લેખ

“સંગીત” એટલે દુનિયાની સૌથી ઓછા મૂળાક્ષરોવાળી ભાષા.

 

સંગીત એ આત્માની ભાષા છે.
મનની સાધના છે.
લાગણીઓની વાચા છે.
આવું ઘણુ સાંભળ્યુ છે આપણે.  પણ સંગીત તો એક ભાષા છે. સાચા અર્થમાં સૌ કોઈ શીખી શકે તેવી ભાષા.
ઉપરોક્ત વિધાનો ત્યાં સુધી જ સાચા છે જ્યાં સુધી તમને સંગીત વિષે જાણકારી નથી. હા, ઉપરના વિધાનો સંગીત વિષે ની ફિલસૂફી જરૂર વ્યક્ત કરે છે.

સંગીત એક એવી ભાષા છે જેને પદ્ધતીસર શીખી શકાય છે. સંગીતમાં પણ અક્ષર, શબ્દ, લીટી, ફકરા વગેરે હોય છે, અંગ્રેજીમાં તેને Beat, Bar, Phrase, verse, chorus વગેરે
તરીકે ઓળખાય છે. સંગીતમાં પણ કક્કો બારખડી હોય છે, અને ગુણાકાર ભાગાકાર પણ હોય છે.
સંગીતના જાણકાર હોય કે અજાણ્યા બધાએ સંગીત તો GOD GIFT હોય તેમ કહીને સંગીત  શીખવા અને જાણવા – માણવા માટેની સરહદો બનાવી લીધી છે.
ઘણાં લોકો સંગીત શીખવા માટે retire (નિવૃત) થવાની રાહ જોતા હોય છે, તો ઘણાં લોકો અંગ્રેજીમાં કહેતા હોય છે કે “MUSIC IS NOT MY CUP OF TEA”
પણ સાચે સાચ સંગીત તો તમારી વર્તમાન પ્રવૃત્તિ ને વેગ આપવા માટે ની પ્રવૃત્તિ છે.

Music એક psychological subject છે. હું જયારે જયારે પણ કોઈક અંગ્રેજી કે ગુજરાતી શબ્દોનો અર્થ dictionary (શબ્દકોષ) માં જોઉં તો એવો એહસાસ થાય છે કે તે અજાણ શબ્દ પણ મને પહેલેથીજ ખબર હોય, અને સાચુજ છે. ભગવાને આપણા મગજમાં આખે – આખો શબ્દકોષ મુકેલો છે, માત્ર જરૂર છે અને અલગ દ્રષ્ટિથી જોવાની. કંઈક એવુંજ music માં પણ છે. સૂર (NOTES) અને તાલ (RHYTHM) પહેલેથીજ આપણે જાણીએ છીએ, જરૂર છે માત્ર પદ્ધતિસરના શિક્ષણ ની. સંગીત આપણે જાણીએ છીએ એવું હું ખાતરીપૂર્વક એટલે કહી શકું કે સંગીતમાં કશુંજ નાં જાણનાર મારી mummy પણ television ઉપર આવનાર સંગીતસ્પર્ધાના કાર્યક્રમોમાં ભાગ લેનાર સ્પર્ધકો માટે અભિપ્રાય આપી શકે છે, અને એનાં એ અભિપ્રાયો ઘણા અંશે સાચા હોય છે. માટે એમ કહી શકું કે એ MUSIC જાણે છે.

‘ક’, ‘ખ’, ‘ગ’ આ બધા મૂળાક્ષરો ગુજરાતી ભાષાના છે. ‘A’, ‘B’, ‘C’, ‘D’ આ બધા alphabets અંગ્રેજી ભાષાના છે. તેવી જ રીતે સંગીતમાં પણ મૂળાક્ષરો / alphabets છે. સંગીતનાં મૂળાક્ષરો ને પણ અલગ અલગ રીતે વર્ણવાય છે. જેમકે  સા..રે…ગ…મ…(સરગમ),’A’, ‘B’, ‘C’, ‘D’…..”DO”…”RE”…”ME”…”FA”… આ બધા ના ઉચ્ચાર બદલાય છે પણ ધ્વની સરખો જ કરે છે.

જેમ ગણિત માં અંક છે તેમ સંગીતમાં માત્રા (BEATS) છે.

BACH (western composer) દ્વારા એક ખુબજ સરસ વાક્ય કહેવાયું છે, જે આપણને એક જ વાક્ય માં music  શીખવી શકે.
એમણે કહ્યું છે, “If you play right note at a right time than your instrument will play by itself” અર્થાત જો તમે સાચો સૂર સાચી માત્રા (beat) ઉપર વગાડશો તો તમારું વાદ્ય (instrument) જ આપોઆપ રાગ ઉત્પન્ન કરશે.તમારે માત્ર જરૂર છે સાચા સમયે સાચો સૂર વગાડવાની.

