મા સૃષ્ટિ છે.
મા હંમેશાં આપવાનો વ્યવહાર રાખે છે. પહેલા રક્ત પછી દૂધ અને અંત આંસુ.. એટલે જ માનું દિલ પ્રવાહી જેવું નિર્મળ છે.
મા પવિત્ર ગીતાજી છે, મા એક એવી નવલકથા જેમાં પાને પાને મમતા લખેલ છે.કવિઓ એ કોયલનો ટહુકો મધુર વર્ણવેલ હશે, પણ માની વાણીથી મધુર બીજો કોઈ સ્વર નથી. ગઝલ કારો માટે કદાચ પ્રિયતમાના સ્તન સ્પર્શમાં મોજ હશે, પણ માના આંગળીના મળેલ એકેએક સ્પર્શ અદ્ભૂત છે.
કુદરતે દરેકને ત્રણ ત્રણ માના વરદાન આપેલ છે.જેના કૂખે જન્મ લીધો તે જનની, આપણો ભાર સહન કરી આપણને વીર બનાવ્યા તે માતૃભૂમિ, અને આપણા સંસ્કારના પરિવહન માટેનું જે માધ્યમ બની તે માતૃભાષા.
કુદરતે આપેલ આ ત્રણેય મા ને શત શત વંદન
કારણ કે,
મા સૃષ્ટિ છે. મા સૃષ્ટિ છે.મા સૃષ્ટિ છે.
– મૌલિક “વિચાર”
Advertisements
વાહ
LikeLiked by 1 person