“શબ્દો ની વાનગી થી જ્યારે આ આભ ભરાઈ જશે
દેવતા ઓ ના આગમન થી એ થાળ બની જશે
એ મહેક ની વર્ષા થશે આભ માંથી
કાવ્ય નુ એક મુક્તક પણ ભાષા બની જશે!
– મૌલિક નાગર “વિચાર”
કોઈ ના હૃદય મા સ્થાન પામવુ હોય તો એક અસરકારક રસ્તો છે “ભાષા”.
જેટલું વ્હાલ સગી માં માટે છે એટલું જ વ્હાલ મારી માતૃભાષા માટે છે.
મારી સગી ભાષા.
મને લાગે છે કે મારા વ્યક્તિવ નો ઉછેર હંમેશા મારી માતૃભાષા થકી જ થાય છે.
આપણી ભાષા ની કહેવતો આપણી ભાષા ના અલંકાર છે.
ગુજરાતી ભાષા ના દરેક માનવાચક શબ્દો ગુજરાતી ભાષા ના રુંવાટા છે. એટલે જ જયારે આપણને માનભર્યા શબ્દો સાંભળવા મળે એટલે રુંવાટા ઊભા થઇ જાય છે.
ગુજરાતી ભાષા માં બોલી પણ ઘણી બધી છે, જે રૂપાળી નાર ની લચક જેવી અનુભવાય છે. આપણી ભાષા માં સુખ ની સુગંધ છે.
શુદ્ધ ગુજરાતી મા બોલવા ની મઝા જ કઈક અલગ છે. “I am sorry ” ની જગ્યા એ “મને માફ કરો” , “દરગુજર કરો” કેટલું નમ્ર લાગે….
આપણે હવે hybrid ભાષા બોલતા થઇ ગયા છે. જેમકે “પણ” ની જગ્યા એ “but” , “કારણકે” ની જગ્યા એ “because”…..વગેરે વગેરે.. આખું વાક્ય ગુજરાતી હોય પણ એક શબ્દ અંગ્રેજી, એ પણ “but” , “because” , “i mean” , “in case” , “even”….વગેરે વગેરે. મારી બોલી પણ બદલતી જાય છે, પણ હું જાગૃત રહી શુદ્ધ ગુજરાતી માં બોલવાનો પ્રયત્ન કરું છું કારણકે મારે મારી શુદ્ધ ભાષા ડહોળવી નથી.
ગર્વ છે મને મારા ભારતીય હોવા નો, ગર્વ છે મારા હિન્દુ હોવાનો અને ગર્વ છે મારા ગુજરાતી હોવાનો.
મૌલિક નાગર
“વિચાર”
