“સ્ત્રી”. “સ્ત્રી” શબ્દ હમેશા રસપ્રદ લાગે. છાપામા, સામયિકમા કે કોઈ પણ લખાણમા જો “સ્ત્રી” શબ્દ લખાયો હોય તો તરત જ એ શબ્દ ઉડીને આંખે વળગે.
જ્યારે પણ બે સ્ત્રીની ચર્ચા થાય તો સ્વાભાવીકપણે આપણે પત્ની અને માની જ વાત કરતા હોઈએ છીએ. પણ ત્રીજું પણ બહુ જ અગત્યનું પાત્ર છે પુરુષના જીવનમા.
ત્રીજી સ્ત્રી જે હમેશા વાત્સલ્યથી ભરપૂર હોય છે, તે છે “બહેન”. બહેન નાની હોય કે મોટી એના સ્પર્શમા ગજબની ઉષ્મા હોય છે, એની નજરમા ટાઢક હોય છે. શબ્દે શબ્દમા ભાઈની સફળતાની જ પ્રાર્થના.
વ્હાલ ની મૂર્તિ અને હમેશા હકાર ના હાલરડાં ગાતી બહેનો ને આ કાવ્ય સમર્પિત.
વ્હાલ ની મૂર્તિ “સ્ત્રી”
વ્યાખ્યા નથી કોઈ આ કલમની
એ તો ભીતરની લાગણી છે
તારા મુખ દ્વાર પર એ મધુર સ્મિત ,
જે તારા વ્હાલની મૂંગી વાણી છે
હૃદયથી પહોંચું તમારા સુધી
આ whatsapp, facebookની વાત પુરાણી છે,
તારા પારિજાતના હાલરડાંમા
ભાઈની સફરતાની પ્રાર્થના સમાણી છે,
સવાર હોય કે સાંજ જીવનની
એ તો હેતથી ભીંજતી નારી છે
વ્યાખ્યા નથી કોઈ આ કલમની
એ તો ભીતરની લાગણી છે.
મૌલિક નાગર
“વિચાર”
Really Gr8 attitude!!
The woman-most powerful among human!!
LikeLiked by 2 people
very true!!
LikeLiked by 2 people
ખૂબ સુંદર મજાની રચના
LikeLiked by 2 people
આભાર અશોક્ભાઇ
LikeLiked by 2 people
સરસ.. હજી એક સ્ત્રી પુરુષના જીવનમાં હોય છે જે સૌથી વધારે મહત્વનુ સ્થાન ધરાવતી હોય છે… એ છે.. “દિકરી”
LikeLiked by 2 people
વાહ બહુજ સાચી વાત, હુ હંમેશા માનુ છુ કે દીકરી બાપ ને જીવનમાં ઘણુ શીખવે છે,ખૂબ સરસ ધ્યાન દોર્યું તમે. ધન્યવાદ
LikeLiked by 2 people