તું ગાન પ્રભુ નું ગાતો જા
એનું હૈયે નામ કોતરતો જા
એની લીલા અપરંપાર છે.
તારા બે હાથ બે પગ માં પ્રાણ ભર્યા જેણે,
આંખ માં તેજ ભરી રાહ સજીવન કરી એણે.
તું સાથ બીજા ને દેતો જા
સંગાથ બીજા નો લેતો જા
એની લીલા અપરંપાર છે.
રાખી મેહર કોઈ સ્વાર્થ વગર ની, વર્ષા વહાલ ની કરી એણે
શ્યામ બની પરભુવન માં,ચાખડી છતાંય કરી ચાકરી જેણે
તો પછી
શ્યામ રટણ તું કરતો જા
ગોવિંદ ગોવિંદ કરતો જા
જ્ઞાન નું દાન તું કરતો જા
રાત ઉજાસ તું ભમતો જા
એની લીલા અપરંપાર છે.
મૌલિક નાગર
“વિચાર”
બહુ જ સુંદર; ભક્તિ સાથે ભાવના !
LikeLiked by 1 person
ખુબ ખુબ આભાર sir!! તમારી દરેક comments મને પ્રોત્સાહિત કરે છે!!
LikeLike