પ્રિય વાંચક મિત્રો,
વિચારયાત્રા E-Magazineના મે મહિનાના અંકને વિનામૂલ્યે download કરવાં નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
વિચારયાત્રા મે ૨૦૧૭
Special Thanks to Prakash Suthar & Arti Parikh for their valuable support.
“ઓળખ” કૉલમમાં વાંચો શ્રી જિજ્ઞેશ અધ્યારૂ સાથે ખાસ મુલાકાત, એમની સાથેની વાતચીત દરમ્યાન એમની પ્રિય બે માઈક્રોફિક્શન વાર્તાઓનો તેમણે ઉલ્લેખ કર્યો હતો, જે સર્જન પુસ્તકમાં અને અહીં ઇન્ટરવ્યુમાં પણ સમાવી શક્યાં નથી. છતાં તે બંને વાર્તા આપ અહીં વાંચી શકો છો.
લેટ્સ ટૉક
શંકા તો પહેલેથી જ હતી. આ તે કંઈ ઉંમર છે? મેસેજ છે ‘વોન્ટ ટુ લવ યૂ એઝ મચ એઝ આઈ કેન!’ દસમા ધોરણમાં છોકરીને તે વળી લવ થતો હશે?
આ તો અનાયાસ મોબાઈલ હાથમાં લીધો ને સામે જ વોટ્સએપ પર મેસેજ ફ્લેશ થયો.. નહીંતર એ કદી ક્યાં શીતલનો મોબાઈલ ચેક કરવાની?
સંધ્યાની આંખોમાં પ્રશ્નો હતા, મમ્મીના હાથમાં પોતાનો મોબાઈલ જોઈને શીતલના ધબકારા વધ્યા.. ‘મોમ, આઈ કેન એક્સપ્લેઈન..’
‘ના દીકરા.. બીલીવ મી, તારા અસ્તિત્વનું કારણ તું મને નહીં સમજાવી શકે.. બટ લેટ્સ ટૉક..’
પાંચસોની નોટ
સાંજના પોણા આઠ થયા, ટ્રેનના ડબ્બાને સાફ કરતા એ ગંદા છોકરાને જોઈને ઉર્વિ સંકોચાઈને બેઠી, એણે હાથ લાંબો કરી પૈસા માંગ્યા ત્યારે બારી બહાર જોઈ તેને જોયો જ નથી એમ અવગણ્યો.. પણ એ ય ક્યાં ઓછો હતો? સામે જ નીચે બેઠો.. આખો ડબ્બો સાફ થઈ ગયો હતો, એ પોતાની કમાણી ગણવા લાગ્યો.
એણે પોતાના માટે પૂરીભાજી અને નાનકા માટે દૂધ લીધું. જમીને હાથ ધોયા, પાણી પીધું, નાનકાને દૂધ પીવડાવ્યું ને પછી બેઠા બેઠા સૂવાનો પ્રયત્ન આદર્યો.
ત્રણેક કલાક થયા ને નાનકાએ રડવાનું શરૂ કર્યું, પાણીની બોટલ ખાલી થઈ ગયેલી. સૂરત આવ્યું, પાણીવાળાને બોલાવીને બોટલ લીધી, છૂટ્ટા નહોતા એટલે પાંચસોની નોટ આપી.. પેલો કહે, ‘બેન, આ નોટ આજથી નહીં ચાલે, છૂટ્ટા આપો..’
આખુ પાકિટ ફેંદી વળી પણ માંડ આઠ રૂપિયા છુટ્ટા નીકળ્યા. ગાડીએ વ્હિસલ વગાડી.. અસમંજસમાં ગૂંથાઈ, નાનકાએ જોરથી ભેંકડો તાણ્યો.. પેલા છોકરાએ હાથ લંબાવ્યો.. એમાં વીસની નોટ હતી.. ચોળાયેલી, ગંદી.. ઉર્વિએ હાથ લંબાવ્યો..
