“શબ્દો ની વાનગી થી જ્યારે આ આભ ભરાઈ જશે
દેવતા ઓ ના આગમન થી એ થાળ બની જશે
એ મહેક ની વર્ષા થશે આભ માંથી
કાવ્ય નુ એક મુક્તક પણ ભાષા બની જશે!
– મૌલિક નાગર “વિચાર”
કોઈ ના હૃદય મા સ્થાન પામવુ હોય તો એક અસરકારક રસ્તો છે “ભાષા”.
જેટલું વ્હાલ સગી માં માટે છે એટલું જ વ્હાલ મારી માતૃભાષા માટે છે.
મારી સગી ભાષા.
મને લાગે છે કે મારા વ્યક્તિવ નો ઉછેર હંમેશા મારી માતૃભાષા થકી જ થાય છે.
આપણી ભાષા ની કહેવતો આપણી ભાષા ના અલંકાર છે.
ગુજરાતી ભાષા ના દરેક માનવાચક શબ્દો ગુજરાતી ભાષા ના રુંવાટા છે. એટલે જ જયારે આપણને માનભર્યા શબ્દો સાંભળવા મળે એટલે રુંવાટા ઊભા થઇ જાય છે.
ગુજરાતી ભાષા માં બોલી પણ ઘણી બધી છે, જે રૂપાળી નાર ની લચક જેવી અનુભવાય છે. આપણી ભાષા માં સુખ ની સુગંધ છે.
શુદ્ધ ગુજરાતી મા બોલવા ની મઝા જ કઈક અલગ છે. “I am sorry ” ની જગ્યા એ “મને માફ કરો” , “દરગુજર કરો” કેટલું નમ્ર લાગે….
આપણે હવે hybrid ભાષા બોલતા થઇ ગયા છે. જેમકે “પણ” ની જગ્યા એ “but” , “કારણકે” ની જગ્યા એ “because”…..વગેરે વગેરે.. આખું વાક્ય ગુજરાતી હોય પણ એક શબ્દ અંગ્રેજી, એ પણ “but” , “because” , “i mean” , “in case” , “even”….વગેરે વગેરે. મારી બોલી પણ બદલતી જાય છે, પણ હું જાગૃત રહી શુદ્ધ ગુજરાતી માં બોલવાનો પ્રયત્ન કરું છું કારણકે મારે મારી શુદ્ધ ભાષા ડહોળવી નથી.
ગર્વ છે મને મારા ભારતીય હોવા નો, ગર્વ છે મારા હિન્દુ હોવાનો અને ગર્વ છે મારા ગુજરાતી હોવાનો.
મૌલિક નાગર
“વિચાર”
I am proud of you !
LikeLiked by 1 person
Thank you brother!!! I am glad!! and feeling lucky!!
LikeLiked by 1 person
🙂
LikeLiked by 1 person
મૌલિક ખૂબ સરસ વાત કરી. માતૃભાષા પ્રત્યે સન્માન રાખવામાં કશુંયે ખોટું નથી. જરાયે ખોટું નથી. મારી પોતાની ભાષા બોલવા લખવામાં ખરેખર ભાષા મટીને વર્ણશંકર બોલી બની ગઈ છે તે મારી નબળાઈ છે. હવે સુધરવાનો ચાન્સ ઓછો છે એમ મારા મિત્રોનું માનવું છે. વાચક સ્નેહી તરીકે મને નિભાવશોને?
LikeLiked by 1 person
ખૂબ આભાર sir!!મને બ્લોગ ઉપર સૌથી વધારે પ્રોત્સાહન મળતુ હોય તો તમારા અભિપ્રાયો થી..તમારી વ્યસ્ત દિનચર્યા માંથી પણ તમે મારુ લખાણ વાંચવાનો સમય ફાળવી ને બહુ કિંમતી comments કરો છો. એ મારા માટે ખૂબ અમૂલ્ય છે..હું પહેલા થી જ તમને મારા વડીલ માનતો આવ્યો છું. અને તમારી શુભ ઇચ્છા ઓ હું મહેસૂસ કરી શકું છું.
LikeLiked by 1 person
ગુજરાતી ભાષા 👍
LikeLiked by 1 person
Thank you so much!!!
LikeLike
મીઠાસથી ભરી દીધા…ટચૂકડી કાવ્ય કથા.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLiked by 1 person
Thank you so much sir!!
LikeLike
Tooooooooooo good maulik 🙂
LikeLiked by 1 person
oh thank you so much himali!! i am glad!!learning from ur writing too!!
LikeLiked by 1 person
Oh u are brilliant yar !! Come on 🙂
LikeLiked by 1 person
oh..compliment…!!thank you!!
LikeLike