મન થી માંડવા સુધી

હાઈકુ લખવાનો પ્રયત્ન કરુ છુ.. ગુજરાતી ભાષા હુ બોલુ તો છુ પણ મને ઍનુ ઉંડાણ મા કોઈ જ્ઞાન નથી. જે પણ કઈ લખુ છુ ઍ સહજ જ લખાઈ જાય છે. મને વ્યાકરણ નુ પણ કોઈ જ્ઞાન નથી. નથી જોડણી કે વાક્યા રચનાનુ જ્ઞાન.
પણ મને પ્રોત્સાહન ઘણુ મળે છે મારા બ્લોગ ઉપર. હુ બાળક છુ આ લખવા વાંચવાની દુનિયા નો.

મને લખવામાં  પ્રોત્સાહન આપવા મા ઘણા વડીલ મિત્રો નો ફાળો છે. વડીલ સમા પ્રવીણ શાસ્ત્રીજી, આતાજી, અશોક્ભાઇ વાવાડિયા, પ્રેમપરખંદા, ગોવિંદજી મારુ, મનીષા બહેન દરજી, આરતીબેન પરીખ, ઈન્દુ બહેન શાહ, પ્રીતીબહેન દલાલ, લતા બહેન હીરાણી, વિનોદભાઈ પટેલ અને ઘણા ઍવા શુભેચ્છક જે મારી દરેક કવિતા અને લેખ ને આવકારે છે અને પ્રોત્સાહન આપે છે.

થોડાક દિવસો પહેલા આરતીબહેન (સંવેદનાનો સળવળાટ) ના હાઇકૂ વાંચ્યા, બહુજ સરસ લખ્યા હતા. મને જાણવા ની ઘણી ઈચ્છા થઈ કે આ હાઈકુ શુ હોય?
મે ઍમને પુછયુ અને ઍમણે મને બહુજ સરસ રીતે સમજાવ્યુ.

મારા શોખ ને હુ આવડત મા ફેરવતો હોઉ આજે મને ઍવી લાગણી થાય છે. આરતી બહેન તમારો ખૂબ ખૂબ આભાર.


હાઈકુ

વરાળ લાગી
વિશ્વાસ ડગમગ
તારો હંમેશા
——————–
તોરણ ઝુલે
શરણાઇ ગુંજશે
વાયરો સુનો
——————–
મોરલા નાચે
માંડવો સુનમૂન
ખભો ભીંજાયો

મૌલિક રામી
“વિચાર”

Protected by Copyscape Originality Check

21 comments

 1. સારી કોશિશ છે ભાઈ હુ પણ હજી સીખું જ છુ.. એટલે ડરો નહી બધા એક જ કષ્ટીનાં સવારી છીએ… કોશિશ કરવા વાળાની કદી હાર થતી નથી જે લખો એને ફેસબુક પર લિંક મુકતા જાવ તો વધુ લોકો વાંચે.. આભાર તમારો…

  Liked by 2 people

 2. હાઈકુ એક 5 / 7 / 5 જાપાની કાવ્ય પ્રણાલી છે સતર અક્ષરમાં સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે.
  મારા મતે ગઝલ કરતા પણ કઠણ પ્રણાલી છે.

  Liked by 3 people

 3. મોરલા નાચે
  માંડવો સૂનમૂન
  ખભો ભીંજાયો

  વાહહહહ વાહહહહ અને વાહહહહ

  Liked by 3 people

   1. જરૂર જરૂર મને પણ ઘણું બધું હજી શીખવાનું છે. સાથે પ્રયત્નો કરશું. 🙂

    Liked by 3 people

 4. મૌલિકભાઈ તમે માનો છો તેના કરતાં તમે ખૂબ જ આગળ છો. હું સાહિત્યકાર નથી. બસ આમ જ મનમાં જાગતી કલ્પનાઓ વાતના સ્વરૂપમાં લખું છું. કાવ્ય એ મારા ગજા બહારની વાત છે. હું લાંબી લાંબી વાતો લખું. કવિ માત્ર થોડી પંક્તિઓમાં ઘણી મોટી વાત કહી શકે. મુક્તકો તો એનાથીયે અઘરા. અને હાઈકુ! ઉત્તમ સાહિત્ય પ્રકાર….એમાં તમે કુશળતાથી પ્રવેશ કરી ચૂક્યા છો. આનંદની વાત છે કે તમને સારા સાહિત્યકાર મિત્રોનું સાહિત્યિક માર્ગ દર્શન મળતું રહે છે. ખૂબ આગળ વધો…કિર્તીવાન બનો એજ શુભેચ્છા.

  Liked by 3 people

 5. મિત્ર મૌલિક,
  નાજુક એવાં હાયકુ ક્ષેત્રે ખૂબ સરસ પ્રયત્ન.
  એકદમ સરળ ભાષામાં કહું તો,
  હાઇકુ એટલે ૫-૭-૫ ઉચ્ચારણ થકી રજુ કરવામાં આવતું શબ્દ-ચિત્ર …
  આ ૧૭ ઉચ્ચારણ કોઈ ચિત્રકારના કાને પડઘાય અને એ સાંભળી જો એની પીંછી ચિત્રનું સર્જન કરી શકે તો લખ્યું સાર્થક સમજવું.

  Liked by 2 people

 6. સરસ હાઈકુ..મૌલિકની મૌલિકતા સ્પર્શી ગઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s