
ॐ असतो मा सद्गमय ।
સત્ય સર્વત્ર છે.
જીવન જીવવાની કળાની સાથે સાથે વિચારવાની કળા પણ એટલી જ અગત્યની છે.
માત્ર સત્યને જોવાં માટેની દ્રષ્ટિની જરૂર છે.સત્યને નીરખવાની દ્રષ્ટિ એટલે આપણાં વિચારો.
સત્ય અમર છે,
સત્યમાં જ પ્રકાશ છે.
સત્ય શુધ્ધ છે, સત્ય નિર્મળ છે.
સત્ય નિરાકાર છે. સત્યની શોધમાં જ સત્ય પ્રાપ્ય છે.
સત્યની અનુભૂતિ એજ આત્માની સુગંધ છે.
મૌલિક વિચારોમાં સત્ય છે.
સત્ય પ્રવાહી છે, સત્ય ઘન છે.
સત્યની મુસાફરીમાં સત્ય છે.
સત્યની આંખ નથી સત્ય પોતેજ દ્રશ્ય છે.
સત્યની શોધ એજ જીવન છે.
જૂઠમાં પણ સત્ય છે.કારણકે સત્ય નાદાન છે.
સત્ય દિશાહીન છે, છતાંય સત્ય ગતિમાન છે. સત્ય નગ્ન છે.
શબ્દે શબ્દમાં સત્ય છે.
સત્ય અણુએ અણુ છે.
સત્ય સર્વત્ર છે.
સત્ય સર્વત્ર છે.
સત્ય સર્વત્ર છે.
મૌલિક “વિચાર”
(more…)