આસ્થા અવિરત છે.

June 2016_Page_04

આસ્થા અવિરત છે.

નદીના વહેતાં પાણીને રોકી શકાતું નથી તેમ આપણાં વિચારોમાં આસ્થા સતત વહેતી રહે છે.
આસ્થા સંબંધનું પિંડ છે. તેજનું પુંજ પણ આસ્થા છે.
આસ્થા ઈશ્વરનો પર્યાય છે એટલે જ કહેવાય છે કે વિશ્વાસમાં ઈશ (ઈશ્વર)નો શ્વાસ હોય છે.
આસ્થા જીવતરના મૂલ્યોનું અવિભાજિત અંગ છે માત્ર જરૂર છે એને અનુસરવાનું.
આસ્થા માણસ અને ઈશ્વર વચ્ચેના સંબંધને પુલકિત કરે છે.
ચંદ્રને એની ચાંદની પર આસ્થા છે, સૂરજને એનાં તેજ પર આસ્થા છે.
પહાડોને એનાં અડગ અસ્તિત્વ પર આસ્થા છે, તો દરિયાને એની ઊંડાઈ પર આસ્થા છે.
સૂરને એની લીનતા પર આસ્થા છે તો લયને એનાં સમય પર આસ્થા છે.
વાદળને ચમકારા પર આસ્થા છે તો તરણાંને વરસાદની ભીનાશ પર આસ્થા છે.
ધબકારાને શ્વાસ પર આસ્થા છે તો રક્તને એની રતાશ પર આસ્થા છે.
પુષ્પને પરાગ પર આસ્થા છે તો બાળકને માઁના સ્પર્શમાં આસ્થા છે.
કોયલને તેનાં ટહુકા પર આસ્થા છે તો ભાઈને બહેનના હાલરડાંમાં આસ્થા છે.
આસ્થા સદાય સર્વત્ર આપણી ભીતર છે. કારણકે,
આસ્થા અવિરત છે.
આસ્થા અવિરત છે.
આસ્થા અવિરત છે.

  • મૌલિક “વિચાર”

4 comments

  1. કાવ્યાત્મક ભાષામાં લખવું એક વાત છે અને અર્થપૂર્ણ કાવ્ય બીજી વાત છે. આસ્થાનો અર્થ જ એ છે કે જેના કોઈ વૈગ્નાનિક પુરાવા, સાબિતિ કે અનુભવ ન હોય છત્તાં કોઈ વાતને દઢતાપૂર્વક માની લેવી. આપણે ઘણા બધા શબ્દોને એકબીજાના પર્યાય તરીકે વાપરીએ છીએ જે ખરેખર પર્યાય નથી અને પરિણામે અણસમજમાં આવું સર્જાય છે. કહેવાતા નકલી ધર્મો આસ્થાને ખુબ મહત્વ આપે છે જેથી તેમનો ધંધો ચલાવી શકાય. એટલે વારંવાર ધાર્મિક આસ્થાની વાતો કરે અને આપણને લાગે કે આસ્થા કોઈ બહુમુલ્ય ચીજ છે. બહુમુલ્ય શ્રધ્ધા છે આસ્થા નહીં. શ્રધ્ધા અનુભવ જન્ય છે. શ્રધ્ધા ભિતર પ્રેમના ખિલેલે ફુલની સુગંધ છે. પરમાત્મા પર આસ્થા હોવી તે બે કોડીની વાત છે જ્યારે પરમાત્મા પર શ્રધ્ધા હોવી એક અનન્ય ઉપલબ્ધી છે. અહીં તમારી વાતનુ ખંડન કરવાની કોઈ ભાવના નથી, પણ આપની ગેરસમજ દુર કરવા માત્રનો પ્રયાસ છે.સાચી સમજ જીવનના નવા દ્વાર ખોલે છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s