                                                              – મૌલિક “વિચાર”

માળીયું

અત્યારના જમાના માં parents પોતાના દીકરા દીકરીના એટલા તે બધા વખાણ કરી ને છાપરે ચઢાવે પણ 60 વટાવી ચુકેલા માતા પિતા એમના દીકરા દીકરીઓને માળીયે ચઢાવતા..
પૈસા કમાવવા એ આવડત છે. પણ પૈસા વાપરવા એ કળા છે. એ કળા ઘર ની સ્ત્રી ઓ ને હાથવગી હોય છે.એ પરિસ્થિતિ નો અનુભવ ત્યારે થયો જયારે મારી પ્રિય mummy એ મને હમણાંજ દિવાળી ની સફાઈ કામમાં માળીયે ચઢાવ્યો. સવારે આવી ને મને કહ્યું કે રસોડાંના માળીયે થોડીક સાફ સફાઈ કરવામાં મદદ કર. થોડીક એ એના પ્રમાણે હતી પણ કેટલી હતી એ તો મારી કમર જ જાણે છે અત્યારે..

સાફસફાઈ કરવા માળીયે તો ચઢયો પણ ત્યાં મારી mummy ની વણ નોતરેલી બે-બે બહેનપણી ઓ મળી. જેને આજ કાલની છોકરી ઓ લાડ પ્યારથી ગરોળી કહીને બોલાવે છે.
મારી સગલી ઓ mummy ના તોફાની કાનુડાને જોઈને નાસભાગ કરવા લાગી. એનો રંગ પણ જાણે પાનમાં બદામ બીડાઈ ને આપી હોય.
જે બાજઠ ઉપર મોટા ભાઈને બેસાડી પીઠી ચોળી હતી. ઔષધી રૂપી હળદર જેને લગ્ન પ્રસંગમાં મા પીઠી કહીએ છીએ.
એ જ બાજઠ ઊંધી જાળા બાઝેલી હાલતમાં પડી હતી..
આખા ઘરને જાત જાતના રંગરોગાન અને fancy LED lightથી તો શણગાર્યું પણ માળિયાને તો એજ જુના ધોતિયાના રંગ જેવો ચૂનો જ લગાડ્યો..એમાય દીવાદાંડી પર વર્ષો સુધી ચાલતા દીવા જેવો બે ચાર ચુનાના છાંટા ઉડેલો 100wattનો ગોળો જોઈને પણ બીચારા પર દયા આવી કે કેટલો વઘાર ઉડ્યો છે આ ગોળા પર.

માળીયે ચઢીને અદ્ભુત આનંદ તો જૂની પુરાની દેવાળું ફૂકી ગયેલી દુકાનોની પ્લાસ્ટીક ની થેલીઓ જોઈ ને થયો, એમાં મારી માં જે વસ્તુ ઓ સંગ્રહ કરવા માં ઉસ્તાદ છે એણે ચળકતી પણ ચાંદી નહિ જેવી થોડી થાળી વાડકી ઓ નું આણું ભર્યું હતું. એની બહેનપણી ઓ માટે..અને વધુ મજા તો ત્યાં આવી જ્યાં એ જ થેલી ઓ ઊપર અમદાવાદ ના 6 આંકડાના ટેલીફોન નંબર ઉપર નજર પડી. જૂની બહેનપણીઓને મિસ કોલ કરીને સતાવવાના દિવસો યાદ આવી ગયા.

જીવનમાં ઘણું બધું બદલાયું. રહેણીકરણી, સંબંધો, મીઠાઈઓના વેશ, ફટાકડાના રંગો, અવાજો, ઘણી બધી રીતભાતો બદલાઈ પણ દિવાળીમાં માળીયું સાફ કરવાની પ્રથા હજી અકબંધ છે.

સૌ વાચક મિત્રોને HAPPY VACATION.

મૌલિક નાગર
 “વિચાર”

Protected by Copyscape Originality Check

ધૂમો રે ઘૂમો આવી નોરતાની રાત

નવરાત્રી એટલે નવરાઓની રાત્રી નહી પણ સૂર, તાલ, શૃંગાર અને રંગારંગમાં મસ્ત થઇને વ્યસ્ત થઇ જવાની રાત્રી.

ગરબે ઘૂમીને આદ્ય શક્તિ માં અંબાની આરાધના કરવાની રાત્રી.
સૂર તાલના દરિયામાં મોજના મોજા બનીને ઉછળવાની રાત્રી.

શહેરમાં ઠંડી ઠંડી લહેરો લહેરાવાની ચાલુ થઇ ગઈ છે અને રંગબેરંગી, આભલા અને ટીક્કીઓથી ચમકતા પોશાક પહેરીને, યુવક, યુવતીઓ શૃંગાર કરીને, તાળીઓ અને ઢોલના ધબકારે ઝૂમવા માટે ગુજરાતી ગુજરાતણોએ પહેલા નોરતાની ઊંધી ગણતરી શરૂ કરી દીધી છે.ગુજરાતીઓના બે મુખ્ય તહેવારો છે. નવરાત્રી અને દિવાળી. ગુજરાતીઓની ખાસીયત છે ખરીદી અને ખાણીપીણી. જે અત્યારે પુરજોશથી ચાલે છે. દુકાનદાર હોય કે ફૂટપાથ પર ચણીયાચોળી વહેચતા ફેરીયાઓ બધાને ધી-કેળા. વર્ષના અંતિમ ચરણમાં બંને તહેવારો શહેરનો માહોલ બદલી નાખશે. રસ્તાઓ અને શેરીઓ રોશનીથી ચક્મકીત થઇ જશે અને રાત પડે મેળા જેવો માહોલ જામશે.

