વિચાર શબ્દને કવિઓ ખુબ વિવિધ રંગે કવિતા/ ગઝલમાં શણગારે છે અને એનાથી વિવિધ પરિસ્થિતિઓ નું વર્ણન થાય છે.
વિચારોની અભિવ્યક્તિ ઘણી ભિન્ન છે ભિન્ન છે. ક્યારેક માં નો વિચાર હોય તો ક્યારેક પ્રિયતમાનો, ક્યારેક વિરહની વેદનાથી વિચાર સળગે તો ક્યારેક માશુકની હાજરના વિચાર થી જ મન ખીલી ઉઠે. ક્યારેક સંતનો વિચાર તો ક્યારેક સંસારનો. ક્યારેક દ્રાક્ષ તો ક્યારેક રૂદ્રાક્ષ.
જયારે પણ હું એકાંતની શોધ માં હોઉં છું ત્યારે હું અંધકારનો સહારો લઉં છું. જેથી મારા પડછાયાથી પણ હાજરીના હોય, પણ વિચારના આવેશ ને કોણ પ્રવેશતા રોકી શકે.
એટલે એ અંધકારમાં એક શેર રચાયું.
“એકાંતવાળું ના સ્થળ કોઈ જશે છે. માણસો ના હોય પણ ત્યાં વિચારો નડે છે” મૌલિક “વિચાર”
“આપણે જ આપણા દુશ્મન” એ કહેવત ને ગઝલકાર ખુબ સુંદર પંક્તિ ઓ થી સજાવે છે. બે ગણ વાળા મુરબ્બામાં કવિ કહે છે.
“શું મારા વિચાર છે. જીવનના પ્રહાર છે.”
મનોજ ખંડેરિયા ના એક શેરમાં કવિ વિચાર ને કંઈક અલગ જ અંદાજથી વર્ણવે છે.સતત એક જ વિચારમાં રંગાયેલું મન મંઝીલ મળતા જ ક્યાંતો થાકી ગયું હોય, ક્યાં ધરાઈ ગયું હોય એવું પણ બને.વર્ષો વરસ જેને પામવાની લાલસા ક્ષણભરનાં સહવાસથી મન પાછા પગલે ચઢી ઠેકાણે પણ આવે.
“જ્યાં પહોચવાની ઝંખના વર્ષો સુધી હોય ત્યાં, મન પહોચતાજ પાછું વળે એવું પણ બને.” મનોજ ખંડેરિયા
વિચારોના વનવગડા ને મારા પ્રિય કવિ કોઈક અલગજ ઊર્મિઓથી શણગારે છે. મનમાં ને મનમાં જ પરણી ને મનમાં જ રંડાવાની કટાક્ષ કરતા કવિ કહે છે કે
અટારી નીચે વૃક્ષ ઉડયુંતું મનમાં વિચારો થઇ આજ અટવાય પંખી