસર. મોજ ની હેલી. આશીર્વાદો ની વર્ષાઋતુ. ઋતુ કોઈ પણ હોય, મુર્હત ક્યારનું પણ હોય પણ એમાં હર્ષોલ્લાસ નો ભેજ તો હોય જ.
આમ તો મોરલા શ્રાવણ ભાદરવા મા જ જ્યારે શ્યામ વાદળો ની યાત્રા નીકળે ત્યારે જ નાચતા હોય છે. પણ લગ્નના અવસર મા કોઈ પણ ઋતુ હોય મોરલા આખાય પરિવાર ને આશીર્વાદ આપવા અચૂક આવે. અત્યાર ના સમયમા પશુ પક્ષીઓ ના ઘર તોડી આપણે આપણા ૮ – ૧૦ માળ ના ઘર બનાવી દીધા છે.
એટલે મોરલા ઓ ભીંત ઉપર નચાવા પડે છે.

લગ્નનો દિવસ આવે છે, તડામાર તૈયારીયો ની નિર્ણાયક ઘડી આવે છે. નાચ, ગાયનો, સુગંધિત વાતાવરણ અને લાલ પીળા દિવડા ઓ ની વચ્ચે શુદ્ધ મંત્રોચાર ચાલી રહ્યા છે.

સવા બે કલાક ની વિધિ પછી દીકરી વિદાય ની ઘડી આવે છે. માંડવા સામે કોઈ જોતુ પણ નથી. એ સૂનમૂન માંડવો નવદંપતી ના લગ્નની શાક્ષી જ બની ને રહી જાય છે.

દીકરી વિદાય વખતે પિયર પક્ષ અને સાસરીયા પક્ષ ની સ્ત્રીઓ ના મોઢા પર ની લાલાશ ફિક્કી થઈ ગઈ હોય છે. અશ્રુભીની આંખે બધા દીકરી ને વિદાય આપી રહ્યા હોય છે. દીકરી બધા સ્નેહસબંધી, સગાવહાલા, નાના મોટા ભાઈ, બહેન, માઁ બધાને વળગી ને છેલ્લે બાપ ને ભેટવા નો વારો આવે છે. બાપ ના ખભા ઉપર માથુ મુકીને રડે છે અને બાપ ના ચકચકિત આભલાવાળા ઝભ્ભા ઉપર આંસુઓ ની છાર બાઝી જાય છે. બાપ નો ખભો આંસુઓ થી ભીંજાઈ જાય છે. અને દરેક બાપ દીકરી ને એક જ શિખામણ આપે છે કે બેટા એ ઘર મા સુખ હોય કે દુઃખ હવે તારું  સાસરુ જ તારું ઘર છે. અને ભીંજાયેલા ખભે બાપ બીજી જવાબદારીઓ માં વ્યસ્ત થઇ જાય છે

મૌલિક રામી
“વિચાર”

Protected by Copyscape Originality Check

મન થી માંડવા સુધી

હાઈકુ લખવાનો પ્રયત્ન કરુ છુ.. ગુજરાતી ભાષા હુ બોલુ તો છુ પણ મને ઍનુ ઉંડાણ મા કોઈ જ્ઞાન નથી. જે પણ કઈ લખુ છુ ઍ સહજ જ લખાઈ જાય છે. મને વ્યાકરણ નુ પણ કોઈ જ્ઞાન નથી. નથી જોડણી કે વાક્યા રચનાનુ જ્ઞાન.
પણ મને પ્રોત્સાહન ઘણુ મળે છે મારા બ્લોગ ઉપર. હુ બાળક છુ આ લખવા વાંચવાની દુનિયા નો.

મને લખવામાં  પ્રોત્સાહન આપવા મા ઘણા વડીલ મિત્રો નો ફાળો છે. વડીલ સમા પ્રવીણ શાસ્ત્રીજી, આતાજી, અશોક્ભાઇ વાવાડિયા, પ્રેમપરખંદા, ગોવિંદજી મારુ, મનીષા બહેન દરજી, આરતીબેન પરીખ, ઈન્દુ બહેન શાહ, પ્રીતીબહેન દલાલ, લતા બહેન હીરાણી, વિનોદભાઈ પટેલ અને ઘણા ઍવા શુભેચ્છક જે મારી દરેક કવિતા અને લેખ ને આવકારે છે અને પ્રોત્સાહન આપે છે.

થોડાક દિવસો પહેલા આરતીબહેન (સંવેદનાનો સળવળાટ) ના હાઇકૂ વાંચ્યા, બહુજ સરસ લખ્યા હતા. મને જાણવા ની ઘણી ઈચ્છા થઈ કે આ હાઈકુ શુ હોય?
મે ઍમને પુછયુ અને ઍમણે મને બહુજ સરસ રીતે સમજાવ્યુ.

મારા શોખ ને હુ આવડત મા ફેરવતો હોઉ આજે મને ઍવી લાગણી થાય છે. આરતી બહેન તમારો ખૂબ ખૂબ આભાર.


હાઈકુ

વરાળ લાગી
વિશ્વાસ ડગમગ
તારો હંમેશા
——————–
તોરણ ઝુલે
શરણાઇ ગુંજશે
વાયરો સુનો
——————–
મોરલા નાચે
માંડવો સુનમૂન
ખભો ભીંજાયો

મૌલિક રામી
“વિચાર”

Protected by Copyscape Originality Check