ખેર, હવે થોડાક જ કલાકોમાં ગુજરાતણો નવી નવેલી દુલ્હનની જેમ સજીને ગરબે ઘુમવા જશે અને આંખો, ગાલ હોઠ ઉપર રંગોની મહેફિલ જમાવી અને જે શ્યામ વિના એને આખું વર્ષ એકલડું લાગતું હતું એને રીઝવવા માટે તન અને મનથી દસે દસ રાત્રી થાક્યા વગર ઝૂમી ઉઠશે અને શ્યામને રાસ ગરબા ગાવા માટે આમંત્રિત કરશે. આંખના પલકારા અને કમરના લચકારામાં ગુજરાતણો કોઈક અલગ જ કૈફમાં રંગાશે. હવે તો યુવાનો પણ એટલા જ મસ્તીથી રાસગરબામાં ઝૂમે છે અને રાસ ગરબા માટેની તાલીમ પણ લે છે.
જાતભાતના કેડીયા, ચણીયાચોળી, સાફા, કડા અને અનેક પ્રકારના આભૂષણોથી સજ્જ નાના, મોટા, યુવક, યુવતી ઓ સૌ કોઈ દિવસભરનો નોકરી, ધંધા, school, collegeનો થાક ભુલાવીને માં અંબાને ગરબે ઘુમવા આમંત્રીત કરશે અને માં પાવાવાળી પણ પાવાગઢથી સાક્ષાત એકેએક સુંદરીઓમાં સમાઈને ગરબાની રમઝટ માણશે.

નવરાત્રીનો રંગ દસ દિવસ જ નહી પરંતુ પૂનમ સુધી લાગે લો રહે છે. પહેલાના સમયમાં શેરી ગરબા થતા, પોળ અને શેરીઓમાં યુવકો વારાફરથી ઢોલ નગારા વગાડી અંબે માંની આરતી કરીને આખી રાત સૌ કોઈ નાના મોટા બધા જ ગરબા રસીકો સવારના ચાર વાગ્યા સુધી અટક્યા વગર ગરબે ઘૂમતા પણ એક ખુબ અગત્યની વાતએ પણ ધ્યાન રાખવા જેવી છે કે હવે આધુનિક સમયમાં લાઉડ સ્પીકરનો ખુબ જ ઉપયોગ થાય છે પરંતુ આ જ સમયમાં school, collegeમાં ભણતા બાળકોની પરીક્ષાનો પણ સમય હોય છે તો આપણી સામાજીક જવાબદારી સમજીને ખોટો ઘોંઘાટના થાય તેનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે.

ગુજરાતી લોક નૃત્ય ગરબાના ઘણા પ્રકાર છે. ગરબા એક તાળી, બે તાળી, ત્રણ તાળી, હીંચ, રાસ, ચલતી વગેરે.. ઘણા બધા સંગીતકારોએ ખુબ જ સુંદર રાસગરબાની રચના કરી છે અને નરસિંહ મહેતા, મીરાં બાઈથી માંડી સુરેશ દલાલ, અવિનાશ વ્યાસ જેવા કવિઓએ ગુજરાતી રાસગરબા સુંદર શબ્દોથી મઢીને ગુજરાતીપણાથી ભરી દીધી છે.
જો ગુજરાતી રાસગરબાના વિવિધ લેખન વિષે જોઈએ તો કૃષ્ણ ભગવાન, રાધા ગોપીની સાથે સાથે માં પાર્વતીના વિવિધ દૈવીય રૂપો વિષે પણ ઘણા ગરબા કવિઓ,ભજનીકો એ લખ્યા છે.
ભક્તિ અને અધ્યાત્મના રસને સ્વરબદ્ધ કરાયેલ લોક નૃત્યના ખુબ જ પ્રચલિત રાસ ગરબા જેવા કે “તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે”, મથુરામાં ખેલ ખેલી આવ્યાઓ શ્યામ ક્યાં રમી આવ્યા?, આશમાની રંગની ચુંદડી રે માની ચુંદડી, પંખીડા તું ઊડી જાજે પાવાગઢ રે…. આ બધા રાસગરબા ખેલૈયાઓમાં કૃષ્ણ હોય કે માં પાર્વતીનો અંશ માં અંબા હોય સર્વ ભક્તિ શક્તિને પોતાની સાથે ગરબે ઘુમવા આજીજી કરે છે.
ઘણા ગરબા એવા છે જેમાં માં પાર્વતીના ઘણા બધા રૂપો (બહુચર માં, રાંદેલ માં, કાળકા માતા વિગેરે)નું વર્ણન એક જ ગરબામાં કર્યું હોય, જેવા કે
“ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર”, “રંગતાળી, રંગતાળી, રંગતાળી રે રંગમાં રંગતાળી”, “અંબા આવો તો રમીએ”……આવા ભક્તિ ગરબામાં પણ માતાજીના વિવિધ અસ્તિત્વ સાથે ગરબે ઘૂમીને જીવન જીવવાની શીખ મેળવવાની માંગણી છે.

