પાંદડીઓ

જેને સગી માનું ધાવણ નસીબમાં ન હતું, એટલે જ એ મા-ધવ કહેવાયા!!!

madhav

જેને સગી માનું ધાવણ
નસીબમાં ન હતું,
એટલે જ એ મા-ધવ કહેવાયા!!!

                                            મૌલિક “વિચાર”

Advertisements

હાંસિયાની કિંમત વેપારી જ જાણે, કારણકે, ત્યાં જ તારીખ લખાય છે.

hansiya ni kimmat

હાંસિયાની
કિંમત વેપારી જ જાણે,
કારણકે, ત્યાં જ તારીખ લખાય છે.

                                            – મૌલિક “વિચાર”

 

દુ:ખી ન થાઓ, તમે તો માત્ર જખમ જ આપ્યા છે, એને તો અમે સંઘરી રાખ્યા છે.

dukhi n thao

દુ:ખી ન થાઓ,
તમે તો માત્ર જખમ જ આપ્યા છે,
એને તો
અમે સંઘરી રાખ્યા છે.
– મૌલિક “વિચાર”

મૌનના જ્યારે પડઘા સંભળાય

maun na padgha

મૌનના જ્યારે પડઘા સંભળાય,
ત્યારે ચોથા કાળની શરૂઆત થાય.

                                               – મૌલિક “વિચાર”

મન તો આજે એનાં જ વિચારમાં તરબોળ લાગતું હતું.

ena j vicharoદૂરથી આવતું એક વંટોળ લાગતું હતું,
એનું હસવું સાચે જ આજે ડોળ લાગતું હતું,
ધ્યાન ધરી ધ્યાની બનવા ખૂબ પ્રયત્ન કર્યો પણ
મન તો આજે એનાં જ વિચારમાં તરબોળ લાગતું હતું.

                                                                            – મૌલિક “વિચાર”

સજાવટ ન કરશો તમે, અમારા વટને સજા મળે છે.

sajavat n karshoસજાવટ ન કરશો તમે,
અમારા વટને
સજા મળે છે.                                                                             – મૌલિક “વિચાર”

અંગુઠા તો ત્યારેય લાગતા હતા અને આજેય લાગે છે.

angutha

અંગુઠા તો ત્યારેય લાગતા હતા
અને આજેય લાગે છે.
ફરક એટલો જ છે કે
ત્યારે અભણ માણસ
8-10 વીઘા જમીનના દસ્તાવેજ પર
લગાવતો હતો અને
આજે ભણેલો માણસ
8-10 ઇંચના રમકડાં પર લગાવે છે.
– મૌલિક “વિચાર”