મારા વિષે

6/3/1985 એટલે હોળીનો પવિત્ર તહેવાર. એક બાજુ સાંજ ના 7:30 વાગ્યે હોળી પ્રગટાવવાની વિધિ ચાલી રહી હતી અને બીજી બાજુ મારો જન્મ. ભગવાનનો ખુબ જ આભારી છું કે આવા પવિત્ર દિવસે જન્મ આપીને સંકેત કર્યો કે તારા વિચાર જ તારું મનોબળ છે. તું જીતીશ તારા પવિત્ર વિચારના સહારે અને તારો નાશ પણ તારા ખોટા વિચારોના કારણે જ થશે. એટલે તારા જ હાથમાં છે તારા જીવન નૈયાના હલેસા.

હું એવું માનું છું કે આપણા વિચારો જ આપણું વ્યક્તિત્વ છે, આપણા વિચારો જ આપણું ઘડતર છે. માતા પિતા, ગુરુજી આપણને ઘણાં સંસ્કાર આપે છે પણ મારું માનવું છે કે આપણા નામને જ જો સંસ્કાર તરીકે અનુસરીએ તો પણ ઘણું છે. એટલે જ સંગીત હોય કે શબ્દ હું હંમેશા “મૌલિક” જ રહેવાનો પ્રયત્ન કરીશ. મારા મૌલિક વિચાર જ મારી પ્રતિજ્ઞા છે.

મારા મતે “વાંચન એટલે આંખથી આંખ ઉઘાડવાની પ્રવૃત્તિ”, સદ્ભાગ્યે મારાં નસીબમાં આ વાંચનના સંસ્કાર છે.
સંગીત અને સાહિત્ય બંનેની પ્રસાદી કુદરતે મને અર્પી છે એ બદલ એમને વંદન કરીશ.
આપ વાચક મિત્રો મારા વેબપેજ પર આવી અને પ્રતિભાવો આપીને મને જે પ્રોત્સાહન આપો છો એ બદલ આપને પણ નત મસ્તક વંદન.

મૌલિક નાગર “વિચાર

“maulikvichar@gmail.com

——————————————————————————————————————————————–

91 comments

   1. nothing special,just put new post,give it title of award with award image mention the answers of Que.to you,& nominate others,Rules/steps are also given below my post just reread those!!

    Liked by 1 person

   1. ohh no time bound for it,& ignore the 24 hours dead line also,..just write a paragraph only with those words which doesnt contain alphabetical letter “e”…

    Liked by 1 person

 1. મૌલિકભાઈ તમારા લેખ અને તમારા કાવ્યો શી રીતે રિબ્લોગ કરી શકાય? મારા અન્ય વાચકો સૂધી તમારી કૃતિ પહોંચે એ જ ભાવના છે. ખૂબ જ ઉત્તમ સર્જન કરો છો.

  Liked by 1 person

   1. મને તમારા બ્લોગમાં રિબ્લોગનું બટન મળ્યું નહી. ફરી ફાંફા મારી જોઈશ. જો ન મળે તો મને એક રસ્તો સૂજે છે કે તમારો લેખ અડધો મારા બ્લોગમાં મૂકું અને વધુ વાંચવા નીચે તમારા બ્લોગની લિન્ક મુકું. આખો લેખ વાંચવા વાચક તમારા બ્લોગ પર આવશે અને બીજી રચનાઓ પણ માણશે, તમારો કૉપીરાઈટ ભંગ ના થવો જોઈએ.

    Liked by 1 person

   2. ખુબ ખુબ આભાર. મને પણ ખ્યાલ નથી હું પણ હમણા check કરી જોવું કે reblog નું button ક્યાં છે. તમે ગમે ત્યારે ગમે ત્યાં share કરી શકો છો એમા કોઈજ copyright ભંગ નથી થતી. ધન્યવાદ

    Like

   3. આભાર મૌલિકભાઈ. હવે હું આપના લેખ રિબ્લોગ કરતો રહીશ. મને ગમે છે. મારા મિત્રોને પણ ગમશે એવી ખાત્રી છે. અનેક શુભેચ્છાઓ.

    Liked by 1 person

 2. પ્રિય મૌલિકભાઈ,
  તમે હમ્મેશ મારા બ્લોગો પર કોમેન્ટ આપતા હો છો. આ એકતરફી વ્યવહાર અંગે અને મારી આળસ માટે મને હમ્મેશ અફસોસ રહે છે. પણ નેટ પર સર્ફિંગ લગભગ બંધ હોવાનું અને કવિતા તરફ દુર્લક્ષ્ય આ બે કારણો એને માટે જવાબદાર છે.
  આશા રાખું છું કે, મારી આ હરકત દરગુજર કરશો.

  Liked by 1 person

  1. પ્રિય સુરેશભાઈ, હું પણ સમજી શકું છું આપની વ્યસ્તતા.આ એક તરફી વ્યવહાર ક્યારેય રહ્યો જ નથી.જયારે જયારે પણ તમે મારી કોમેન્ટ વાંચી હશે ત્યારે તમે એક સ્મિત કર્યું હશે અને મને શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા હશે. એટલું જ બસ છે. હંમેશા તમારો શુભેચ્છક – મૌલિક રામી “વિચાર”

   Like

   1. વાહ! આ ભાવ બહુ ગમ્યો.
    ફૂલ ફોરમ ફેલાવ્યા જ કરે છે – કોઈ એ માણે કે ન માણે
    અને ફોરમ હોય ત્યાં ભમરા ( રસ પારખુ અર્થમાં ) ભમતા જ રહેવાના.
    દીકરા, ગીતા વાક્ય તેં તો અમલમાં મુકી દીધું-
    कर्म्ण्येवाधिकारस्ते ।
    ———-
    એક પ્રશ્ન –

    આ ‘વિચાર’ ચિત્ર રૂપે શી રીતે બનાવ્યું . મને ગ્રાફિક્સ માં બહુ રસ છે.

