Month: August 2015

અંગત મિત્ર ની મિત્રતા સાથે ની સંગત કરતી કવિતા

કવિતા એટલે લાગણીઓ નો દસ્તાવેજ. અને સંબંધ એટલે જીવતર ની મૂડી. મારા નસીબ માં પણ સંબંધરૂપી મૂડી ની લહેર લાગી છે. જેમ bank માંથી loan મળે અને મૂડી માં વધારો થાય તેમ મને પણ ભગવાન ની bank માંથી loan મળતી રહે છે અને સંબંધરૂપી જીવતર ની મૂડી માં વધારો થયે જાય છે. જેના વ્યાજરૂપે મારે સ્નેહ જ ચુકવવા નો છે.
મારા ઘણા બધા પ્રિય સંબંધોમાનો મારો આ એક પ્રિય સંબંધ છે.
શીર્ષક મિત્રતા નું અને અધ્યાય લાગણીનો..

એક સવાર ના મને ફોન આવ્યો અને એક મધુર સ્ત્રીસ્વર રણક્યો. એમને મારી વ્યવસાય લગતી એક નાનકડી મદદ ની જરૂર હતી.
અમે નીર્ધારિત કરેલા સમયે મળ્યા.
પહેલી જ મુલાકાત માં એમની સાથે મિત્રતા ના બીજ રોપાયા. પહેલી જ વ્યવસાયિક મુલાકાત ના અંતે એમણે મને પૂછ્યું કે આટલું બધું તમે કઈ રીતે બોલી શકો છો? અને સાચું કહું તો એવું મને એજ દિવસે ખબર પડી.અને સાચે જ એ દિવસે હું ખૂબ બોલ્યો હોઈશ, કદાચ એમની સુંવાળી મુસ્કાન સામે મારી જીભ લપસી કે હું પોતેજ લપસી પડ્યો હોઈશ. 🙂
પછી અવારનવાર વાત થતી રહી, મળતા રહ્યા અને વ્યવસાયિક મિત્રતા ગાઢ મિત્રતા માં પરિણમી. જેને આજની Generation best friend કહે છે.
16th August ના એમની 25મી વર્ષગાંઠ હતી  અને આ શુભ અવસરમાં સહભાગી થઇ શકું એટલે એક કવિતા અર્પણ કરવાની ઈચ્છા થાય છે.
એમનો કર્ણપ્રિય સ્ત્રીસ્વર ગુજરાત ના ઘરે ઘરે પહોચ્યો છે અને લોકપ્રિય થયો છે.
એવાં અંગત મિત્ર ની મિત્રતા સાથે ની સંગત કરતી કવિતા એમને અર્પણ.

વ્યવસાયિક મર્યાદા નાં કારણે એમના નામ નો ઉલ્લેખ નહી કરી શકું,
એ બદલ માફી..


ન ઓળખ હતી, ન કોઇ પહેચાન
ફકત એક જ સુંવાળી મુસ્કાન

એ વાયરા ગાતા ગીત મઝા ના,
ને એ  સૂરજ ના વહ્યા સૂરો રાતા

એ આઝાદી ની સાંજ મઝા ની
તારા આગમન  ના સૌ ગીતો ગાતા

હાજરી બની તમારી મહેક કુટુંબ ની
ને આખી અવની ને મળી સાતા

કયારેક એમ વિચાર થાય છે
તમને કેમ આટલુ માન અપાય છે?

મારી વાણી અને વચન માં
અનેક શુભકામના ઓ રેલાય છે.

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check

એક મુલાકાત જીવંત બની, જ્યારે રાહ નો શ્વાસ ધબક્યો

એક મુલાકાત જીવંત બની, જ્યારે રાહ નો શ્વાસ ધબક્યો
તમારી એ પાણીદાર આંખ મા, હેત નો તારો ચમક્યો

સુગંધ થી પારખી હતી વાત બધી મન ની,
નયન થી નીરખી હતી લાય ગોરા વદન ની

ભીંજાવાની હજી વાર હતી મારે, આ સોનેરી પ્રકાશ માં,
ઊડવા ફેલાઈ પાંખો સૂર ની, વાદળીયા ભુરા આકાશ માં

શ્યામ રંગ ચૂંદડી ને, આછું ત્રીકોણીયું પાદર
મુંઝવાયેલા “વિચારો” ની તમે ઓઢી નકાર ની ચાદર.

ન હતી જાણ કે તમે કેવા હશો,ન હતી જાણ કે તમે આવા હશો?
ઓળખ ઉંડી બને તે પહેલા,આટલા તે વહેલા તમે ક્યાં રે જશો?
મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check