૨જી ઑક્ટૉબર એટલે પૂજ્ય ગાંધી બાપુ નો જન્મ દિવસ.
ગાંધીબાપુ હવે આપણા રાષ્ટ્રપિતા ની સાથે સાથે વિશ્વપિતા પણ થઇ ગયા છે.બાળકો નો સર્વ પ્રથમ ગુરુ એના પિતાજી હોય છે. એટલે આજથી આપણે કહી શકીએ કે ભારત નો આજે પ્રથમ દિવસ છે વિશ્વગુરુ ની ખ્યાતિ મેળવવાનો. કારણકે UN દ્વારા જાહેરાત થઇ છે કે હવે દર વર્ષે ગાંધીજી ના જન્મદિવસ ૨જી ઑક્ટૉબર ને આખા વિશ્વ માં “આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ” નિમિતે ઉજવાશે.
જે સ્વપ્ન ભારત ના ઘણા મહાનુભાવો એ જોયું હતું. દીર્ઘદ્રષ્ટા સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે ભારત વિશ્વગુરુ બનશે. લોક લાડલા અને આધુનિક ભારત ના શિલ્પી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભારત ને વિશ્વગુરુ બનાવવા ખુબ જ મહેનત કરે છે. આજે ૨જી ઑક્ટૉબર, ૨૦૧૫ એટલે ગાંધી બાપુ નાં જન્મદિવસે એ સ્વપ્ન સાકાર થતું દેખાય છે.
ગાંધી બાપુ ને હું રાજનેતા કે આઝાદી ના લડવૈયા તરીકે ક્યારેય જોતો નથી એ તો એક એવું મહાન ઉદાહરણ છે જીવનશૈલી નું. નમન હમેશા એટલા માટે કેમ કે તેમને જીવન જીવવા ના ઘણાં બધા મૂલ્યો દેશ,સમાજ અને વિશ્વ ને આપ્યા છે. જેમ કોઈ ઈમારત ને ઉભી રાખવા માટે ચાર પાયા ની જરૂર પડે તેમ વ્યક્તિત્વ ના વિકાસ માટે ગાંધીજી એ ખુબ જ અગત્ય ના ચાર જીવન ના મૂલ્યો આપ્યા છે. 1) સત્ય 2) અહિંસા 3) પ્રાર્થના અને 4) સેવા.
“જન સેવા એજ પ્રભુ સેવા” ના નિયમ ને ગાંધીજી એ પોતાના જીવન માં ખૂબ ઊંડો ઉતાર્યો હતો. ગાંધીજી એ કરેલી દેશ ની સેવા હોય કે કોઈ વ્યક્તિ ની સેવા હોય એવા અનેક કિસ્સા ઓ છે. જયારે મરકી જેવા ચેપી રોગ માં પણ પોતાનો ખ્યાલ કર્યા વિના રોગી દેશવાસી ની સેવા કરી છે.
એક ખૂબ જ પ્રેરક પ્રસંગ મને યાદ આવે છે. એક દિવસ સ્વામી સત્યદેવજી આશ્રમ આવ્યા અને ગાંધીજી ને કહ્યું કે હું તમારા આ દેશસેવા ના કાર્ય થી ખુબ પ્રસન્ન છું તેથી મને પણ તમે આશ્રમ માં રહેવાની મંજુરી આપો. ગાંધીજી એ કહ્યું કે અવશ્ય કેમ નહી. હરીજન હોય કે સંત હોય સર્વ માનવ એક સમાન એટલે તમે પણ રહી શકો છો. પણ તમારે તમારા ભગવાં કપડાં બદલી ને સાદા ખાદી ના કપડા પહેરવા પડશે. સ્વામીજી ખૂબ નારાજ થઇ ગયા અને રોષે ભરાયા, એમણે ગાંધીજી ને કહ્યું કે હું તો સંન્યાસી છું! ત્યારે ગાંધીજી એ કહ્યું કે ભગવાં કપડાં ત્યાગ કરવા થી તમારો ધર્મ ભંગ નહિ થાય. તમે સંન્યાસી છો એ બહુ માન ની વાત છે પણ સંન્યાસ કઈ ભગવાં કપડા સુધી જ સીમિત નથી.
