Month: June 2018

નમસ્કાર સંસ્કાર છે.

November 17_Page_04

 

નમસ્કાર સંસ્કાર છે.

નમસ્કાર એ વ્યક્તિની નમ્ર આકૃતિ છે.
નમસ્કાર કરવાની સાથે જ આપણા અને સામેવાળાના ચહેરા પર સ્મિત આવી જાય છે, જે એક સુમેળ સંબંધ અને શુભ સમય હોવાના સંકેત દર્શાવે છે.
નમસ્કાર આપણાં શરીરનું એક વર્તુળ પૂરું કરી આપણા શરીરની ફરતે દિવ્ય તેજપૂંજ ઉભું કરે છે. જે આપણામાં રહેલી હકારાત્મકતાને જાગ્રત કરે છે.
નમસ્કાર એ એવાં સંસ્કાર છે જે બધી સમસ્યાઓની ગુરુચાવી છે.
નમસ્કાર એ આપણી સંસ્કૃતિએ આપણને આપેલ એક મૂલ્યવાન ભેટ છે.
હાલના જમાનામાં હાથ મિલાવવાની નવી પ્રથા શરૂ થઈ છે, જેમાં એક અનુકરણ સિવાય બીજું કશું જ નથી. માત્ર કીટાણુઓની આપ-લે.
નમસ્કાર જેવી દિવ્ય શક્તિનો અનુભવ લુપ્ત થતો જાય છે. જો આપણે આપણી સંસ્કૃતિનો આદર કરતા હોઈએ તો આપણાં સૌ પ્રથમ સંસ્કાર નમસ્કાર જ છે.
નમસ્કાર એ પોતે જ પોતાને જાગ્રત કરવાં આપેલ વચન છે.
આપણાં દરેક ગુણોની ઓળખ નમસ્કારથી જ શરૂ થાય છે અને નમસ્કારથી જ અવિરત વહેતી જાય છે.
આપણી સંસ્કૃતિએ બક્ષેલ આવી અમૂલ્ય ભેટનો “હું” સ્વીકાર કરું છું.

કારણકે,

નમસ્કાર સંસ્કાર છે.
નમસ્કાર સંસ્કાર છે.
નમસ્કાર સંસ્કાર છે.

મૌલિક “વિચાર”

સ્વચ્છતા સેવા છે. સ્વચ્છતા તહેવાર છે. સ્વચ્છતા ધર્મ છે

Vicharyatra Sept Oct 2017_Page_04

સ્વચ્છતા સેવા છે. સ્વચ્છતા તહેવાર છે. સ્વચ્છતા ધર્મ છે

સ્વચ્છતા સ્વેચ્છાએ થતી પ્રવૃત્તિ છે. બાહ્ય સ્વચ્છતા આપણા રહેઠાણને ઉપવન બનાવે છે.અને આંતરિક સ્વચ્છતા આપણી આધ્યાત્મિક યાત્રાને પારદર્શક બનાવે છે.
નવરાત્રી અને દિવાળી માત્ર ધાર્મિક તહેવારો જ નહીં પરંતુ જીવનશૈલી શીખવતા અમૂલ્ય પ્રસંગો છે. દેહ અને મનની સ્વતચ્છતાના પાઠ શીખવે છે આ તહેવારો. વિચારોના ટોળાને સાત્વિકતાના જળથી મર્દન કરીને વ્યક્તિત્વની સ્વચ્છતાને નિરખાવી શકાય છે.

સ્વચ્છતા મૂર્તિ કે સ્થાન વગરનો સાચો ધર્મ છે. સ્વચ્છતા એ શરીરથી માંડીને સમાજ સુધીની સેવા છે.
સ્વચ્છતાથી દેશનું આરોગ્ય સ્વસ્થ રહે છે.
સ્વચ્છતા એ આવવા વાળી પેઠીને અમૂલ્ય ભેટ આપવાની તક છે.
સ્વચ્છતા એ સાચા માનવ હૃદય અને જવાબદાર નાગરિકની નિશાની છે.
સ્વચ્છતા વ્યક્તિત્વ અને દેશનું ઘરેણું છે.
સ્વચ્છતા જ સાચી સેવા છે.

સાચે જ,
સ્વચ્છતા સેવા છે.
સ્વચ્છતા તહેવાર છે.
સ્વચ્છતા ધર્મ છે

– મૌલિક “વિચાર”

સમર્પણ તર્પણ છે.

VY August 2017_Page_04

સમર્પણ તર્પણ છે.

 માણસ એના સાત્વિક કર્મથી નિચોવાઈને તત્વને સત્વ અર્પે છે. માણસનો સ્વભાવ એ માણસના સંતોષનો નકશો છે. સરળ સ્વભાવ જીવનના રસ્તાનો સરળ નકશો આપે છે.