શેરી ગરબામાં થતા ગરબામાં પ્રાદેશિક શબ્દ પ્રયોગો ઘણાં થતા હતા. જેના લીધે લોકોના હૃદયમાં માતૃભુમીનો શ્વાસ હંમેશા ધબકતો રહે.”એક લાલ દરવાજે તંબુ તાણીઓ રે લોલ” શેરી ગરબામાં ખુબ જ પ્રચલીત છે. જેમાં અમદાવાદના લાલ દરવાજાની વાત છે. મહી નદીને ઉલ્લેખી ને લખાયેલ ગરબો “મારે મહીસાગરને આરે ઢોલ વાગે છે.” આવા અનેક ગરબાઓ કોઈ સ્થાનીક પ્રચલીત સ્થળનો મહિમા જળવાઈ રહે એ હેતુ સાર્થક કરે છે.

આજની પેઢીના યુવાનોને ગમતાં ખુબ જ પ્રચલીત ગરબા માં “ચરર ચરર મારું ચકડોળ ચાલે”,”મુંબઈથી ગાડી આવી રે” જેવા ગરબાનો સમાવેશ થાય છે. હિંદી ફિલ્મો દ્વારા જાણીતા થયેલા ખુબ જ જૂના ગરબા પણ એ ગરબાને આજની પેઢીને ગમે તેવી રીતે સંગીતકારોએ લીપ્યા છે. “મોર બની થનગાટ” અને “લીલી લેમ્બુડી રે” જેવા લોક પ્રચલીત ગરબા લોકોના હૈયે અને હોઠે થનગનાટ કરે છે.

બસ હવે થોડાક જ કલાકોમાં ગુજરાતની ધરતી અને વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં સૂરમય વાતાવરણ જામશે. આવો શુભ અવસર ખુબ જ ભક્તિ અને શક્તિથી ઉજવાય તેવી હાર્દિક શુભેચ્છા.

મૌલિક નાગર
“વિચાર”
http://www.maulikvichar.com

પૂજ્ય ગાંધી બાપુ નો જન્મ દિવસ – ભારત નો આજે પ્રથમ દિવસ છે વિશ્વગુરુ ની ખ્યાતિ મેળવવાનો

૨જી ઑક્ટૉબર  એટલે પૂજ્ય ગાંધી બાપુ નો જન્મ દિવસ.

ગાંધીબાપુ હવે આપણા રાષ્ટ્રપિતા ની સાથે સાથે વિશ્વપિતા પણ થઇ ગયા છે.બાળકો નો સર્વ પ્રથમ ગુરુ એના પિતાજી હોય છે. એટલે આજથી આપણે કહી શકીએ કે ભારત નો આજે પ્રથમ દિવસ છે વિશ્વગુરુ ની ખ્યાતિ મેળવવાનો. કારણકે UN દ્વારા જાહેરાત થઇ છે કે હવે દર વર્ષે ગાંધીજી ના જન્મદિવસ ૨જી ઑક્ટૉબર ને આખા વિશ્વ માંઆંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ” નિમિતે ઉજવાશે.

જે સ્વપ્ન ભારત ના ઘણા મહાનુભાવો એ જોયું હતું. દીર્ઘદ્રષ્ટા સ્વામી વિવેકાનંદ  પણ કહ્યું હતું કે ભારત વિશ્વગુરુ બનશે. લોક લાડલા અને આધુનિક ભારત ના શિલ્પી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભારત ને વિશ્વગુરુ બનાવવા ખુબ જ મહેનત કરે છે. આજે ૨જી ઑક્ટૉબર, ૨૦૧૫ એટલે ગાંધી બાપુ નાં જન્મદિવસે એ સ્વપ્ન સાકાર થતું દેખાય છે.

ગાંધી બાપુ ને હું રાજનેતા કે આઝાદી ના લડવૈયા તરીકે ક્યારેય જોતો નથી એ તો એક એવું મહાન ઉદાહરણ છે જીવનશૈલી નું. નમન હમેશા એટલા માટે કેમ કે તેમને જીવન જીવવા ના ઘણાં બધા મૂલ્યો દેશ,સમાજ અને વિશ્વ ને આપ્યા છે. જેમ કોઈ ઈમારત ને ઉભી રાખવા માટે ચાર પાયા ની જરૂર પડે તેમ વ્યક્તિત્વ ના વિકાસ માટે ગાંધીજી એ ખુબ જ અગત્ય ના ચાર જીવન ના મૂલ્યો આપ્યા છે. 1) સત્ય 2) અહિંસા 3) પ્રાર્થના અને 4) સેવા

જન સેવા એજ પ્રભુ સેવાના નિયમ ને ગાંધીજી એ પોતાના જીવન માં ખૂબ ઊંડો ઉતાર્યો હતો. ગાંધીજી એ કરેલી દેશ ની સેવા હોય કે કોઈ વ્યક્તિ ની સેવા હોય એવા અનેક કિસ્સા ઓ છે. જયારે મરકી જેવા ચેપી રોગ માં પણ પોતાનો ખ્યાલ કર્યા વિના રોગી દેશવાસી ની સેવા કરી છે.

