અંગત મિત્ર ની મિત્રતા સાથે ની સંગત કરતી કવિતા

કવિતા એટલે લાગણીઓ નો દસ્તાવેજ. અને સંબંધ એટલે જીવતર ની મૂડી. મારા નસીબ માં પણ સંબંધરૂપી મૂડી ની લહેર લાગી છે. જેમ bank માંથી loan મળે અને મૂડી માં વધારો થાય તેમ મને પણ ભગવાન ની bank માંથી loan મળતી રહે છે અને સંબંધરૂપી જીવતર ની મૂડી માં વધારો થયે જાય છે. જેના વ્યાજરૂપે મારે સ્નેહ જ ચુકવવા નો છે.
મારા ઘણા બધા પ્રિય સંબંધોમાનો મારો આ એક પ્રિય સંબંધ છે.
શીર્ષક મિત્રતા નું અને અધ્યાય લાગણીનો..

એક સવાર ના મને ફોન આવ્યો અને એક મધુર સ્ત્રીસ્વર રણક્યો. એમને મારી વ્યવસાય લગતી એક નાનકડી મદદ ની જરૂર હતી.
અમે નીર્ધારિત કરેલા સમયે મળ્યા.
પહેલી જ મુલાકાત માં એમની સાથે મિત્રતા ના બીજ રોપાયા. પહેલી જ વ્યવસાયિક મુલાકાત ના અંતે એમણે મને પૂછ્યું કે આટલું બધું તમે કઈ રીતે બોલી શકો છો? અને સાચું કહું તો એવું મને એજ દિવસે ખબર પડી.અને સાચે જ એ દિવસે હું ખૂબ બોલ્યો હોઈશ, કદાચ એમની સુંવાળી મુસ્કાન સામે મારી જીભ લપસી કે હું પોતેજ લપસી પડ્યો હોઈશ. 🙂
પછી અવારનવાર વાત થતી રહી, મળતા રહ્યા અને વ્યવસાયિક મિત્રતા ગાઢ મિત્રતા માં પરિણમી. જેને આજની Generation best friend કહે છે.
16th August ના એમની 25મી વર્ષગાંઠ હતી  અને આ શુભ અવસરમાં સહભાગી થઇ શકું એટલે એક કવિતા અર્પણ કરવાની ઈચ્છા થાય છે.
એમનો કર્ણપ્રિય સ્ત્રીસ્વર ગુજરાત ના ઘરે ઘરે પહોચ્યો છે અને લોકપ્રિય થયો છે.
એવાં અંગત મિત્ર ની મિત્રતા સાથે ની સંગત કરતી કવિતા એમને અર્પણ.

વ્યવસાયિક મર્યાદા નાં કારણે એમના નામ નો ઉલ્લેખ નહી કરી શકું,
એ બદલ માફી..


ન ઓળખ હતી, ન કોઇ પહેચાન
ફકત એક જ સુંવાળી મુસ્કાન

એ વાયરા ગાતા ગીત મઝા ના,
ને એ  સૂરજ ના વહ્યા સૂરો રાતા

એ આઝાદી ની સાંજ મઝા ની
તારા આગમન  ના સૌ ગીતો ગાતા

હાજરી બની તમારી મહેક કુટુંબ ની
ને આખી અવની ને મળી સાતા

કયારેક એમ વિચાર થાય છે
તમને કેમ આટલુ માન અપાય છે?

મારી વાણી અને વચન માં
અનેક શુભકામના ઓ રેલાય છે.

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check

26 comments

 1. Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
  યુવા મિત્ર મૌલિકભાઈ સંગીતકાર છે, સાહિત્યકાર છે. સંવેદના ભર્યા શિષ્ટ કાવ્ય સર્જક છે. એમનાથી અજાણ એવા મારા વાચક મિત્રોને એમની કૃતિઓ પહોંચાડતાં હું આનંદ અનુભવું છું.

  Liked by 1 person

 2. મૌલિક ભાઈ બહુ સરસ કવિતા છે .
  અને કવિતાના કરનારા તમે ઉત્તમ પ્રકારના કવિ છો .

  Liked by 1 person

 3. તારા તરફથી ઉત્સાહ મળતો રહે છે . એમારામા શક્તિ પ્રદાન કરે છે . કેમકે તે સાચી કદર હોય છે . શ્રીમતી પ્રજ્ઞા વ્યાસ . વિમળા ગોહિલ . સુજા , કરા . વિનોદભાઈ પટેલ શાસ્ત્રી ભાઈ શ્રી મહેન્દ્ર ઠાકર , શ્રી પી કે દાવડા અને બીજા અનેક બ્લોગર ભાઈઓ પણ મારા ઉત્સાહ પ્રેરક છે .
  હરજાઈ કવિતાની 125 મી કડી વાંચો અર્ધી કલાક પહેલાંજ બનાવી છે .
  बे शऊर मत बन नादाँ तूँ बालोने सफेदी दिखाई
  कुड कपट करताहै रहेगा ,अंत समय पछताई १२५
  संतोभाई समय बड़ा हरजाई , यारो वक्त बड़ा हरजाई
  वक्तका कैसा भरोसा भाई . बेशऊर = मुर्ख , बुद्धि हिन्
  कितनाहै खुश नसीब “आता ” अहबाब के लिए
  दुआ करते है सदा good health के लिए
  अहबाब = मित्रो ///खुश नसीब = भाग्य शालि

  Liked by 1 person

   1. પ્રિય મૌલિક ભાઈ રામી
    તમારા માટે મારાથી ભૂલમાં તુંકારાત્મક શબ્દ વપરાય ગયો .એનો મને અફસોસ છે .

    Like

   2. અરે આતાજી.. પોતાના દીકરાને તું કારાથી જ બોલાવાય. તમે અફસોસ કરીને મને દુઃખી કરો છો..તમારો મારા પર હક છે…તમે મને હવે મૌલિક કહીને જ બોલાવજ઼ો _/\_

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s