Month: November 2015

એકાંતવાળુ ના સ્થળ કોઈ જડે છે, માણસો ના હોય પણ ત્યાં વિચારો નડે છે.

એકાંતવાળુ

એકાંતવાળુ ના સ્થળ કોઈ જડે છે,
માણસો ના હોય પણ ત્યાં વિચારો નડે છે

અનેક વિચારો જીવ્યા આખી જીવન મુસાફરીમાં
દૂર તો દૂર ક્યાંક તો સુખના દીવા જળહળે છે.

મૌલિક રામી
“વિચાર”

વિચારયાત્રા અંક – 1

Download Link Below

CLick on  વિચારયાત્રા અંક – 1

 

પ્રિય મિત્રો,
આજથી “વિચારયાત્રા” નામક માસિક વિચારપત્રનો પ્રથમ અંક સૌ વાંચક મિત્રોને અર્પણ કરૂ છું.
દર મહિનાની 26 તારીખે આપ http://www.maulikvichar.com ઉપર “ચાર પાના વિચારનાં” નામક  catagory ઉપરથી વિનામુલ્યે download કરી શકશો.
વિચારયાત્રા સાથે સંકળાયેલ સર્વે લેખકો અને સહાયકોનો ખુબજ હૃદયપૂર્વક આભાર માનું છું.

આપ સર્વેના આ પોતીકાં વિચાર પત્રમાં ગુજરાતી સાહિત્યિક રચનાઓ હોય તો આપ sankalan.maulikvichar@gmail.com ઉપર email કરવાં વિંનંતી.
નોંધ : 1) આપની દરેક મોકલાવેલી દરેક કૃતિઓ મૌલિક હોવી જોઈએ.
2) આપનું લખાણ ગુજરાતી font માં word file માં મોકલવા વિનંતી, લખાણની સાથે સાથે આપનું નામ સરનામું અને અન્ય વિગતો નોંધવા    વિનંતી.

“વિચારયાત્રા”ને લગતા આપનાં અભિપ્રાયો આવકાર્ય છે.

મૌલિક “વિચાર”

 

 

પ્રહ્લાદની જેમ વગર કારણે જ બળાયા અમે.

શબ્દોની માયાજાળમાં ફસાયા અમે,
શુન્યથી સો થયા પછી ભુસાંયા અમે.

તમે તો સોનાની પાટની જેમ લદાયાતા હતા,
તમારી પાછળ વગર ધને જ લુંટાયા અમે.

તમારી કાળી ઘેરી લટોમાં આંગળીઓ ક્યાં હતી અમારી,
બસ હંમેશાની જેમ વિરહના વાદળોથી જ ઘેરાયા અમે.

સંબંધ તો કોરા કાગળ ઊપર જ રહી ગયા,
તમારી ભીંની યાદોથી જ ધરાયા અમે.

હોળીના રંગ તો તમારી આંખ અને ગાલ પર હતા
પ્રહ્લાદની જેમ વગર કારણે જ બળાયા અમે.

મૌલિક રામી
“વિચાર”

Protected by Copyscape Originality Check

“વિચારયાત્રા”

Vichar Yatra

પ્રિય મિત્રો,

આપના સૌના સ્નેહ અને સહકારથી ૨૬ નવેંબર, ૨૦૧૫ મારી મમ્મીના જન્મદિવસના રોજ  “વિચારયાત્રા” નામક માસિક વિચારપત્રક શરૂ કરવા ની દિલથી ઈચ્છા છે.

આપ સર્વેના આ પોતીકાં વિચારપત્રકમાં ગુજરાતી સાહિત્યિક રચનાઓ હોય તો sankalan.maulikvichar@gmail.com ઉપર email કરવાં વિંનંતી.

નોંધ :

  •   આપની મોકલાવેલી દરેક કૃતિઓ મૌલિક હોવી જોઈએ.
  •   આપનું લખાણ ગુજરાતી fontમાં word fileમાં મોકલવા વિનંતી,
  •   લખાણની સાથે સાથે આપનું નામ સરનામું અને આપ ના લખેલા પુસ્તક હોય તો એની જાણકારી આપવા  વિનંતી.

