દંભી વિચારો નડે છે.

એકાંત વાળુ ના સ્થળ કોઈ જડે છે
માણસો ના હોય પણ ત્યા વિચારો નડે  છે

તારી સમક્ષ કાઈ બોલવું સહેલું નથી ભાઈ
મારુ તો આ વાટ વગર નું હૈયું બળે છે

જીવતો જાગતો તંદુરસ્ત જીવ કયા કામ નો છે?
એના સ્વાર્થ ની હોડી માં ઘણી ઇચ્છાઓ સડે છે

પ્રાણપ્રતિષ્ઠા કરી ભલે મૂર્તિ ની
એમા ભરાઈ પડવા થી ભગવાન પણ  હવે રડે  છે

કર્યા અનેક વિચારો આખી જીવન મુસાફરી માં
દૂર તો દૂર ક્યાંક તો સુખ ના દીવા ઝળહળે છે

એકાંત ક્યારેક મળે છે, ત્યારે આ દંભી વિચારો નડે છે.

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check

31 comments

 1. મૌલિકભાઈ ભલે તમે ૨૯ના જ છો પણ માત્ર થોડાજ શબ્દોમાં ઘણી મોટી વાત કહેવાની બૌધ્ધિક શક્તિ ધરાવો છો. લખતા રહો. મન હૃદયની વાતોને શબ્દોમાંઢાળતા રહો. અનેક શુભેચ્છાઓ.

  Liked by 3 people

 2. જેટલા મનનીય વિચારો , એટલી જ સુંદર અભિવ્યક્તિ…સાચે જ એક ઉમદા ગઝલ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Liked by 3 people

 3. પ્રિય મોલિક
  “વિચારો ” વાળી કવિતા વા ચી એક આ કડી બહુ ગમી
  મંદિરમાં પુરાઈ રહેવાથી ભગવાન પણ રડે છે . આ કડીએ મને મારા ભજનની કડી યાદ અપાવી . કેજે માં મૂર્તિ બનાવનારને ભગવાન પ્રશ્ન કરે છે કે
  क्यों बनाया भगवान बनाके मेरा क्यों किया अपमान बुतसाज़ क्यों बनाया भगवानजी
  काट कूट के खड़ा किया मुझे पूजने लगे इन्सानजी
  हिरा मोतीके जेवर दाल मुझे दाल मुझे कर दिया बंदीवान …बुत साज बुत्साज़ = मूर्ति बना ने वाला

  Liked by 2 people

 4. ઘણા વખતથી કવિતા પ્રત્યે રસ ઓછો થઈ ગયો છે. પણ આજે તમને પોરસાવવાનું મન થયું.
  તમે સરસ લખો છો . ભાવ પણ સરસ છે. વધારે સારું લખવા માટે છંદ બંધારણ પર વધારે ધ્યાન આપતા રહો. બ્લોગ પર મુકતા પહેલાં , બે ત્રણ વખત જાતે ગાઈ જોવાની ભલામણ. અને એ પણ તરત નહીં – થોડાક સમય પછી. તો જ ભૂલો પકડાશે.
  ઘાયલ સાહેબના શબ્દોમાં … કવિતા લખવામાં ૯૦ ટકા મજૂરી અને ૧૦ ટકા જ ભાવ હોય છે.

  Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s