“પાંપણ નમી
મધુર કલરવ
શ્વેતરજની”
સુગંધીત ઓરડા માં આછાપાતળા પ્રકાશ માં સુશોભીત ડાળખી સમા પલંગ ઉપર પર્ણો ની ચુંદડી ઓઢીને એક કુમળી કળી બેઠી છે.
અગ્નિ ની સાક્ષી એ ઘડીકભર પહેલા જ માનેલા પરમ ઈશ્વર ની રાહ જોઈ રહી છે. ગણતરીની પળો માં ઔપચારિક વિધિ પતાવી ને નવા જ ઘાટ લીધેલા સંબંધ એટલે કે પતિદેવ ના પગલા સંભળાય છે, અને દરવાજા ને આંકડી મારવા નો અવાજ કાન પર પડે છે.
હોડી જેમ નદી ના પાણી ને આકાર આપતી આગળ ધપતી હોય તેમ યુવાન પણ એક સંબંધ ને આકાર આપવા પલંગ સુધી પહોચે છે.
ઝાડ પરની ડાળખી ઓ ને આઘીપાછી કરી ને કોઈ મીઠા પાકી ગયેલા ફળ ની શોધ કરતુ હોય તેમ યુવાન પાંદડા સમી અર્ધ્મુખ સુધી ઓઢેલી ઓઢણી ઉઠાવવા પ્રયન્ત કરે છે. નાજુક હોઠ ના દર્શન થાય છે અને એ સુંદર સ્ત્રી જાણે આજ ની રાત્રે જ કાળી માંથી સુગંધીત પુષ્પ બની ને ખીલવાની હોય તેમ ટટ્ટાર થઇ ને કંપી ને ડોલી ઉઠે છે. શરમ અને હયા ની સાથે ધબકારા થી એની ફળદ્રુપ છાતી મંગળસૂત્ર સાથે ઉછળવા માંડે છે.
યુવાન ની સંગીતમય આંગળીયો યુવતી ના નાજુક ગાલ ઉપર સ્પર્શ કરીને લગ્ન ની પ્રથમ રાત્રી નો પ્રથમ પવિત્ર અનુભવ કરાવે છે. અને યુવતી પણ પાંપણ નીચે ઝુકાવી ને યુવાન ને પોતાના માં સમાઈ જવાનું આમંત્રણ આપે છે.
આખા દિવસ ના સૂરપાન પછી રસપાન ની ઉતાવળે ચઢેલા યુગલ કોઈ કાલ્પનિક અને સૌંદર્યસભર દુનિયા માં વહી જાય છે. એકબીજા ની આંખો માં ઘડીકભર ઊંડે ઉતર્યા પછી યુવાન યુવતી ના દરેક અંગ ને નાજુકતા થી સ્પર્શ કરી રાતરાણી નું આગમન કરે છે.
યુવાન પોતાના પરિપક્વ હોઠ થી યુવતી ના સ્વપ્નો ભરેલી કથ્થઈ ઘેરી આંખો ને ભીંજવી દે છે. યુવક એ પ્રેમયાત્રા ને થોડો નીચો નમી ને આગળ ધપાવે છે અને નાભી ને ચુંબન કરતા ની સાથે યુવક ના આંખ ની પોચી પાંપણ યુવતી ના સ્તનમંડળ ને અડકતા જ યુવતી કોઈક સૂરીલી રચના ઉચ્ચારી ઉઠે છે અને એની નાભી માંથી ભીંજીત સરગમ ની વર્ષા થતી હોય તેમ યુગલ પોતાના સહજીવન ની સૂરીલી, રસીલી અને કદી ના ભૂલાય એવી મધુરરજની ની મધ્ય માં પહોંચે છે. બહાર પક્ષી ઓ નો મધુર કલરવ યુગલ ના સૂરો માં સમાઈ જાય છે અને એ શ્યામ રજની ની યાત્રા શ્વેતરજની નો આકાર લે છે.
મૌલિક રામી
“વિચાર”
aaahhaaaaha !! Maza hai ya Saza,samaz nai aati!! 🙂 😀
LikeLiked by 2 people
😃😃 why સજા?
LikeLike
મૌલિકભાઈ શબ્દે શબ્દે મધુર કાવ્ય સરે છે. રજનીની ક્ષણે ક્ષણ સંગીત સર્જે છે. ચૂબન, સ્તન સ્પર્ષ અને પછી સ્નેહ એકાત્મ સર્જાય છે….વાહ મૌલિકભાઈ વાહ.
LikeLiked by 2 people
Thank you Sir! આ હાઈકુ મા એવુ દર્શાવવા નો પ્રયત્ન કર્યો છે કે સામાન્ય રીતે લગ્ન ની પ્રથમ રાત્રી કહેવાય છે. પણ જ્યારે એ નવદમ્પતિ એકાકાર થાય છે ત્યારે પરોઢ થઈ ગઈ હોય છે. માટે એને શ્વેતરજની કહી છે
બીજુ હુ અપરણિત છુ પણ બ્રહ્મચારી નથી.સ્ત્રી સ્પર્શ થી બાદ નથી રહ્યો. પણ પ્રયત્ન કર્યો છે મધુર રજની ને આલેખવા નો.ખૂબ આભાર.
LikeLiked by 2 people
ખુબ સરસ અને અલગ રીતે અલંકારિક વર્ણન કર્યું છે.
LikeLiked by 1 person
Thank you Riteshbhai!!
LikeLike
જીવનની મધુર ક્ષણોને મધુરતાથી મઢી દીધી.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLiked by 1 person
Thank you Sir!!
LikeLike
વાહ!!! મૌલિકભાઈ!!!
LikeLiked by 1 person
thank you so much!!
LikeLike
ભાઈ શ્રી મૌલિક, તમારા જેવા શબ્દના રસિયા અને સાધકો છે ત્યાં સુધી ગુજરાતી ભાષાને કંઈ થવાનું નથી. અભિનંદન.
LikeLiked by 1 person
ખુબ ખુબ આભાર..આશિર્વાદ આપતા રહેજો..
LikeLike