ક્યારેક શબ્દો ઓછા પડે છે,
ક્યારેક ભાવ ઓછા પડે છે,
તમારા વ્હાલ માં તરવા બે હાથ ઓછા પડે છે.
સુંદરતા ની મૂર્તિ કહું કે મૂર્તિ ની સુંદરતા,
તમને શણગારવા ફુલ હાર ઓછા પડે છે.
ક્યારેય જોઈ નથી આવી નિર્મળ આકૃતિ,
તમને દોરવા શાહી ના ખડીયા ઓછા પડે છે.
કેટલા તમારા રૂપ, કેટલા વિવિધ રંગ,
તમને વખાણવા દિવસ રાત ઓછા પડે છે.
ક્યારેક તમારી તાજગી ક્યારેક નારાજગી,
તમને રીઝવવા સૂર તાલ ઓછા પડે છે.
મૌલિક નાગર
“વિચાર”