બીજા બધા કરતા વધારે તમારી દરકાર કરીએ છીએ,
પ્રેમ માં ને પ્રેમ માં નાની મોટી તકરાર કરીએ છીએ
ઉડતો કરીઓ તમારી નટખટ અલબેલી હરકતો એ મને,
તારા પર રુઠવા નો અમે અધિકાર કરીએ છીએ
ગુંથાયેલા કેશ ની લટો અને નૈનો માં કામણ,
દૂર બેસી રહી ને જ તમારું રસપાન કરીએ છીએ.
શાને દૂર બેસો છો આટલા? કાન માં કહું કે રાગ માં કહું?
મૌન ઇશારાથી જ તમારો સ્વીકાર કરીએ છીએ.
શબ્દો નું ભવિષ્ય આપ્યુ આ કલમે મારા હાથ માં,
આ રંગરસીયા વિચાર ની તમને દરખાસ્ત કરીએ છીએ.
મૌલિક નાગર
“વિચાર”
મૌલિકભાઈ તમારા કાવ્યો હૃદય સ્પર્શી હોય છે. એ કાવ્યોને સંગીતમાં કંડારીને યુ ટ્યુબ પર મૂકો તો એક સરસ મ્યુઝિક આલ્બમ ઉભૂ થાય. આપ તો સંગીતકાર છો.
LikeLiked by 1 person
આભાર sir. એક આલ્બમ નું કામ ચાલુ જ છે, કાલે પણ recording હતુ. પણ હવે હું compose પણ નથી કરતો અને વગાડવાનું પણ ઓછુ કરી નાખ્યુ છે. સંગીત વગાડવા માટે ચોખ્ખી આત્મા જોઇએ જે મારી નથી. પણ આ પ્રોજેક્ટ પતી જશે પછી જરૂર થી જણાવીશ.
LikeLike
આવી કવિતાના કામણે અમને પ્રતિભાવ લખવા મજબુર કરી દીધા છે
LikeLiked by 1 person
:)) thank you Riteshbhai…
LikeLike