અક્ષર અનંત છે.

akshar anant che
હાલ એક આધ્યાત્મિક પ્રેરણાદાયક પુસ્તકનું વાંચન ચાલે છે. ભારતની બે એવી વિભૂતિ જે દેશ અને દુનિયામાં તેમની સાદગી અને આધ્યાત્મિકતાની ઉચ્ચ કક્ષાના કારણે પ્રચલિત છે, તેમના અનુભવો અને આધ્યાત્મિક યાત્રા પર પ્રેરિત પુસ્તક “પરાત્પર”. જેમાં ડૉ એ.પી.જે. અબ્દુલ કલામસાહેબે પ્રમુખસ્વામીજી સાથેના એમના આધ્યાત્મિક અનુભવોનું વર્ણન કરેલ છે.

થોડીક ખૂબ પ્રભાવશાળી વાત પરાત્પર પુસ્તકમાંથી….
“ધારો કે, તમે સાગરમાં પાણીનું ટીપું છો. હવે જો તમે એમ વિચારો કે, તમે સાગરથી અલગ છો તો તમે શક્તિહીન, નિઃસહાય બની જાઓ છો અને તમારી આસપાસ રહેલા સાગરની સમૃદ્ધિ પામી શકતા નથી. જો તમે જાણો કે, તમે આ સાગરનો જ એક હિસ્સો છો તો, તમે સાગરની શક્તિ અનુભવશો. તમારી ઓળખ હવે સાગરના નાના, નિઃસહાય ટીપા તરીકેની નહીં રહે, પણ તેને બદલે સાગર જ તમારી ઓળખ બનશે.”

આ પુસ્તકના વાંચન દરમ્યાન એવો જ કંઈક અનુભવ મને થાય છે કે,
આપણે સૌ અક્ષર છીએ, આપણે સૌ શબ્દ છીએ, આપણે જ વાક્ય અને આપણે જ નિબંધનો ફકરો છીએ. આ સાગર રૂપી માતૃભાષામાં આપણે ભળી જઈએ તો માતૃભાષામાંથી મળેલ સંસ્કારની શક્તિઓ અનુભવી શકીશું.  આપણી માતૃભાષા જ આપણી સાચી ઓળખ છે.
અક્ષર અનંત છે..
અક્ષર અનંત છે..
અક્ષર અનંત છે..

5 comments

  1. તરસ લાગે ત્યારે પાણી પાણી પાણી બોલવાથી પ્યાસ નથી બુઝાતી, પાણી પીવું પડે છે.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s