હોઠ ભીંજવી હું ઝુમી ઉઠુ, મને ડોલવા દો બેધ્યાન માં

ગુંજન કરતો ભમરો આવ્યો, એણે  ફૂલ ને  કહ્યુ કાન માં
ચાલ ફૂલ તુ નૃત્ય કર,  અને ગાઈએ બંને તાન માં

કમર લચક માફક ડાળખી ઝુલાવી, ફૂલ ભમરા સાથે તાન મા ડોલી
ભમરા એ રાખી ફૂલ ની લાજ, ફૂલ કહે મને ચુમો રાજ

ભીંજાવું છે તારા વ્હાલ માં , તમે ગુંજ્યા કરો આમ તાન માં,
હોઠ ભીંજવી હું ઝુમી ઉઠુ, મને ડોલવા દો  બેધ્યાન માં

કોમળ પાંખડી અને સુવાળી રજ, પુષ્પ રાણી થઇ વસંત માં સજ્જ
તો અરજ કરું ઓ ભમરા રાજ, આજે પીવો મારા અંગે અંગ નો રસ.

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check

15 comments

 1. મૌલિકભાઈ, વાહ શબ્દે શબ્દમાંથી મધુરસ ટપ્કે છે, પ્રણય ગાન ગૂંજે છે. તમે તો સંગીતકાર છો. એક સૂચન કરું. તમારા કાવ્યોને સંગીતમાં ગુંથી ગીતમાળા જેવું આલ્બમ બનાવી યુ-ટ્યુબ પર .મુકો. હું સંગીત શીખ્યો નથી. હવે મેં શાસ્ત્રીય રાગો આધારીત ફિલ્મ ગીતો મુકવાની શરૂઆત કરી છે. એમાં તમારી કોઈ રચના યુ-ટ્યુબ પર હોય તો જણાવશો. હું મારા બ્લોગમાં મુકીશ. હું રિબ્લોગનું બટન શોધું છું. મળશે તો આભાર સહિત મારા કાવ્ય ગુંજનમાં રિ-બ્લોગ કરીશ. તમારી પોસ્ટ કોપી રાઈટ્સથી પ્રોટેક્ટેડ છે એટલે કોપી પેસ્ટ કરી મારા બ્લોગમાં સમાવેશ ન કરાય. અનેક શુભેચ્છાઓ.

  Liked by 2 people

  1. ખૂબ ખૂબ આભાર..હંમેશા પ્રોત્સાહન આપવા માટે તમે ઉત્સુક હોવ છો, ઍ લાગણી ખૂબ અદ્ભૂત છે. અમારા ઘણા commercial સંગીત ના કામ છે જે હું તમારી સાથે share કરીશ.. and its nothing about copyright, I just put that banner for sake of banner.. thank you for the motivation always..

   Liked by 1 person

 2. This is an awesome poem… I loved the lines:

  ભીંજાવું છે તારા વ્હાલ માં , તમે ગુંજ્યા કરો આમ તાન માં,
  હોઠ ભીંજવી હું ઝુમી ઉઠુ, મને ડોલવા દો બેધ્યાન માં

  Superb ! 🙂

  Liked by 1 person

 3. શબ્દે શબ્દે ડોલી ઉઠાય ને મધુર ગુંજારવ સંભળાય તેવી અદ્ભુત રચના ગમી ગઈ. 🙂

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s