    Like

   2. હું apple નું mac pro computer વાપરું છું અને એમાં design અને music ને લગતા ઘણાં સારા user friendly softwares છે..જો તમને કંઇજ પણ design લગતા કામની જરૂર હોય તો કહેજો, પ્રયત્ન જરૂર કરીશ…

    Like

 3. તમારી મૌલિક વિચાર ધારાના બ્લોગ વિષે વાંચી ને આનંદ થાય અને તેમાં લખેલા મૌલિક વિચારો વાંચી ને આનંદ થયો , અહી અમારી વિચારધારા રજુ કરવી હોય તો શું કરવું?

  Liked by 1 person

 4. પ્રિય મૌલિક રામી
  તમને સંગીતમાં રસ છે એટલે તમે પરમેશ્વરને વધુ ગમો છો અને તમે પરમેશ્વરને વધુ ગમો છો એટલે તમારા જીવનમાં આગળ વધતા રહેશો આતા ને તમારા વિચારો ગમ્યા .
  તમેgaataa પણ હશો .

  Liked by 1 person

 5. આજે પહેલી વખત જ અહીં લટાર મારી. તમારી વિગતો જાણી બહુ જ આનંદ થયો. એક અમદાવાદી દીકરો સંગીતની સાધનામાં આટલી બધી જહેમત કરે – એ ગૌરવ ભરી વાત છે. તમારી સાધનામાં ખુબ આગળ ધપો, એવી શુભેચ્છા અને ઉમર વધારે હોવાના કારણે (!) આશિષ.
  ———
  સંગીતે મને પ્રમાણિકતા થી જીવતા શીખવ્યું છે અને શબ્દસાહિત્ય એ મને પ્રમાણિકતા થી કહેતા અને સ્વીકારતા શીખવ્યું છે. જ્યાં સુધી સૂર ભંડોળ છે, શબ્દ ભંડોળ છે ત્યાં સુધી મને bank માં ભંડોળ ની કોઈ ચિંતા નથી. અને જ્યાં સુધી “વિચાર” છે ત્યાં સુધી મારા શરીર ની મને કોઈ ચિંતા નથી.
  ——
  વિચાર સારો છે, પણ ….
  ‘આપણે જમીન પર જીવતા હોઈએ છીએ, આસમાનમાં નહીં’ – તે કદી ન ભુલતા.

  Liked by 1 person

 6. મૌલિક નામ સાથે મૌલિક વિચારો હવે વાંચવા મળશે. મને મારા ઈમેલ પર સંપર્ક કરવા વિનંતિ. chiman_patek@hotmail.com. આપની આ યાત્રામાં હાર્દિક સફળતા.

  Liked by 1 person

 7. આપની કમેન્ટ પરથી ખ્યાલ આવ્યો કે આપ પણ બ્લોગીંગ કરો છો ! અને એ દરમ્યાન જ સ્નેહાબેન’નાં બ્લોગ પરથી પણ આપનું ઠેકાણું મળ્યું !!

  ખુબ ખુબ શુભેચ્છાઓ 🙂

  Liked by 1 person

 8. મૌલિકભાઈ ,આપનો પરિચય અને આ બ્લોગમાં છતા થતા આપના વિચારો ખુબ ગમ્યા. મારા બ્લોગની પોસ્ટ પર તમે અવાર નવાર લાઈકનો પ્રતિભાવ આપતા હો છો એ આપનો બદલ આભાર. આપની પ્રગતી માટે શુભેચ્છાઓ . આપની મને ગમતી કોઈ રચના વિનોદ વિહારમાં મૂકી શકું ?

  Liked by 1 person

 9. પ્રિય મૌલિક ભાઈ
  તમે મારાં લખાણો વાંચો છો . એ મારા માટે ખુશીની વાત કહેવાય

  Liked by 1 person

 10. वेबगुर्जरी उपर वीचारयात्रानो प्रयोग अने वीचार ब्लोगनी मुलाकात लीधेल छे. मे अने जुनना बे अंक कोपी करेल छे जे हवी वांचवाना रह्या. वेब गुर्जरीना संपादक मंडळे पण नोंध लीधेल छे एटले हमनां कोमेन्ट मुकी पछी अंको वांचीश… ली. वीकेवोरा http://www.vkvora.in

  Liked by 1 person

 11. મૌલિકભાઇ, તમરા બ્લોગમા ઘણી વૈવિધ્યપૂર્ણ મહિતિ મળી રહે છે. તમે જે મેગેઝિન ચલાવો છો તે પણ વાચવાની મજા આવે છે. મારી એક ઇચ્છા છે કે જો કોઇ વાર પોશીબલ હોય તો મારો કોઇ લેખ તેમા છપાય.

  Liked by 1 person

 12. ઘણા વખતથી ઇચ્છા હતી, યુવાન દોસ્ત, કે તમારા બ્લૉગની શાંતિથી મુલાકાત લઉં. તમારો ઉત્સાહ અને સ્પિરિટ મને ગમ્યો છે. હાર્દિક શુભેચ્છાઓ!

  Liked by 1 person

 13. ડિસેમ્બર-૨૦૧૬… અંક વિચાર મોતીથી મઢ્યો. શ્રી મૌલિકભાઈ ને આરતી બહેન તથા શ્રી સુથારભાઈની અંક રંગોળીને અભિવ્યક્તિને અભિનંદન

  રમેશ પટેલ(આકાશદીપ)

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s