હાઈકુ લખવાનો પ્રયત્ન કરુ છુ.. ગુજરાતી ભાષા હુ બોલુ તો છુ પણ મને ઍનુ ઉંડાણ મા કોઈ જ્ઞાન નથી. જે પણ કઈ લખુ છુ ઍ સહજ જ લખાઈ જાય છે. મને વ્યાકરણ નુ પણ કોઈ જ્ઞાન નથી. નથી જોડણી કે વાક્યા રચનાનુ જ્ઞાન.
પણ મને પ્રોત્સાહન ઘણુ મળે છે મારા બ્લોગ ઉપર. હુ બાળક છુ આ લખવા વાંચવાની દુનિયા નો.
મને લખવામાં પ્રોત્સાહન આપવા મા ઘણા વડીલ મિત્રો નો ફાળો છે. વડીલ સમા પ્રવીણ શાસ્ત્રીજી, આતાજી, અશોક્ભાઇ વાવાડિયા, પ્રેમપરખંદા, ગોવિંદજી મારુ, મનીષા બહેન દરજી, આરતીબેન પરીખ, ઈન્દુ બહેન શાહ, પ્રીતીબહેન દલાલ, લતા બહેન હીરાણી, વિનોદભાઈ પટેલ અને ઘણા ઍવા શુભેચ્છક જે મારી દરેક કવિતા અને લેખ ને આવકારે છે અને પ્રોત્સાહન આપે છે.
થોડાક દિવસો પહેલા આરતીબહેન (સંવેદનાનો સળવળાટ) ના હાઇકૂ વાંચ્યા, બહુજ સરસ લખ્યા હતા. મને જાણવા ની ઘણી ઈચ્છા થઈ કે આ હાઈકુ શુ હોય?
મે ઍમને પુછયુ અને ઍમણે મને બહુજ સરસ રીતે સમજાવ્યુ.
મારા શોખ ને હુ આવડત મા ફેરવતો હોઉ આજે મને ઍવી લાગણી થાય છે. આરતી બહેન તમારો ખૂબ ખૂબ આભાર.
હાઈકુ
વરાળ લાગી
વિશ્વાસ ડગમગ
તારો હંમેશા
——————–
તોરણ ઝુલે
શરણાઇ ગુંજશે
વાયરો સુનો
——————–
મોરલા નાચે
માંડવો સુનમૂન
ખભો ભીંજાયો
મૌલિક રામી
“વિચાર”