આપણા “વિચાર” જ અખંડ હથિયાર છે

ભૂતકાળ ની બેડીયો કંઇ બંધાઈ નથી મારા પગ મા,
ભવિષ્યની હજીયે ઘણી વાર છે.
વર્તમાન મા જીવી રહયો છુ હું,
ભલે ને એ ધારદાર તલવાર છે.

સાચી ખોટી ઘણી વાતો ધરી તારા સમક્ષ વ્હાલા
આ જીવન નથી આ તો બેડલા માંથી નીતરતી ધાર છે

“થયુ”,”થશે”,”બન્યુ”,”બનીશ”, આ બધું મિથ્યા છે
8 પ્રહર નથી, નથી કોઈ અંધારી રાત
જીવન તો સર્જનહારે સર્જેલી સોનેરી સવાર છે.

“વિચાર” ની ગતિ ને પહોંચી વળવું ઘણું વ્યર્થ જશે!
કારણ!લાગણી ઓ ના દરિયા પારાવાર છે

જીવી જુઓ વર્તમાન ને, કરો મુખ બંધ કાળ ના,
આપણા “વિચાર” જ અખંડ હથિયાર છે.

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check

11 comments

 1. મૌલિક વિચાર એ વહેતા જીવનની અમૃત ધાર છે. ગહન વાત શબ્દો બનીને સરતા રામી વિચાર છે.

  Liked by 1 person

  1. ખુબ ખુબ આભાર sir…તમારા આવા કાવ્યાત્મક અભિપ્રાય ખુબ જ પ્રેરણાદાયક હોય છે..ખુબ આનંદ થાય છે તમારા comments વાંચી ને, અને ઘણું નવું નવું લખવાની ઈચ્છા થાય છે.

   Liked by 1 person

   1. ના મૌલિકભાઈ, કાવ્યો તો મારા ગજા બહારનો વિષય છે. બેત્રણ વાર વાંચું ત્યારે જ સમજાય અને સમજાય એટલે કંઈક લખાય એટલું જ.

    Liked by 1 person

   2. ભલે એક નાની પંક્તિ જ હોય છે પણ એ મહાકાવ્યો જેવું કામ કરે છે. મારા જેવા નવશીખ્યા માટે તો ખાસ અસરકારક હોય છે આપની કાવ્ય પંક્તિઓ.

    Liked by 1 person

 2. આપણા “વિચાર” જ અખંડ હથિયાર છે.

  મૌલિક રામી
  “વિચાર”
  …………..
  વાહ! કાવ્યને એક ઉંચાઈ દઈ દીધી…સનાતન સત્યને કેટલી સ્ફૂર્તિથી મૌલિકતાથી મઢી લીધું..વાહ કવિ મૌલિક.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s