સંગીત એ આત્માની ભાષા છે.
મનની સાધના છે.
લાગણીઓની વાચા છે.
આવું ઘણુ સાંભળ્યુ છે આપણે. પણ સંગીત તો એક ભાષા છે. સાચા અર્થમાં સૌ કોઈ શીખી શકે તેવી ભાષા.
ઉપરોક્ત વિધાનો ત્યાં સુધી જ સાચા છે જ્યાં સુધી તમને સંગીત વિષે જાણકારી નથી. હા, ઉપરના વિધાનો સંગીત વિષે ની ફિલસૂફી જરૂર વ્યક્ત કરે છે.
સંગીત એક એવી ભાષા છે જેને પદ્ધતીસર શીખી શકાય છે. સંગીતમાં પણ અક્ષર, શબ્દ, લીટી, ફકરા વગેરે હોય છે, અંગ્રેજીમાં તેને Beat, Bar, Phrase, verse, chorus વગેરે
તરીકે ઓળખાય છે. સંગીતમાં પણ કક્કો બારખડી હોય છે, અને ગુણાકાર ભાગાકાર પણ હોય છે.
સંગીતના જાણકાર હોય કે અજાણ્યા બધાએ સંગીત તો GOD GIFT હોય તેમ કહીને સંગીત શીખવા અને જાણવા – માણવા માટેની સરહદો બનાવી લીધી છે.
ઘણાં લોકો સંગીત શીખવા માટે retire (નિવૃત) થવાની રાહ જોતા હોય છે, તો ઘણાં લોકો અંગ્રેજીમાં કહેતા હોય છે કે “MUSIC IS NOT MY CUP OF TEA”
પણ સાચે સાચ સંગીત તો તમારી વર્તમાન પ્રવૃત્તિ ને વેગ આપવા માટે ની પ્રવૃત્તિ છે.
Music એક psychological subject છે. હું જયારે જયારે પણ કોઈક અંગ્રેજી કે ગુજરાતી શબ્દોનો અર્થ dictionary (શબ્દકોષ) માં જોઉં તો એવો એહસાસ થાય છે કે તે અજાણ શબ્દ પણ મને પહેલેથીજ ખબર હોય, અને સાચુજ છે. ભગવાને આપણા મગજમાં આખે – આખો શબ્દકોષ મુકેલો છે, માત્ર જરૂર છે અને અલગ દ્રષ્ટિથી જોવાની. કંઈક એવુંજ music માં પણ છે. સૂર (NOTES) અને તાલ (RHYTHM) પહેલેથીજ આપણે જાણીએ છીએ, જરૂર છે માત્ર પદ્ધતિસરના શિક્ષણ ની. સંગીત આપણે જાણીએ છીએ એવું હું ખાતરીપૂર્વક એટલે કહી શકું કે સંગીતમાં કશુંજ નાં જાણનાર મારી mummy પણ television ઉપર આવનાર સંગીતસ્પર્ધાના કાર્યક્રમોમાં ભાગ લેનાર સ્પર્ધકો માટે અભિપ્રાય આપી શકે છે, અને એનાં એ અભિપ્રાયો ઘણા અંશે સાચા હોય છે. માટે એમ કહી શકું કે એ MUSIC જાણે છે.
‘ક’, ‘ખ’, ‘ગ’ આ બધા મૂળાક્ષરો ગુજરાતી ભાષાના છે. ‘A’, ‘B’, ‘C’, ‘D’ આ બધા alphabets અંગ્રેજી ભાષાના છે. તેવી જ રીતે સંગીતમાં પણ મૂળાક્ષરો / alphabets છે. સંગીતનાં મૂળાક્ષરો ને પણ અલગ અલગ રીતે વર્ણવાય છે. જેમકે સા..રે…ગ…મ…(સરગમ),’A’, ‘B’, ‘C’, ‘D’…..”DO”…”RE”…”ME”…”FA”… આ બધા ના ઉચ્ચાર બદલાય છે પણ ધ્વની સરખો જ કરે છે.
જેમ ગણિત માં અંક છે તેમ સંગીતમાં માત્રા (BEATS) છે.
BACH (western composer) દ્વારા એક ખુબજ સરસ વાક્ય કહેવાયું છે, જે આપણને એક જ વાક્ય માં music શીખવી શકે.
એમણે કહ્યું છે, “If you play right note at a right time than your instrument will play by itself” અર્થાત જો તમે સાચો સૂર સાચી માત્રા (beat) ઉપર વગાડશો તો તમારું વાદ્ય (instrument) જ આપોઆપ રાગ ઉત્પન્ન કરશે.તમારે માત્ર જરૂર છે સાચા સમયે સાચો સૂર વગાડવાની.
Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી.
LikeLike
સંગીતમાં મને શાળામાં ‘સા,રે,ગ,મ…’ ભણેલા એટલો કક્કો ખબર પડે. બાકી કશી ગતાગમ નંઇ. હા, જિના માટે લયબધ્ધ ઘણું ગાતા , લહેકારતા શીખી ગઇ. અહિં યુ.કેમાં મારે એને સંગીત શીખવવું હોય તો તમારું શું માર્ગદર્શન છે? મારો ફોન નંબર આપને અલગથી ઇમેઇલ કરું છું.
LikeLiked by 1 person
Sure hiralben….you can email me on maulikvichar@gmail.com…
LikeLike
સંગીતમાં લહેરાવી દીધા. સુંદર રીતે અભિવ્યક્ત .
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
આભાર
LikeLike