આપણા બધાને સૂઝ છે કે ખાલી બાહ્ય દેખાવ કરતા તમારા આચાર અને વિચાર પણ ખુબ અગત્ય ના હોય છે. પણ કોઈક અલગ જ દ્રષ્ટિ વાળા ગાંધીજી એ ભગવાં કપડાં ના પહેરવાનું કંઈક ખુબ જ સાચું અને સચોટ કારણ દર્શાવ્યું. એમને કહ્યું આપણા દેશ માં લોકો બાહ્ય પરીવેશ જ જોઈને, આપણા દેશ ની ભોળી જનતા તમારી સેવા કરવાનું ચાલુ કરી દેશે અને આ આશ્રમ માં દરેક વ્યક્તિ દેશ અને સમાજ ની સેવા કરવા જોડાય છે નહી કે સેવા ભોગવવા. આવી સચોટ દ્રષ્ટિ કોઈ મહાન આત્મા ની જ હોઈ શકે. એટલે જ આવા ઘણા બધા ગુણો ને કારણે ગાંધીજી આપણા પ્રિય છે.
એમની પ્રભાવ શક્તિ પણ એટલી હતી કે કોઈ અંગ્રેજ ગવર્નરની નિયુક્તિ ભારત માં થતી એ પહેલા એને ચેતવણી આપવામાં આવતી કે બને ત્યાં સુધી Mr. Gandhi ને મળતા જ નહી. જો તમે એમને મળશો તો તમે એમની જ વાણી બોલશો.
ગાંધીજી જ્ઞાન કરતાં આચરણ ને ખુબ મહત્વ આપતા હતા. ગાંધીજી કડવા અને કટાક્ષવાળી ભાષા ને પણ હિંસા સાથે સરખાવતા હતા. હંમેશા માનવ ની સેવા કરવાં માટે તત્પર ગાંધીજી પોતાનું કામ જાતે જ કરવાનાં આગ્રહી હતાં.
આપણે ખુબ જ ખુશ નસીબ છીએ કે ભારતને આવા પિતા મળ્યાં. જેમણે સાચા અર્થમાં ભારત નાં અને વિશ્વ ના પિતા બનીને, ગુરુ બની ને સુખી જીવનનાં ઘણાં બધાં મૂલ્યો આપ્યા.
ગાંધીજી નાં જીવન માં જેટલું મહત્વ સત્ય અહિંસા નું હતું એટલું જ અગત્ય નું સ્થાન પ્રાર્થના નું પણ હતું.પ્રાર્થના ને ગાંધીજી આત્માને સ્વચ્છ કરવાનું માધ્યમ માનતા હતા.
ઘણાં બીજા મૂલ્યો છે જેનું ગાંધીજી એ જીવનના અંત સુધી પાલન કર્યું છે, બ્રહ્મચર્ય, શિસ્ત, ઉપવાસ, શાકાહાર, મૌન જેવાં અનેક આધ્યાત્મિક મુલ્યો ને ગાંધીજી એ પાલન કરી ને ઉત્તમ જીવન જીવવા માટે નું આપણને ઉદાહરણ પુરુ પડ્યું છે.
કદાચ એવું બની શકે કે ગાંધીજી ના જીવન ના મૂલ્યો હંમેશા આપણને યાદ રહ્યા કરે એટલે જ આપણી ચલણી નોટો માં ગાંધીજી ની હાજરી હોય છે.\
મૌલિક નાગર
“વિચાર”
ખુબ સરસ.
LikeLiked by 1 person
આભાર.,આવી જ રીતે પ્રોત્સાહન આપતા જ રહેજો..લખવા માટે ખુબ પ્રેરણા મળે છે.
LikeLike