એક ખૂબ જ પ્રેરક પ્રસંગ મને  યાદ આવે છે. એક દિવસ સ્વામી સત્યદેવજી આશ્રમ આવ્યા અને ગાંધીજી ને કહ્યું કે હું તમારા આ દેશસેવા ના કાર્ય થી ખુબ પ્રસન્ન છું તેથી મને પણ તમે આશ્રમ માં રહેવાની મંજુરી આપો. ગાંધીજી એ કહ્યું કે અવશ્ય કેમ નહી. હરીજન હોય કે સંત હોય સર્વ માનવ એક સમાન એટલે તમે પણ રહી શકો છો. પણ તમારે તમારા ભગવાં કપડાં બદલી ને સાદા ખાદી ના કપડા પહેરવા પડશે. સ્વામીજી ખૂબ નારાજ થઇ ગયા અને રોષે ભરાયા, એમણે ગાંધીજી ને કહ્યું કે હું તો સંન્યાસી છું! ત્યારે ગાંધીજી એ કહ્યું કે ભગવાં કપડાં ત્યાગ કરવા થી તમારો ધર્મ ભંગ નહિ થાય. તમે સંન્યાસી છો એ બહુ માન ની વાત છે પણ સંન્યાસ કઈ ભગવાં કપડા સુધી જ સીમિત નથી.

આપણા બધાને સૂઝ છે કે ખાલી બાહ્ય દેખાવ કરતા તમારા આચાર અને વિચાર પણ ખુબ અગત્ય ના હોય છે. પણ કોઈક અલગ જ દ્રષ્ટિ વાળા ગાંધીજી એ ભગવાં કપડાં ના પહેરવાનું કંઈક ખુબ જ સાચું અને સચોટ કારણ દર્શાવ્યું. એમને કહ્યું આપણા દેશ માં લોકો બાહ્ય પરીવેશ જ જોઈને, આપણા દેશ ની ભોળી જનતા તમારી સેવા કરવાનું ચાલુ કરી દેશે અને આ આશ્રમ માં દરેક વ્યક્તિ દેશ અને સમાજ ની સેવા કરવા જોડાય છે નહી કે સેવા ભોગવવા. આવી સચોટ દ્રષ્ટિ કોઈ મહાન આત્મા ની જ હોઈ શકે. એટલે જ આવા ઘણા બધા ગુણો ને કારણે ગાંધીજી આપણા પ્રિય છે.

એમની પ્રભાવ શક્તિ પણ એટલી હતી કે કોઈ અંગ્રેજ ગવર્નરની નિયુક્તિ ભારત માં થતી એ પહેલા એને ચેતવણી આપવામાં આવતી કે બને ત્યાં સુધી Mr. Gandhi ને મળતા જ નહી. જો તમે એમને મળશો તો તમે એમની જ વાણી બોલશો.

ગાંધીજી જ્ઞાન કરતાં આચરણ ને ખુબ મહત્વ આપતા હતા. ગાંધીજી કડવા અને કટાક્ષવાળી ભાષા ને પણ હિંસા સાથે સરખાવતા હતા. હંમેશા માનવ ની સેવા કરવાં માટે તત્પર ગાંધીજી પોતાનું કામ જાતે જ કરવાનાં આગ્રહી હતાં.

આપણે ખુબ જ ખુશ નસીબ છીએ કે ભારતને આવા પિતા મળ્યાં. જેમણે સાચા અર્થમાં ભારત નાં અને વિશ્વ ના પિતા બનીને, ગુરુ બની ને સુખી જીવનનાં ઘણાં બધાં મૂલ્યો આપ્યા.

ગાંધીજી નાં જીવન માં જેટલું મહત્વ સત્ય અહિંસા નું હતું એટલું જ અગત્ય નું સ્થાન પ્રાર્થના નું પણ હતું.પ્રાર્થના ને ગાંધીજી આત્માને સ્વચ્છ કરવાનું માધ્યમ માનતા હતા.

ઘણાં બીજા મૂલ્યો છે જેનું ગાંધીજી એ જીવનના અંત સુધી પાલન કર્યું છે, બ્રહ્મચર્ય, શિસ્ત, ઉપવાસ, શાકાહાર, મૌન જેવાં અનેક આધ્યાત્મિક મુલ્યો ને ગાંધીજી એ પાલન કરી ને ઉત્તમ જીવન જીવવા માટે નું આપણને ઉદાહરણ પુરુ પડ્યું છે.    

કદાચ એવું બની શકે કે ગાંધીજી ના જીવન ના મૂલ્યો હંમેશા આપણને યાદ રહ્યા કરે એટલે જ આપણી ચલણી નોટો માં ગાંધીજી ની હાજરી હોય છે.\

મૌલિક નાગર
“વિચાર”

અંગત મિત્ર ની મિત્રતા સાથે ની સંગત કરતી કવિતા

કવિતા એટલે લાગણીઓ નો દસ્તાવેજ. અને સંબંધ એટલે જીવતર ની મૂડી. મારા નસીબ માં પણ સંબંધરૂપી મૂડી ની લહેર લાગી છે. જેમ bank માંથી loan મળે અને મૂડી માં વધારો થાય તેમ મને પણ ભગવાન ની bank માંથી loan મળતી રહે છે અને સંબંધરૂપી જીવતર ની મૂડી માં વધારો થયે જાય છે. જેના વ્યાજરૂપે મારે સ્નેહ જ ચુકવવા નો છે.
મારા ઘણા બધા પ્રિય સંબંધોમાનો મારો આ એક પ્રિય સંબંધ છે.
શીર્ષક મિત્રતા નું અને અધ્યાય લાગણીનો..

