ક્ષમા પ્રારંભ છે પ્રસન્નતાનો.જે હૃદયમાં ક્ષમા ભાવના છે એ હૃદયમાં ઈશ્વરના શ્વાસ ધબકે છે.
જીવનમાં કોઈને ક્ષમા આપવી ખુબ અઘરી છે પરંતુ અઘરુ લાગતું જીવન ક્ષમાભાવથી ખુબ સહેલું લાગવા લાગે છે. ક્ષમા નમ્ર વ્યક્તિત્વનું આભૂષણ છે. ક્ષમા એક અજોડ સંબંધનો સેતુ છે. ક્ષમા આત્મબળ છે. ક્ષમા સંજોગેને પીગાળે છે અને વ્યક્તિત્વને અજવાળે છે.
ક્ષમા ભાષા છે ઉદારતાની,
ક્ષમા વાણી છે નમ્રતાની.
ક્ષમા પ્રસન્નતાનું ચાલકબળ છે.
ક્ષમા એક અનુભવ છે, ઈશ્વરનો અનુભવ.
ક્ષમા કળા છે સમૃદ્ધ વિચાર જીવવાની
ક્ષમા ઘણું ગુમાઈને કંઈક અમૂલ્ય મેળવવાનો રસ્તો છે.
ક્ષમા ભેટ છે અધિકારની.
ક્ષમા ધરે તે સુખિયા સદાય, ક્ષમા વિના પ્રાણી ઘણા પીડાય । ક્ષમા રાખજો ધીરજ ધારી, રક્ષા કરશે શ્રીકૃષ્ણ તમારી ।।
ક્ષમા એટલે ધીરજ. ક્ષમા એટલે અંતરના મોજાંઓને શાંત પાડવાની ગુરુચાવી.
ક્ષમા એ સુખની સીડી છે. કારણકે ક્ષમા છે ત્યાં ધીરજ છે, ક્ષમા છે ત્યાં હકાર છે, ક્ષમા છે ત્યાં પ્રેમ છે,
ક્ષમા છે ત્યાં દરેક અભિમાનનો નાશ છે, ક્ષમા છે ત્યાં દિવ્યતા છે, ક્ષમામાં જ આત્માનો ઉજાસ છે.
કારણકે
ક્ષમા પ્રારંભ છે…
ક્ષમા પ્રારંભ છે…
ક્ષમા પ્રારંભ છે…
ક્ષમા આપજે, પણ માંગતો નહીં.
LikeLiked by 1 person
જરૂર..આભાર.
LikeLike