વિચારયાત્રા First Note

વાણી રણકાર છે

vicharyatra-12_page_04

મૌલિક “વિચાર”વાણી રણકાર છે

વાણી વિકાસ છે વ્યક્તિત્વનો. વાણી અરીસો છે પરમસત્યનો. શુદ્ધ વાણીમાં ચિત્તનો આનંદ છે. મધુર વાણીમાં વ્યકિતત્વની પારદર્શકતા છે. પારંગત વાણી દુશ્મનને પણ અંગત બનાવે છે અને સત્ય વાણી સંબંધનું અમૃત છે. વાણી સંબંધોના દીપ પ્રગટાવે છે અને વાણી જ ઉજાસ છે પરિવારનો. શિષ્ટ વાણી વિકાસની પરોઢ છે. વાણીમાં વિશ્વને જીતવાની લગની છે. હૃદયની વાણી પરમાત્માની વાણી છે. વાણી સનાતન વિશ્વ છે.
નિર્મળ વાણીમાં એકતા છે અને નિર્મળ વાણીથી જ કટિબદ્ધ સમાજના બીજ રોપાય છે. વાણીમાં સામર્થ છે સફળતાનું.
મનની વાણી વિચાર છે, તનની વાણી સ્પર્શ છે અને હૃદયની વાણી સ્નેહ છે.
કાર્યનું પ્રથમ સોપાન વાણી છે પછી તે વર્તનમાં પરિણામે છે.
વાણી આવકાર છે પ્રભુત્વનો, વાણી અહેસાસ છે સ્વત્વનો, વાણી વિશ્વાસ છે વર્ચસ્વનો.
કારણકે,
વાણી રણકાર છે,
વાણી રણકાર છે,
વાણી રણકાર છે

મૌલિક “વિચાર”

Advertisements

તપ ઊર્જા છે.

vicharyatra-september-2016_page_04

તપ ઊર્જા છે.

તપ અમૃતરસનો સાગર છે.
તપ ત્યાગ છે પણ મોક્ષને મેળવવાનો માર્ગ છે.
તપની ભઠ્ઠીમાં આત્માને શેકવાથી જીવન કંચન બને છે.
મલિન ઊર્જાને હોમીને આત્માનો સાક્ષાત્કાર તપ છે.
તપ પ્રતિભાનું મેઘધનુષ છે જે આત્મામાં ઊર્જાનું સર્જન કરે છે અને વિચારોને બળ આપે છે.
તપ તેજસ્વી રાહ પર તરતું કનક છે, જેના થકી બાહ્ય કલેશને મુક્ત કરી આંતરિક પ્રાયશ્ચિત શક્ય બનાવે છે.
તપથી પંચતત્વની હાજરી સાક્ષાત છે. તપ ઈન્દ્રિયોનું ધન છે.
સત્યનો નાથ તપ છે,
તમસનો નાશ તપ છે,
તપની વ્યાખ્યા જ્ઞાન છે,
તપનો આકાર તપસ્વી છે,
તપનું તર્પણ અનુભવ છે.
તપ ઊર્જા છે.તપ ઊર્જા છે.તપ ઊર્જા છે.

મૌલિક “વિચાર”

 

Please click below to download VICHARYATRA September 2016 edition VICHARYATRA SEPTEMBER 2016

 

સંયમ સુવર્ણ છે.

 August 2016_Page_04

સંયમ સુવર્ણ છે.

મન છોડાવે મનુજને, બંધાવે પણ મન
મિત્ર થઇ મન મદદ કરે, વળી એ જ બને દુશ્મન”

સંયમ વિચારોને તપતું રાખે છે અને આત્માને કનક બનાવે છે. સંયમની વાણી નજરોમાં છે અને ભાષા શુદ્ધ છે.
સંયમ ઈંદ્રિયોનો ખોરાક છે.સંયમ એક શરીરને આધ્યાત્મિક વાચા આપે છે. સંયમ વિચારની વિદ્યાપીઠ છે.

સંયમ સ્વર્ગની દીવાદાંડી છે, જે જીવનયાત્રાને હંમેશા માર્ગ ચીંધતો રહે છે. સંયમમાં ડૂબવું અલગ વાત છે અને ડૂબીને પલળવું અલગ વાત છે. સંયમ એક એવી ઔષધી છે જેનો વપરાશ બિમાર મનથી કામવાયુ દૂર કરી પ્રાણવાયુ પૂરું પાડવાનો છે. સંયમ મન અને હૃદયને જોડતો તાર છે જે જીવનને કિરતાલ જેવું સૂરીલું બનાવે છે.

