Vicharyatra E-magazine/Free Magazine Sept/Oct 2017

Vicharyatra Sept Oct 2017_Page_01

CLICK HERE TO DOWNLOAD Vicharyatra E-Magazine/Free-Magazine Sept Oct 2017

 

 

હકારાત્મક વિચારોની આતશબાજી,
મીઠી વાણીની મીઠાઈ,
સ્વચ્છતાના ઘરેણાં થકી
આપ સર્વેને
દેશહિતની દિવાળીના વચન સાથે
દિવાળી અને નવા વર્ષની અનેક
શુભેચ્છાઓ
~ મૌલિક “વિચાર”

પ્રિય વાંચક મિત્રો,

વિચારયાત્રા E-Magazine/Free-Magazineને જોતજોતામાં તો 2 વર્ષ પણ પૂર્ણ થઇ ગયા છે, અને આગામી નવેમ્બરના અંકથી વિચારયાત્રા ત્રીજા વર્ષમાં પ્રવેશ કરશે.
સતત બે વર્ષથી આ “વિચારયાત્રા” અને વિચારયાત્રા સાથે સંકળાયેલ તમામ લેખકોના સાથ સહકારથી ખુબ જ ગર્વની લાગણી અનુભવું છું. કવિશ્રી અનિલ ચાવડા, કવયિત્રી લેખિકા શ્રી લતા હીરાણી, લેખિકા શ્રી નીલમ દોશી, પરમ શુભેચ્છક શ્રી હેમલ વૈષ્ણવ આવાં ઘણાં બધા લેખકો છે જેઓ એ એમની અત્યંત વ્યસ્તતાની વચ્ચે પણ વિચારયાત્રાને પ્રેમ, હૂંફ અને સમય આપ્યો.
આ મહિને વિચારયાત્રામાં “ઓળખ” વિભાગમાં શાબ્દિક મુલાકાત અંગે મારા પ્રિય લેખક, જેમના સુવાક્યો અને લેખોથી હંમેશા મને માર્ગદર્શન મળતું રહ્યું છે તેવાં શ્રી કૃષ્ણકાંત ઉનડકટ સાથે વાત કરવાનો મોકો મળ્યો અને એ 45 મિનિટની ફોન ઉપરની વાતચીત જાણે જીવનનો મોટામાં મોટો લેસન હોય એવો અનુભવ થયો. એમના એક-એક વાક્યમાં જીવનશૈલીની અનેક શીખ મળતી ગઈ. એમની ધીરજ અને નમ્રતાને અનેક વંદન અને એમનો કિંમતી સમય ફાળવવા બદલ ખુબ ખુબ આભાર.

હંમેશા કહેતો આવ્યો છું તેમ વિચારયાત્રા હવે સંઘ બની ગયો છે, રોજેરોજ વાચક મિત્રોના પ્રેમથી જેટલી ઉર્જા મળે છે તેટલી જ ઉર્જા વિચારયાત્રા સાથે સંકળાયેલ લેખકો અને શુભેચ્છકો તરફથી મળે છે. શબ્દ સહાય માટે આરતી બહેનનો સદાય ઋણી રહીશ, તેવી જ રીતે અંગત મિત્ર શ્રી પ્રકાશ સુથાર જેઓ વિચારયાત્રાનું designing કરે છે, તેમની હાજરી અને માર્ગદર્શન સિવાય વિચારયાત્રાનો આ શણગાર શક્ય નથી.
વિચારયાત્રાના પહેલાં અંકથી સંકળાયેલ તમામ લેખકગણ, ભાઈશ્રી કવન આચાર્ય, કર્ણવી શાહ, નેન્સી શેઠવાળા, અર્ચિતા પંડયા, રશ્મિ જાગીરદાર, કવિ શ્રી રમેશ પટેલ (આકાશદીપ), ફિલ્મ પ્રોડ્યૂસર અને મોટાભાઈ સમા રિતેશ મોકાસણા, ચેતના બહેન ઠાકોર અને અઠવાડિયામાં એકાદ વખત અમેરિકાથી “જય શ્રી ક્રિષ્ન બેટા” taglineથી આશીર્વાદ આપતા પ્રવીણા આંટી અને અન્ય લેખકો જે વાર તહેવારે વિચારયાત્રા E-Magazine/Free-Magazineને પોતાનું શબ્દદાન આપતા રહ્યા છે તેવા તમામ લેખક અને સહાયકોને વંદન કરું છું.

“વિચારયાત્રા” માતૃભાષા શીખી શકું એ માટેનો મારો નમ્ર પ્રયાસ છે, અચૂક ક્યાંકને ક્યાંક ભૂલ રહી જતી હશે તે બદલ હું માફી માંગુ છું. અને શક્ય તેટલી સહાય અને સાથની આશા રાખું છું.
મૌલિક “વિચાર”

Thanks to all writers associated with Vicharyatra.
Special thanks to Prakash Suthar & Arti Parikh for their valuable support.

10 comments

 1. અને પદ્ય બન્ને પ્રકારનાં સાહિત્યનો આમાં સમાવેશ થાય છે ને એ પણ એક સાહિત્યનું લેવલ જળવાઈ રહે એવું.
  મારી વાર્તાનો આ વખતે પહેલીવાર આ વખતનાં દિવાળી અંકમાં સમાવેશ કરવાં માટે મૌલિકભાઈ તમારો ખૂબ આભાર.

  Liked by 2 people

 2. વિચારયાત્રા નાં લગભગ ઘણાંખરાં અંક મેં વાંચ્યા છે. ગદ્ય અને પદ્ય બન્ને પ્રકારનાં સાહિત્યનો આમાં સમાવેશ થાય છે ને એ પણ એક સાહિત્યનું લેવલ જળવાઈ રહે એવું.
  મારી વાર્તાનો આ વખતે પહેલીવાર આ વખતનાં દિવાળી અંકમાં સમાવેશ કરવાં માટે મૌલિકભાઈ તમારો ખૂબ આભાર.

  Liked by 1 person

 3. “વિચારયાત્રા” ના બે વર્ષ પૂર્ણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન. આપણા વિચાર અવિરત હોય છે એમ “વિચારયાત્રા” પણ અવિરત રહે તેવી શુભેચ્છાઓ. ઘણી વખત એમ થાય કે હું પણ “વિચારયાત્રા” માટે કંઈક લખું. પરંતુ, હાલમાં સમયનો ખૂબ જ અભાવ હોવાથી આ વિચારને અમલમાં મૂકી શકાતો નથી. જ્યારે સમય મળશે ત્યારે કંઈક લખીને ચોક્કસ મોકલીશ.

  Liked by 1 person

 4. ખૂબ ખૂબ અભિનંદન સાથે વિચાર યાત્રાની યાત્રાઓ ખૂબજ દૂર સુધી સાંપડે એવી પ્રાર્થના
  વિચાર યાત્રાના દરેક અંક લગભગ વાંચ્યા છે..
  ગદ્ય, પદ્ય બંનેમાં હું લખું છું
  આપના અંકમાં આપવા મારા મૌલિક વિચારો સામેલ કરવા આપનો ઈમેલ એડ્રેસ આપશો?

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s