ઍક થાળી મા બેસી જમવાનુ યાદ છે
રાતે ઍક બીજા ને ઘરે રહેવા નુ યાદ છે
ભાઈબંધો મા પણ જોડી ઑ બનાવી નિશાળ મા
નાદાન થઈ લોકો ને છેતરવુ યાદ છે
વર્ષગાંઠ મા ગળી રોટી ખાવા ના દિવસો કઈક ખાસ હતા
અંગત મિત્રો ની ઈર્ષા મા મહેણુ મારવાનુ યાદ છે
પુસ્તક ની આપ લે અને ઘરકામ મા મદદ
સાથે સાથે મિત્રો નુ રિસવાનુ પણ મને યાદ છે
અંગત વિચારો ની ચર્ચા અને વાતો ની વહેચણી
ઍક જ બહેનપણી માટે ઝગડવુ યાદ છે
દિવસો હતા ખરેખર સુવાળા દિવસો જેવા
ઍ યાદો બસ હવે ખાલી યાદ જ છે
મૌલિક નાગર
“વિચાર”
Anumodna !!!!! 😀
LikeLiked by 2 people