એક સવાર ના મને ફોન આવ્યો અને એક મધુર સ્ત્રીસ્વર રણક્યો. એમને મારી વ્યવસાય લગતી એક નાનકડી મદદ ની જરૂર હતી.
અમે નીર્ધારિત કરેલા સમયે મળ્યા.
પહેલી જ મુલાકાત માં એમની સાથે મિત્રતા ના બીજ રોપાયા. પહેલી જ વ્યવસાયિક મુલાકાત ના અંતે એમણે મને પૂછ્યું કે આટલું બધું તમે કઈ રીતે બોલી શકો છો? અને સાચું કહું તો એવું મને એજ દિવસે ખબર પડી.અને સાચે જ એ દિવસે હું ખૂબ બોલ્યો હોઈશ, કદાચ એમની સુંવાળી મુસ્કાન સામે મારી જીભ લપસી કે હું પોતેજ લપસી પડ્યો હોઈશ. 🙂
પછી અવારનવાર વાત થતી રહી, મળતા રહ્યા અને વ્યવસાયિક મિત્રતા ગાઢ મિત્રતા માં પરિણમી. જેને આજની Generation best friend કહે છે.
16th August ના એમની 25મી વર્ષગાંઠ હતી  અને આ શુભ અવસરમાં સહભાગી થઇ શકું એટલે એક કવિતા અર્પણ કરવાની ઈચ્છા થાય છે.
એમનો કર્ણપ્રિય સ્ત્રીસ્વર ગુજરાત ના ઘરે ઘરે પહોચ્યો છે અને લોકપ્રિય થયો છે.
એવાં અંગત મિત્ર ની મિત્રતા સાથે ની સંગત કરતી કવિતા એમને અર્પણ.

વ્યવસાયિક મર્યાદા નાં કારણે એમના નામ નો ઉલ્લેખ નહી કરી શકું,
એ બદલ માફી..


ન ઓળખ હતી, ન કોઇ પહેચાન
ફકત એક જ સુંવાળી મુસ્કાન

એ વાયરા ગાતા ગીત મઝા ના,
ને એ  સૂરજ ના વહ્યા સૂરો રાતા

એ આઝાદી ની સાંજ મઝા ની
તારા આગમન  ના સૌ ગીતો ગાતા

હાજરી બની તમારી મહેક કુટુંબ ની
ને આખી અવની ને મળી સાતા

કયારેક એમ વિચાર થાય છે
તમને કેમ આટલુ માન અપાય છે?

મારી વાણી અને વચન માં
અનેક શુભકામના ઓ રેલાય છે.

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check

કાવ્ય નુ એક મુક્તક પણ ભાષા બની જશે!

“શબ્દો ની વાનગી થી જ્યારે આ આભ ભરાઈ જશે
દેવતા ઓ ના આગમન થી એ થાળ બની જશે
એ મહેક ની વર્ષા થશે આભ માંથી
કાવ્ય નુ એક મુક્તક પણ ભાષા બની જશે!

– મૌલિક નાગર “વિચાર”


કોઈ ના હૃદય મા સ્થાન પામવુ હોય તો એક અસરકારક  રસ્તો છે “ભાષા”.
જેટલું વ્હાલ સગી માં માટે છે એટલું જ વ્હાલ મારી માતૃભાષા માટે છે.
મારી સગી ભાષા.
મને લાગે છે કે મારા વ્યક્તિવ નો ઉછેર હંમેશા મારી માતૃભાષા થકી જ થાય છે.
આપણી ભાષા ની કહેવતો આપણી ભાષા ના અલંકાર છે.
ગુજરાતી ભાષા ના દરેક માનવાચક શબ્દો ગુજરાતી ભાષા ના રુંવાટા છે. એટલે જ જયારે આપણને માનભર્યા શબ્દો સાંભળવા મળે એટલે રુંવાટા ઊભા થઇ જાય છે.
ગુજરાતી ભાષા માં બોલી પણ ઘણી બધી છે, જે રૂપાળી નાર ની લચક જેવી અનુભવાય છે. આપણી ભાષા માં સુખ ની સુગંધ છે.

શુદ્ધ ગુજરાતી મા બોલવા ની મઝા જ કઈક અલગ છે. “I am sorry ” ની જગ્યા એ “મને માફ કરો” , “દરગુજર કરો” કેટલું નમ્ર લાગે….
આપણે હવે hybrid ભાષા બોલતા થઇ ગયા છે. જેમકે “પણ” ની જગ્યા એ “but” , “કારણકે” ની જગ્યા એ “because”…..વગેરે વગેરે.. આખું વાક્ય ગુજરાતી હોય પણ એક શબ્દ અંગ્રેજી, એ પણ “but” , “because” , “i mean” , “in case” , “even”….વગેરે વગેરે. મારી બોલી પણ બદલતી જાય છે, પણ હું જાગૃત રહી શુદ્ધ ગુજરાતી માં બોલવાનો પ્રયત્ન કરું છું કારણકે મારે મારી શુદ્ધ ભાષા ડહોળવી નથી.
ગર્વ છે મને મારા ભારતીય હોવા નો, ગર્વ છે મારા હિન્દુ હોવાનો અને ગર્વ છે મારા ગુજરાતી હોવાનો.