સંયમ એ વિચારોનું ત્રાજવું છે જેના બન્ને પલ્લે પવિત્રતા છે.સંયમ એ ઈશ્વરે માણસને ધરાયેલી સત્ય પ્રસાદી છે.સંયમથી જ્ઞાનનું વાવેતર થાય છે. યમ નિયમ સફળતાનું ખાતર છે. મનરૂપી બગીચામાં સંયમરૂપી ખાતર વાપરવાથી માનવ આકૃતિમાં ફળદ્રુપ વિચારોની ખેતી થાય છે. જે સમાજને એક સુવર્ણ વ્યક્તિત્વની બક્ષીશ આપે છે.
કારણ કે,
સંયમ સુવર્ણ છે.
સંયમ સુવર્ણ છે.
સંયમ સુવર્ણ છે.

                                                         – મૌલિક “વિચાર”

પ્રેમ શાસ્ત્ર છે…

4 April 2016

પ્રેમ શાસ્ત્ર છે…

पोथी पढ़ी पढ़ी जग मुआ ,पंडित भया न कोय |
ढाई अक्षर प्रेम का ,पढ़े सो पंडित होई ||

પ્રેમ સંસ્કારનો વારસો છે.પ્રેમ આપણી નસેનસમાં છે માત્ર એને વહેતો કરવાનો છે.પ્રેમ આપણા શ્વાછોશ્વાસમાં છે.નકારનો શ્વાસ ઓગાળીને હકારનો ઉચ્છવાસ પ્રસરાવવાનો છે.
પ્રેમને કોઈ અટક નથી. પ્રેમ સનાતન છે. પતંગીયાના રંગોમાં પ્રેમ છે, મેઘધનુષના અર્ધવર્તુળમાં પ્રેમ છે. સિતારના સૂરમાં પ્રેમ છે.
પ્રેમ આપણી આસપાસમાં જ છે છતાંય કોઈક પાંપણના દરવાજા એને દ્રષ્ટિ સુધી પહોંચવા નથી દેતાં. કરૂણાની દ્રષ્ટિથી નીરખીયે તો પ્રેમ આપણી ભીતર છે.
શબ્દના સહવાસમાં પ્રેમ છે. ભાષાની આરતીમાં પ્રેમ છે.
પ્રેમ એક એવી ભાષા છે જેને બોલાતી નથી પણ અનુભવાય છે, કદાચ એટલે જ એ અસરકારક છે. આંગળીઓના ટેરવે સ્તન યુગલોનો સ્પર્શ પ્રેમ છે.
વિચારયાત્રામાં જ પ્રેમની શોધ છે. પ્રેમ એક બ્રહ્માંડમાં તરતી ઊર્જા છે.પ્રેમ માણસને માનવની નજીક લાવે છે.
મૌલિક વિચારોમાં પ્રેમ છે.
પ્રેમ શાસ્ત્ર છે…પ્રેમ શાસ્ત્ર છે…પ્રેમ શાસ્ત્ર છે…

મૌલિક “વિચાર”

ગુરુ ત્રિલોકી છે…

July 2016_Page_04

गुरु ब्रम्हा गुरु विष्णू
गुरुः देवो महेश्वरा
गुरु शाक्षात परब्रम्हा
तस्मै श्री गुरुवे नमः

ગુરુ ત્રિલોકી છે…
ગુરુ એટલે ગુરુરને પીગળી નાખનાર એક દિવ્ય વ્યક્તિત્વ. ગુરુની હાજરી એ જ આપણી પ્રસિદ્ધિ છે.ગુરુ સદૈવ છે. ગુરુ આપણને મનની પાસે લઈ જઈ વિચાર કરતાં શીખવે છે,ગુરુ આપણને સભ્યતાની ઓળખ કરાવી આચાર શીખવે છે. ગુરુ જીવનનો એક દીપ છે જે સદાય પ્રગટીને આપણાં ચરિત્ર પર પ્રકાશ ફેલાવે છે. ગુરુ એક ચારેય તરફ ફેલાયેલી દિશા છે જે રાહ બનીને આપણી સફળતા માટે પ્રસરાયેલી હોય છે.
ગુરુ સૂરજની જેમ તપતા શીખવે છે તો ચંદ્રની જેમ હસતાં, ગુરુ અવિરત શુદ્ધ ચરિત્ર સાથે વહેતાં શીખવે છે તો પહાડની માફક અડગ ટકી રહેતાં શીખવે છે.
ગુરુ આપણને પંખીની જેમ ઊડતા શીખવે છે તો ત્રણ લોકનું જ્ઞાન આપી આપણાં વ્યક્તિત્વને ચમકાવતાં શીખવે છે.
ગુરુ પ્રકાશમાં છે, ગુરુ અંધકારમાં છે. ગુરુ એક એવી ત્રિલોકી દ્રષ્ટિ છે
ગુરુપૂજા દેવપૂજા છે, ગુરુસેવા મમતાની સેવા છે. ગુરુનો વિશ્વાસ ઈશ્વરનો શ્વાસ છે.
ગુરુ એટલે સ્વર્ગનો અનુભવ.
ગુરુ એટલે પૃથ્વીનું જ્ઞાન.
ગુરુ એટલે પાતાળનો સ્પર્શ.
કારણકે,
ગુરુ ત્રિલોકી છે…
ગુરુ ત્રિલોકી છે…
ગુરુ ત્રિલોકી છે…

(more…)

આસ્થા અવિરત છે.

