આજ ની સવાર બહુ ખાસ છે,
જીવન વિરાટ ઍક આકાશ છે,
જીવન ના મૂલ્યો સુધારવાની ફરી તક આપી છે ભગવાને
કઈ સારૂ કરવાની મારી આશ છે
મારી મહેનત અને આવડત ના સામાન્ય જ્ઞાન માટે
આખાય સમાજ ને મુજ પર વિશ્વાસ છે
નથી મળ્યો નવી સવાર મા અંધકાર મને
જુઓ ચોમેર કઈક કરવા માટે જ પ્રકાશ છે.
મળી છે કામ કરવા ની સ્વતંત્રતા આજે
બસ હવે સફળતા ને જ અવકાશ છે
જો આ સવાર નો લાભ ના લઈ શક્યા તો
આ શરીર સમાજ માટે
બુદ્ધીશાળી અને તંદુરસ્ત લાશ છે.
મૌલિક નાગર
“વિચાર”
ખૂબ જ ઉમદા વિચાર દર્શન.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLiked by 1 person
Thank you sir!
LikeLike