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check

વાંચન જ જીવન ને ભવ્ય બનાવે છે


“મૌન” મન મા જ મંદિર ની સફર કરાવે છે
“ધ્યાન” ઘર ને ઘર બનાવે છે
પણ “વાંચન” સમાજ નુ ઋણ ચૂકવે છે
“વાંચન” જ મને વિશ્વાસુ બનાવે છે
“વાંચન” જ મને મારા નામ ની ઓળખ અપાવે છે
હૃદય સુવાળુ ને વિચાર નમ્ર બનાવે છે
“વાંચન” જ જીવન ને ભવ્ય બનાવે છે

જીવન ના મૂલ્યો ને જો ખરેખર સમજવા ની તક મળી હોય તો વાંચન થી જ. હુ લખવા માટે નથી લખતો પણ અનુભવુ છુ ઍટલે લખુ છુ.
કોઈક જગ્યા ઉપર મારા વાંચવા મા આવ્યુ હતુ કે લેખક પ્રામાણિક હોય. હુ લેખક તો ના કહી શકુ મારી જાત ને પણ વાંચક જરૂર છુ. ઍટલે આજે અનુભવુ છુ ઍટલે કહુ છુ કે વાંચક પણ પ્રામાણિક હોય છે.

જીવન મા જો ચોરવા મળે તો હુ વાંચવા માટે સમય ચોરવા નુ પહેલા પસંદ કરીશ. ભગવાન જો વરદાન આપે તો ઍમની પાસે દિવસ ના ૨૪ ની જગ્યા ઍ ૨૬ કલાક માંગુ! ઍ વધારા ના ૨ કલાક વાંચન માટે.
ભગવાને જેટલુ આપ્યુ છે ઍના કરતા ઘણી ચીજ નથી આપી ઍનો વધારે આનંદ છે. જેવી કે ઈર્ષા, વેર ઝેર, અદેખાઈ વગેરે…

વાંચન થી હુ ભાષા તો શીખ્યો સાથે સારૂ વિચારતા પણ શીખ્યો. ઘણુ ઋણ ચૂકવવા નુ છે મારે આ ધરતી માતા નુ, માતૃભાષા નુ.
આજ ના આ world book day ઉપર મારી સમજ લખવા નો પ્રયત્ન કરુ છુ.

મૌલિક રામી
“વિચાર”

Protected by Copyscape Originality Check

મુલાકાત મા મૂલ્યો ની તાકાત

ઍક સોનેરી સવાર, ઉજાસ હતો, મહેક પણ હતી હવા ની દિશા પણ કઈક ખાસ લાગતી હતી ઍ સવાર જાણે સૂર્ય ના કિરણો સુવર્ણ વરસાઈ રહ્યા હોય. આ સૃષ્ટિ પર વિચારપથ ની દિશા જ બદલાઈ ગઈ હતી.

દર્શન ઘણા કર્યા છે પણ ઍક જ આકાર મા લક્ષ્મી અને સરસ્વતી ના દર્શન મારા ફાળે હતા.
ઍ હરતા ફરતા મંદિર ને જોવા નો દિવસ અનેરો હતો, જાણે જીવન અને વિચાર ના મૂલ્યો ની પવિત્રતા ને દિશા મળતી હોય!! ક્યા અને ક્યારે ઍ હુ ઘરડો થઈશ ત્યારે જણાવીશ.

ઍના રૂપ નુ વર્ણન કરવા માટે શબ્દકોષ મા કોઈ શબ્દ લખાયો નથી, બધી જ અતિશયોક્તિ મા પણ જાણે ઑટ આવી જાય, આટલુ અદભૂત વ્યક્તિત્વ. ગઝલકારો પણ અસમર્થ બને જો ઍને લગતો કોઈ શેર લખવો હોય તો. શિલ્પકાર તો જોઇજ ના શકે ઍની સામે, ઍનો તેજ જ ઍના આકાર ને ઘેરી ને જાણે રક્ષણ કરતો હોય!!! ઍક ભવ્ય અંશ.
કુદરત નો પ્રિય અંશ હોય ઍવી લાગણી!!!

સહજ હતુ, ઍ મુલાકાત મૂલ્યો ની તાકાત બની આવી હોય ઍવુ લાગતુ હતુ. ઍમને જોયા પછી જાણે બધા અવગુણો ઉપર દેવતાઓ ઍ આક્રમણ કર્યુ હોય અને જીવન ના મૂલ્યો ની તાકાત આપી હોય.

ઍમના આંખ ની ભીનાશ હૈયા ને ઠંડક પહોચાડી રહી હતી, કાળા કેશ મારી સમક્ષ આવતા વાવાઝોડા ની સામે ઢાલ બની મારૂ રક્ષણ કરતા હાય ઍમ લહેરાતા હતા.
લીસ્સા સુવાળા ગાલ જાણે ઝાકળ ને પણ ઍ ફૂલ ઉપર થી સરકવા ની ઈચ્છા ના થાય, મીઠા મધુર સ્વર મા જાણે ઍવી નમ્રતા, બસ જીવન મંત્ર મળી જવાની લાગણી!
ગળા મા ઓઢેલી ઍ લાલ ચૂંદડી ઍમના કંકુ થી લીપેલા સ્તનયુગલ ને ઢાકતી હોય અને શ્વાસ મા અત્તર નો દરિયો હોય અને સ્મિત ઍટલે મારા સુખ ની દુકાન.