તૃપ્ત હૃદયનું જીવન “આનંદમ્” છે. જે ઈશ્વરને કણે-કણથી સમર્પિત છે.

દરિયારૂપી સંસારમાં એકએક જીવ એક એક બુંદ જેવો છે. સમર્પણ એક ગુણ છે. સમર્પણ એ વ્યક્તિનો અંત છે અને વ્યક્તિત્વની શરૂઆત છે.

સમર્પણ પોતાના પર મેળવેલી જીત છે. ઈશ્વરે આપેલ જીવન એ જો મૂડી છે, પાંચેય ઇન્દ્રિય જો મિલકત છે તો સમર્પણ એ આપણું ચૂકવેલ વ્યાજ છે. સમર્પણ નિર્મોહી છે, નિઃકાય છે, નિઃશેષ છે.

સમર્પણ તર્પણ છે ઇચ્છાનું,

સમર્પણ તર્પણ છે મોહનું,

સમર્પણ તર્પણ છે મર્યાદાનું,

સમર્પણ તર્પણ છે

સમર્પણ તર્પણ છે

સમર્પણ તર્પણ છે

                                                                                                                  – મૌલિક “વિચાર”

ૐકાર સંસ્કાર છે.

Vicharyatra July 2017_Page_04

ૐકાર સંસ્કાર છે.

ૐકાર એટલે શુદ્ધ શ્વાસોની સાથે સાથે શુદ્ધ સાત્વિક વિચારોનો પણ જન્મ.

ૐકાર માત્ર પ્રક્રિયા નહીં પણ જીવનશૈલી છે. જે માણસના તંદુરસ્ત વ્યક્તિત્વની ઔષધી છે.

ૐકાર કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક ચિન્હ કે ઉદ્દગાર નહીં પણ સાત્વિતાનો સાગર છે.

ૐકાર નાભિમાં એવાં દિવ્ય સ્ત્રાવને જન્મ આપે છે જ્યાંથી શરીરના વાયુમાં દિવ્ય ઉર્જાનો જન્મ થાય છે. શરીરમાં રહેલા શારીરિક અને માનસિક અશક્તિનો નાશ કરે છે.

ૐ દેવી દેવતાઓથી પણ પરમ છે, તેથી જ આ પવિત્ર સંજ્ઞા દેવી દેવતાઓએ પણ આત્મસાત કરીને તેનું રટણ અને ચિંતન કરે છે.

ૐકાર એ આંખ પાછળના વિશ્વના દરવાજાની ચાવી છે.

ૐકાર આકાર આપે છે વ્યક્તિત્વને અને આદર્શ વ્યક્તિત્વ આદર્શ સમાજનો પાયો છે.

સ્વયંને જગાડવાનો રણકાર છે ૐકાર,

ધર્મ, ભૂમિ અને આતમનો અનંત નાદ છે ૐકાર,

ઈશ્વરને આપેલો સાદ છે ૐકાર,

આપણે જ આપણી ઉતારેલ આરતનો પ્રસાદ છે ૐકાર.

– મૌલિક “વિચાર”

===========================

હાસ્ય રહસ્ય છે.

June 2017_Page_04

હાસ્ય રહસ્ય છે.

સ્મિત ઉર્જાનું તેજ ફેલાવે છે. હાસ્ય આપણા વ્યક્તિત્વની ગુરુચાવી છે. હાસ્ય નિખાલસતાનું સારથી છે.    બીમાર પડી ગયેલ મન હોય કે વાસી થઈ ગયેલ સંબંધ હોય, હાસ્ય એ બંનેની સારવાર કરતી કુદરતી ઔષધી છે.
હાસ્ય નાદાન અને મૂક પ્રેમપત્ર છે, જેમાં સહજતાની શાહી થકીઆમંત્રણનો એક સંકેત છે.
હાસ્ય યોગ છે. હાસ્ય વિનામુલ્યે ચૂકવેલું  અમૂલ્ય વ્યાજ છે.
હાસ્ય એકલતામાં પણ માણસને પોતાની નજીક રાખે છે.
હાસ્ય કુદરતને હૃદયમાં સ્થાપવાની ગણેશ સ્તુતિ છે.
કૃષ્ણના હાસ્યમાં રહસ્ય છે એની લીલાનું.
રામના સ્મિતમાં રહસ્ય છે એમની ધીરજનું
ગાંધીજીના હાસ્યમાં એકતા છે, તો સ્વામી વિવેકાનંદના હાસ્યમાં દેશભક્તિ.
હાસ્ય રહસ્ય છે જ્ઞાનરૂપી અખૂટ સંપત્તિનું.
હાસ્ય રહસ્ય છે.
હાસ્ય રહસ્ય છે.
હાસ્ય રહસ્ય છે.

મૌલિક “વિચાર”