સ્પર્શ એ લાગણીની ભાષા છે. લાગણી, વેદના, સંવેદના વિગેરે શબ્દ વ્યક્ત નથી કરી શકતા તે મૂકપણે સ્પર્શની વાણી કહી જાય છે. સ્પર્શની ભાષા ખુબ ઊંડી અને અવિરત છે. સ્પર્શમાં સંબંધના ઊંડા મૂળ છુપાયેલ છે. માંના સ્પર્શમાં મમતા સમાયેલ છે તો બાપના સ્પર્શમાં વ્યક્તિત્વનું બંધારણ છુપાયેલ છે. બહેનના સ્પર્શમાં ઔષધી છે, તો ભાઈના સ્પર્શમાં સહકારભરી સૌમ્યતા સમાયેલ છે. પ્રિય પાત્રના સ્પર્શમાં પ્રિતનો શણગાર છે, તો મિત્રના સ્પર્શમાં વિશ્વાસની વ્યાખ્યા જડે છે.
સ્પર્શ એ સૃષ્ટિનો સુખદ અનુભવ છે. સ્પર્શ એક એવો અનુભવ છે જેમાં ક્ષણિક સગાઇને પણ આકાર મળી જાય છે.
સ્પર્શ માત્રથી રૂવાંટાને શ્વાસ મળે છે અને એની દિવ્યતા છેક હૃદય સુધી પહોંચી, સમયને સંગીતમય બનાવે છે.
સ્પર્શ અનુભવ છે સૃષ્ટિનો.
સ્પર્શ વાચા છે સ્નેહની.
સ્પર્શ પહેલ છે સંબંધની.
સ્પર્શ પ્રાર્થના છે સફળતાની.
સ્પર્શ પ્રમાણ છે હાજરીનું.
સ્પર્શ અનુભવ છે ભવેભવની સગાઇનો.
સ્પર્શ અનુભવ છે.
સ્પર્શ અનુભવ છે.
સ્પર્શ અનુભવ છે.
> મૌલિક રામી “વિચાર” posted: ” સ્પર્શ અનુભવ છે. સ્પર્શ એ લાગણીની ભાષા છે.
> લાગણી, વેદના, સંવેદના વિગેરે શબ્દ વ્યક્ત નથી કરી શકતા તે મૂકપણે સ્પર્શની
> વાણી કહી જાય છે. સ્પર્શની ભાષા ખુબ ઊંડી અને અવિરત છે. સ્પર્શમાં સંબંધના
> ઊંડા મૂળ છુપાયેલ છે. માંના સ્પર્શમાં મમતા સમાયેલ છે તો બાપના સ્પર”
>
બહુ સરસ.
2018-05-26 13:50 GMT+05:30 WordPress.com :
> મૌલિક રામી “વિચાર” posted: ” સ્પર્શ અનુભવ છે. સ્પર્શ એ લાગણીની ભાષા છે.
> લાગણી, વેદના, સંવેદના વિગેરે શબ્દ વ્યક્ત નથી કરી શકતા તે મૂકપણે સ્પર્શની
> વાણી કહી જાય છે. સ્પર્શની ભાષા ખુબ ઊંડી અને અવિરત છે. સ્પર્શમાં સંબંધના
> ઊંડા મૂળ છુપાયેલ છે. માંના સ્પર્શમાં મમતા સમાયેલ છે તો બાપના સ્પર”
>
LikeLike
_/\_ વંદન
LikeLike