June 2016_Page_04

આસ્થા અવિરત છે.

નદીના વહેતાં પાણીને રોકી શકાતું નથી તેમ આપણાં વિચારોમાં આસ્થા સતત વહેતી રહે છે.
આસ્થા સંબંધનું પિંડ છે. તેજનું પુંજ પણ આસ્થા છે.
આસ્થા ઈશ્વરનો પર્યાય છે એટલે જ કહેવાય છે કે વિશ્વાસમાં ઈશ (ઈશ્વર)નો શ્વાસ હોય છે.
આસ્થા જીવતરના મૂલ્યોનું અવિભાજિત અંગ છે માત્ર જરૂર છે એને અનુસરવાનું.
આસ્થા માણસ અને ઈશ્વર વચ્ચેના સંબંધને પુલકિત કરે છે.
ચંદ્રને એની ચાંદની પર આસ્થા છે, સૂરજને એનાં તેજ પર આસ્થા છે.
પહાડોને એનાં અડગ અસ્તિત્વ પર આસ્થા છે, તો દરિયાને એની ઊંડાઈ પર આસ્થા છે.
સૂરને એની લીનતા પર આસ્થા છે તો લયને એનાં સમય પર આસ્થા છે.
વાદળને ચમકારા પર આસ્થા છે તો તરણાંને વરસાદની ભીનાશ પર આસ્થા છે.
ધબકારાને શ્વાસ પર આસ્થા છે તો રક્તને એની રતાશ પર આસ્થા છે.
પુષ્પને પરાગ પર આસ્થા છે તો બાળકને માઁના સ્પર્શમાં આસ્થા છે.
કોયલને તેનાં ટહુકા પર આસ્થા છે તો ભાઈને બહેનના હાલરડાંમાં આસ્થા છે.
આસ્થા સદાય સર્વત્ર આપણી ભીતર છે. કારણકે,
આસ્થા અવિરત છે.
આસ્થા અવિરત છે.
આસ્થા અવિરત છે.

  • મૌલિક “વિચાર”

ક્ષમા પ્રારંભ છે.

kshama

 

ક્ષમા પ્રારંભ છે પ્રસન્નતાનો.જે હૃદયમાં ક્ષમા ભાવના છે એ હૃદયમાં ઈશ્વરના શ્વાસ ધબકે છે.
જીવનમાં કોઈને ક્ષમા આપવી ખુબ અઘરી છે પરંતુ અઘરુ લાગતું જીવન ક્ષમાભાવથી ખુબ સહેલું લાગવા લાગે છે. ક્ષમા નમ્ર વ્યક્તિત્વનું આભૂષણ છે. ક્ષમા એક અજોડ સંબંધનો સેતુ છે. ક્ષમા આત્મબળ છે. ક્ષમા સંજોગેને પીગાળે છે અને વ્યક્તિત્વને અજવાળે છે.
ક્ષમા ભાષા છે ઉદારતાની,
ક્ષમા વાણી છે નમ્રતાની.
ક્ષમા પ્રસન્નતાનું ચાલકબળ છે.

ક્ષમા એક અનુભવ છે, ઈશ્વરનો અનુભવ.
ક્ષમા કળા છે સમૃદ્ધ વિચાર જીવવાની
ક્ષમા ઘણું ગુમાઈને કંઈક અમૂલ્ય મેળવવાનો રસ્તો છે.
ક્ષમા ભેટ છે અધિકારની.

ક્ષમા ધરે તે સુખિયા સદાય, ક્ષમા વિના પ્રાણી ઘણા પીડાય ।
ક્ષમા રાખજો ધીરજ ધારી, રક્ષા કરશે શ્રીકૃષ્ણ તમારી ।।

ક્ષમા એટલે ધીરજ.  ક્ષમા એટલે અંતરના મોજાંઓને શાંત પાડવાની ગુરુચાવી.
ક્ષમા એ સુખની સીડી છે. કારણકે ક્ષમા છે ત્યાં ધીરજ છે, ક્ષમા છે ત્યાં હકાર છે, ક્ષમા છે ત્યાં પ્રેમ છે,
ક્ષમા છે ત્યાં દરેક અભિમાનનો નાશ છે, ક્ષમા છે ત્યાં દિવ્યતા છે, ક્ષમામાં જ આત્માનો ઉજાસ છે.
કારણકે
ક્ષમા પ્રારંભ છે…
ક્ષમા પ્રારંભ છે…
ક્ષમા પ્રારંભ છે…

– મૌલિક “વિચાર”