એકાંત એટલે સાત્વિક ક્ષણનો એક અંત અને પરમ સાત્વિક ઉલ્લાસનો પ્રારંભ. આધ્યાત્મના દરિયામાં મૌનની હોડી પર સવાર થઈ એકાંતની તરસ છુપાવવાની ક્ષણ એટલે પરમ આનંદ. એકાંત આત્માની તરસ છે. એકાંત મૌનનું સારથી છે. એકાંત એટલે મૌનનો પુનર્જન્મ.
વિચારની પરાકાષ્ટા જ્યાં ક્ષણના ક્ષિતિજનો આનંદની હેલી સાથે મેળાપ એટલે એકાંત. અકળ વિશ્વમાં સકળ ક્ષણ પ્રાપ્ત કરી અંતરધાન થવાની વેળા એટલે એકાંત.
એકાંત એટલે શ્વાસથી ધબકારા સુધીની સફર. એકાંત એટલે શબ્દથી અવાજ સુધીની સફર.
એકાંત એટલે ક્ષણના શરબતી મિજાજથી ભીંજાવાને માણવાની સફર.
એકાંત એટલે એક એવો અંત જ્યાં એક શરીર છોડીને જીવવાની શરૂઆત.
એકાંત એક અંત છે શરૂઆતનો. એકાંત એક અંત છે… એકાંત એક અંત છે… એકાંત એક અંત છે…
> મૌલિક રામી “વિચાર” posted: ” એકાંત એક અંત છે. એકાંત એટલે સાત્વિક ક્ષણનો એક
> અંત અને પરમ સાત્વિક ઉલ્લાસનો પ્રારંભ. આધ્યાત્મના દરિયામાં મૌનની હોડી પર
> સવાર થઈ એકાંતની તરસ છુપાવવાની ક્ષણ એટલે પરમ આનંદ. એકાંત આત્માની તરસ છે.
> એકાંત મૌનનું સારથી છે. એકાંત એટલે મૌનનો પુનર્જન્મ. વિચારની પર”
>
સરસ ….
2018-05-24 14:34 GMT+05:30 WordPress.com :
> મૌલિક રામી “વિચાર” posted: ” એકાંત એક અંત છે. એકાંત એટલે સાત્વિક ક્ષણનો એક
> અંત અને પરમ સાત્વિક ઉલ્લાસનો પ્રારંભ. આધ્યાત્મના દરિયામાં મૌનની હોડી પર
> સવાર થઈ એકાંતની તરસ છુપાવવાની ક્ષણ એટલે પરમ આનંદ. એકાંત આત્માની તરસ છે.
> એકાંત મૌનનું સારથી છે. એકાંત એટલે મૌનનો પુનર્જન્મ. વિચારની પર”
>
LikeLiked by 1 person