વાણી રણકાર છે

vicharyatra-12_page_04

મૌલિક “વિચાર”વાણી રણકાર છે

વાણી વિકાસ છે વ્યક્તિત્વનો. વાણી અરીસો છે પરમસત્યનો. શુદ્ધ વાણીમાં ચિત્તનો આનંદ છે. મધુર વાણીમાં વ્યકિતત્વની પારદર્શકતા છે. પારંગત વાણી દુશ્મનને પણ અંગત બનાવે છે અને સત્ય વાણી સંબંધનું અમૃત છે. વાણી સંબંધોના દીપ પ્રગટાવે છે અને વાણી જ ઉજાસ છે પરિવારનો. શિષ્ટ વાણી વિકાસની પરોઢ છે. વાણીમાં વિશ્વને જીતવાની લગની છે. હૃદયની વાણી પરમાત્માની વાણી છે. વાણી સનાતન વિશ્વ છે.
નિર્મળ વાણીમાં એકતા છે અને નિર્મળ વાણીથી જ કટિબદ્ધ સમાજના બીજ રોપાય છે. વાણીમાં સામર્થ છે સફળતાનું.
મનની વાણી વિચાર છે, તનની વાણી સ્પર્શ છે અને હૃદયની વાણી સ્નેહ છે.
કાર્યનું પ્રથમ સોપાન વાણી છે પછી તે વર્તનમાં પરિણામે છે.
વાણી આવકાર છે પ્રભુત્વનો, વાણી અહેસાસ છે સ્વત્વનો, વાણી વિશ્વાસ છે વર્ચસ્વનો.
કારણકે,
વાણી રણકાર છે,
વાણી રણકાર છે,
વાણી રણકાર છે

મૌલિક “વિચાર”

5 comments

  1. ખૂબ સુંદર વ્યાખ્યા…વાણી ને વિચારની…જેવા વિચાર ધરાવીએ એની અસર વાણીમાં આવ્યા વગર ન રહે. એ પછી વર્તનમાં પણ આવે જ.
    એથી વિચાર જેટલા નિર્મળ રાખીએ એટલા જીવનમા સરલ રહેવાય.

    Liked by 1 person

  2. “અન્ન તેવો ઓડકાર” કહેવાય છે તેમ “વિચાર તેવી વાણી” કહી શકાય.
    “વાણી રણકાર છે,”વિચાર”નો. સુંદર વિચાર વ્યાખ્યા.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s