મન વળે ત્યાં વળું છું હું,
જામ ની નિશાળે જઈ મહોબ્બત નો એકડો ભણું છું હું,
જવાની જે ના જીવી શકે, એ મૂર્ખ ને બાળક ગણું છું હું.
મન વળે ત્યાં વળું છું હું,
જાત ના બે ટુકડા કરી ને, એક બીજા સાથે જ લડું છું હું,
એક ને જવું છે મંદિરે અને બીજા ને મહેખાના માં,
આ સૂકા શહેર માં એક જામ માટે, એક ખૂણા માં બેસી રડુ છું હું,
મન વળે ત્યાં વળું છું હું,
કેમ સરખાવું આ સુંદરીઓ ને ફુલ સાથે,
એતો તદમસ્ત અને તાજગીમાં જ રહે છે.
એ તો એમનો શંકર શોધી લે છે,
એમની સુગંધીત યાદો માં જ સડું છું હું.
મન વળે ત્યાં વળું છું હું,
એમની જોડે નજર મળાવી અને એમના દીવા તો પ્રગટ્યા,
પણ ક્યારેક બાગ માં કે ક્યારેક આગ માં,
એ દીપક રાગ માં જ બળું છું હું.
મન વળે ત્યાં બસ વળું છું હું,
મૌલિક નાગર
“વિચાર”
very nice..!
LikeLiked by 1 person
Thank you dear
LikeLiked by 1 person
સરસ કાવ્ય, ગમ્યું. એક વાત કહું ભાઈ, હું તો ૪૦ કરતાં વધારે વર્ષોથી (ડીસેમ્બરમાં ૪૧ પુરાં થશે) પરદેશમાં રહું છું. આથી દેશમાં જે પરીવર્તન ગુજરાતી ભાષામાં થતાં હશે તેનાથી ખાસ પરીચીત નથી. ઉંઝામાં એક પરીષદ મળેલી જેમાં એક જ ઈ-ઉ વાપરવાનું નક્કી કરવામાં આવેલું તે માહીતી મળેલી અને મને એ યોગ્ય લાગ્યું આથી સાર્થ જોડણીનો હું આગ્રહી હતો, પણ હવે એક જ ઈ-ઉવાળી જોડણી વાપરું છું. પણ શું હવે વીભક્તી પ્રત્યયો હીન્દીની જેમ નામથી અલગ પાડીને લખવાનું ઠરાવવામાં આવ્યું છે? તમારા લખાણોમાં અને બીજાં અમુક લખાણોમાં મારા જોવામાં આ આવ્યું છે.
LikeLiked by 1 person
મારા લખાણ વિષે તમારો પ્રતિભાવ વાંચી ને ખૂબ ખૂબ આનંદ થયો..હું સાહિત્ય ની ભાષા મા હમણાં જ જન્મેલું બાળક છું એટલે ક્યાંય પણ ભુલ થતી હોય તો માફ કરજો. તમારો પ્રશ્ન ખુબ જ ઉચ્ચ સાહિત્યીક શબ્દ પ્રયોગ થી પુછાયેલ છે. એટલે મારી સમજ ની બહાર છે. પણ કદાચ જો તમે તખલ્લુસ “વિચાર” ની વાત કરતા હોવ તો પહેલે થી જ હું માનતો આવ્યો છું કે આપણા વિચાર જ આપણી વ્યક્તિત્વ નું ઘડતર કરે છે. એટલે મારા નામ સાથે હંમેશા વિચાર લખવા નો આગ્રહ રાખું છું…અને જાતે સંગીત ના ક્ષેત્ર મા હોવાથી અમારા જ ગીતો ને શબ્દબદ્ધ પણ કરવા નો પ્રયત્ન કરુ છું અને ગઝલ લખવાનો પણ પ્રયત્ન કરુ છું..અને આગ્રહ રાખું છું કે લખાણ અને સંગીત ના વિચાર મૌલિક રહે. બસ આટલુ પણ થાય તો જીવન સફળ છે.
તમે આવી જ રીતે મારા લખાણ વાંચતા રહો અને please કંઈક શીખવાડતા રહો. તમારા અભિપ્રાયો મારી મૂડી છે..
માં સરસ્વતી ના આશીર્વાદ થી,મારા માતાજી ના જન્મદિવસ 26/11 ના રોજ એક વિનામૂલ્ય પણ ખુબ અમૂલ્ય એક “વિચારyatra” નામક એક સામાયીક મારા બ્લોગ પર મુકવા નો પ્રયાસ કરુ છું. આશીર્વાદ આપતા રહેજો. તમારી આરોગ્યલક્ષી દરેક post ખુબ ફાયદારૂપ હોય છે. જો તમે પણ આ સામાયીક મા યોગદાન આપી શકો તો ઘણો રૂણી રહીશ આપણો.
આપનો સ્નેહી
મૌલિક રામી
“વિચાર”
LikeLike