શ્રી જિજ્ઞેશ અધ્યારૂ અને એમની ટીમના તમામ સભ્યોને હૃદયથી અભિનંદન.
સુંદર વૈવિધ્ય સભર અંક ખૂબ ગમ્યો. ખાસ કરીને જિજ્ઞેશ ભાઇની મુલાકત. “અક્ષરનાદ” જે આપે છે તે ક્યારેય ચુકાતું નથી.
એજ રીતે “મૌલિક વિચાર” માનીતું…
LikeLiked by 1 person
આભાર…_/\_ આશીર્વાદ આપતાં રહેજો
LikeLike
મૌલિકભાઈ ખૂબ સુંદર અંક. વૈવિધતાથી ભરપૂર.
‘સર્જન’ અને જીજ્ઞેશભાઈની મુલાકાત અને ‘બાંકડો’ વિશેષ ગમ્યા.
LikeLiked by 1 person
આભાર.. જિજ્ઞેશભાઈ અને સર્જનની દરેક પ્રવૃત્તિ માટે વિશેષ માન છે. અને આરતી બહેનની હાજરી એ અમારું બળ છે..આપીને ગમ્યું તે બદલ આભાર….
LikeLiked by 1 person
રોજેરોજ ગુજરાતી સાહીત્યનો રસથાળ પીરસતી અનોખી વેબસાઈટ ‘અક્ષરનાદ’ના સંચાલક અને ‘માઈક્રોફીક્શન વાર્તાઓ’ના સર્જક શ્રી. જીજ્ઞેશભાઈ અધ્યારુની મુલાકાત માણી.. શ્રી જીજ્ઞેશભાઈ તેમ જ તેઓની ટીમના તમામ સહયોગીઓને અઢળક અભીનન્દન…
LikeLiked by 2 people
શ્રીમાન મારુ સાહેબ.. જીજ્ઞેશભાઈ એન્ડ ટીમના તમામ સહયોગી તરફથી આપનો આભાર.. ધન્યવાદ.
LikeLiked by 1 person
વહાલા સંજયભાઈ,
ધન્યવાદ..
LikeLiked by 1 person
સરસ…અંક..
જીજ્ઞેશભાઈની મુલાકાત વાંચી..ખૂબ સરસ …આવા માઇક્રોફિકશન ગ્રુપ સાથે જોડાવાનો ઘણો આનંદ છે…
LikeLiked by 1 person
💐💐
LikeLike
જિગ્નેશભાઈની મુલાકાત વાંચી.. એમણે નિસ્વાર્થ ભાવે જે રીતે પોતાના પરિવારથી દૂર રહીને પણ ગુજરાતી ભાષાના ધબકતી રાખવાનો ભેખ લીધો છે, એને શબ્દસ્થ કરવાને મારો શબ્દ ભંડોળ પણ વામણો પડે.
જિગ્નેશભાઈના સર્જન વોટ્સએપ ગ્રૂપે મારા જેવા અનેક મિત્રોને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. એ ઉપરાંત.. સોનિયા ઠક્કર, મિત્તલ પટેલ તેમજ મારા પર વિશ્વાસ મૂકી ‘માઇક્રોસર્જન’ પુસ્તકના સહ-સંપાદનની જવાબદારી સોંપી એ બદ્દ્લ અમે સદાય ગૌરવ અનુભવતાં રહીશું.
વિચાર યાત્રા પરિવાર.. તેમજ ટીમનો આભાર..
LikeLiked by 1 person
વંદન ભાઈ _/\_
LikeLike
વૈવિધ્યસભર વાચન સામગ્રી અને ખાસ તો જીજ્ઞેશભાઈ અધ્યારૂની મુલાકાત વાંચી. સર્જનગૃપના સભ્ય હોવાનું ગૌરવ છે મને. ખૂબ ગમ્યો આ અંક.
LikeLiked by 1 person
વંદન _/\_💐
LikeLike