જ્ઞાન જ અજ્ઞાન છે.
સમુદ્રને એની પહોંચનું જ્ઞાન નથી, પર્વતને એની વિશાળતાનું જ્ઞાન નથી, પ્રાણવાયુને એની મહત્વતાનું જ્ઞાન નથી, વૃક્ષને એની શીતળતાનું જ્ઞાન નથી..આવા જ ઘણાં બધા તત્વો એમની કિંમતથી અજ્ઞાન છે કારણકે, તેઓ નાદાન છે. તેઓ હંમેશા એમને નિમિત કરેલ કાર્ય કરે જાય છે, એ પણ નાદાનીથી….
માણસનો મોટામાં મોટો દુશ્મન તર્ક છે. દરેક વસ્તુને એ તર્કથી જોવે છે. દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં એને સવાલો ઉદ્ભવે છે અને એનો જવાબ મેળવવા મથી પડે છે..પરંતુ એનાં જવાબમાં એને અજ્ઞાન જ મળે છે. એનાં જીવનની યાત્રાને કોહવી નાખે છે, અંતરનું અત્તર સુકાઈ જાય છે, અને અજ્ઞાનમાં આનંદ ગુમાવી બેસે છે.
જ્ઞાન એક અનુભવ છે, જ્ઞાન મેળવી શકાય નહીં, માત્ર અનુભવી શકાય. માણસ માહિતીને જ્ઞાન સમજી બેસે છે. આ જમાનાનું જ્ઞાન માત્ર અજ્ઞાન જ છે.
ઈશ્વરને જ્ઞાની પ્રાપ્ત ન કરી શકે, માત્ર નાદાની પ્રાપ્ત કરી શકે. માટે જ,
જ્ઞાન અજ્ઞાન છે…
જ્ઞાન અજ્ઞાન છે…
જ્ઞાન અજ્ઞાન છે…
–મૌલિક “વિચાર”
સચોટ વાત કરી……
જ્ઞાન એક અનુભવ છે, જ્ઞાન મેળવી શકાય નહીં, માત્ર અનુભવી શકાય
…હું સહમત છું આ વાત સાથે…..
ખૂબ સુંદર લેખ….સહજ પણ…
LikeLike
🙏
LikeLike