“વિચારયાત્રા” આપ www.maulikvichar.com  ઉપર “ચાર પાનાં વિચારનાં” catagory ઉપરથી download કરી શકશો.

માળીયું

અત્યારના જમાના માં parents પોતાના દીકરા દીકરી ના એટલા તે બધા વખાણ કરી ને છાપરે ચઢાવે પણ 60 વટાવી ચુકેલા માતા પિતા એમના દીકરા દીકરી ઓ ને માળીયે ચઢાવતા..
પૈસા કમાવવા એ આવડત છે. પણ પૈસા વાપરવા એ કળા છે. એ કળા ઘર ની સ્ત્રી ઓ ને હાથવગી હોય છે.એ પરિસ્થિતિ નો અનુભવ ત્યારે થયો જયારે મારી પ્રિય mummy એ મને હમણાંજ દિવાળી ની સફાઈ કામ માં માળીયે ચઢાવ્યો. સવારે આવી ને મને કહ્યું કે રસોડાં ના માળીયે થોડીક સાફ સફાઈ કરવામાં મદદ કર. થોડીક એ એના પ્રમાણે હતી પણ કેટલી હતી એ તો મારી કમર જ જાણે છે અત્યારે..

સાફસફાઈ કરવા માળીયે તો ચઢયો પણ ત્યાં મારી mummy ની વણ નોતરેલી બે-બે બહેનપણી ઓ મળી. જેને આજ કાલ ની છોકરી ઓ લાડ પ્યાર થી ગરોળી કહી ને બોલાવે છે.
મારી સગલી ઓ mummy ના તોફાની કાનુડા ને જોઈ ને નાસભાગ કરવા લાગી. એનો રંગ પણ જાણે પાન માં બદામ બીડાઈ ને આપી હોય.
જે બાજઠ ઉપર મોટા ભાઈ ને બેસાડી પીઠી ચોળી હતી. ઔષધી રૂપી હળદર જેને લગ્ન પ્રસંગ માં માં પીઠી કહીએ છીએ.
એ જ બાજઠ ઊંધી જાળા બાઝેલી હાલત માં પડી હતી..
આખા ઘર ને જાત જાત ના રંગરોગાન અને fancy LED light થી તો શણગાર્યું પણ માળિયા ને તો એજ જુના ધોતિયા ના રંગ જેવો ચૂનો જ લગાડ્યો..એમાય દીવાદાંડી પર વર્ષો સુધી ચાલતા દીવા જેવો બે ચાર ચુના ના છાંટા ઉડેલો 100watt નો ગોળો જોઈ ને પણ બીચારા પર દયા આવી કે કેટલો વઘાર ઉડ્યો છે આ ગોળા પર.

માળીયે ચઢી ને અદ્ભુત આનંદ તો જૂની પુરાની દેવાળું ફૂકી ગયેલી દુકાનો ની પ્લાસ્ટીક ની થેલીઓ જોઈ ને થયો, એમાં મારી માં જે વસ્તુ ઓ સંગ્રહ કરવા માં ઉસ્તાદ છે એણે ચળકતી પણ ચાંદી નહિ જેવી થોડી થાળી વાડકી ઓ નું આણું ભર્યું હતું. એની બહેનપણી ઓ માટે..અને વધુ મજા તો ત્યાં આવી જ્યાં એ જ થેલી ઓ ઊપર અમદાવાદ ના 6 આંકડા ના ટેલીફોન નંબર ઉપર નજર પડી. જૂની બહેનપણી ઓ ને મિસ કોલ કરી ને સતાવવા ના દિવસો યાદ આવી ગયા.

જીવન માં ઘણું બધું બદલાયું. રહેણીકરણી, સંબંધો, મીઠાઈ ઓના વેશ, ફટાકડા ના રંગો, અવાજો, ઘણી બધી રીતભાતો બદલાઈ પણ દિવાળી માં માળીયું સાફ કરવાની પ્રથા હજી અકબંધ છે.

સૌ વાચક મિત્રો ને HAPPY VACATION.

મૌલિક રામી
 “વિચાર”

Protected by Copyscape Originality Check