શબ્દ ઉપર કોઈ અતિશયોક્તિ નથી પણ ઍમના વ્યક્તિતવ ની હાજરી જરૂર અતિશયોક્તિ હતી.

કુદરત ની આપેલી ઍ સોગાદ મારૂ ભાગ્ય માનુ છુ અને ઍમના વ્હાલ ની વર્ષા મા મને ભીંજ્યો ઍ પણ ઍક નસીબ.મિત્રતા ની અખૂટ સંપતી ઍમણે મારે નામ કરી…
ઍ સવાર હજી સાંજ બની નથી, ઍનો ઉજાસ હજી પણ મારા જીવન મૂલ્યો ઉપર અનુભવુ છુ,
માણસ કુદરતે બનાવેલી બધી ચીજ નુ નામ આપી શક્યો પણ આનુ નામ આપવા મા માણસ અસમર્થ રહ્યો છે.

આજે જો શ્વાસ મા પણ ખોટ પડે તો પણ હુ તો મુકામ ઉપર જ છુ, યાત્રા તો ઍમણે કરાવી છે “સ્વર્ગ ની”
ભગવાન ને ઍક જ પ્રાર્થના છે કે ઍમના દરેક શ્વાસ મા સુખનો ગુણાકાર જ કરતો રેહજે, જો ઍમા જરૂર પડે તો મારો ભાગાકાર પણ મંજૂર છે..

વિચાર ના ઍ અમુલ્ય અંશ ઍમને નામ

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check

“શબ્દ ની તાકાત”

“શબ્દ ની તાકાત”

જ્યારે કોરા કાગળ ઉપર શબ્દો લખાય છે ત્યારે ઍ કાગળ ઉપર જ મંદિર નુ સર્જન થતુ હોય તેવી હકાર ભાવના જન્મે છે
વિશ્વ ના કોઈ પણ શબ્દકોષ મા આપણે જો સૌથી પવિત્ર શબ્દ શોધવા જઈઍ તો ઍક જ શબ્દ મળે, “માં”
“માં” ઍક અક્ષર નથી શબ્દ છે , કોઈ પાત્ર નથી કોઈ સબંધ નથી ઍ તો જીવન છે. ઍક શબ્દ “માં” જ આખીયે કક્કો બારખડી અને ઘડિયા આવી જાય ઍવી તાકાત છે
“માં” તાકાત છે ભાષાની.

જેટલુ સરળ છે “માં” વિશે લખવા નુ ઍટલુ જ અઘરુ છે ઍને સમજવાનુ. પણ સુખ નુ સરનામુ ઍટલે મા નો ખોળો.

પૂજ્યા મોરારી બાપુ કહે છે કે “માં” પોતાના દીકરા માટે પહેલા રક્ત વહાવે છે, પછી દૂધ અને પછી આંસુ. આપણા જીવન ના રથ ને “માં” સારથી બની ચલાવે છે ઍ પણ નિઃસ્વાર્થે.

આજ ના દિવસ ની શરૂઆત “માં” ના આશીર્વાદ થી.

મૌલિક નાગર
“વિચાર”

“નામકરણ”

જો શરીર મા આત્મા નો વાસ હોય છે તો મારા મતે વિચારો મા પરમાત્મા વસતા હશે. જીવન ના મૂલ્યો નુ ઉધ્ભવ સ્થાન ઍટલે આપણા વિચારો.
વિચાર જ વાણી ને વેહતી કરે છે. અને ઍજ વાણી નમ્ર સરિતા બની ટાઢક આપે છે ક્યા તો તલવાર ની ધાર બની કોઈ સબંધ નુ ધડ કાપી નાખે છે
જેમ સમય પાસે જેટલુ અખૂટ છે તેટલુ જ વિચાર મા પણ અખૂટ છે.
જીવ્યા બહુ છીઍ અને હવે તો કઈક કરવાના પણ મધ્યાહન ઉપર છીઍ ત્યારે આજે મને ઍક નવા જન્મ ની અનુભૂતિ થાય છે.

હુ ઍવા કોઈ વિચારો ની સદ્ધરતા પર નથી પહોચ્યો પણ સૂર્યનારાયણ ના દર્શન થી ચરીત્રશુદ્ધિ ના વિચાર જરૂર આવે.
હમેશા હુ ઍવુ કહેતો આવ્યો છુ કે ” હુ કોઈ નો તો શુ થવાનો, મારે તો મારા પોતાના થવુ છે” અને આ વિચારયાત્રા મા હુ પોતાનો થઈ શકુ છુ ઍનો મને આનંદ છે.
જો આ નવા જનમ મા મારે ખુદે મારૂ નામ પડવા નુ હોત તો અવશ્ય હુ “વિચાર” પાડત.

હુ વિચાર નો પ્રવાસી

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check