ભાષા ની દુકાન માથી શબ્દો ની છાબડી થી શુભેચ્છાઓ ની હારમાળા પહેરાવુ છુ.
ભગવાન ની નજીક જઇ અંતર ની પ્રાર્થના.
———————————————————–
ઝમઝમ ઝમઝમ તારા પગરવ ના વાયરા,
છમછમ છમછમ કરી ઝાંઝર થી હવે ગુંજસે,
તમારી હાજરી બનશે ઍ શોભા કુટુંબ ની
હર્ષૌલ્લાસ મા ઉંબરે મોરલા ઝૂમશે.
શાલીનતા ની ઓઢી ઓઢણી તમે,
નવરાત મા જ નહી હર રાત મા ચાંદલીયા દીપશે
ચેહરા નુ તેજ તારુ તેજ ગતિ નુ,
નવા ઉંબરે પ્રભાત ના કિરણો ચીંધશે
ચિરંજીવ નાર છતા બની તુ તનય પિતાનો
હાથે મીંઢળ મઢી પ્રીત થી નવી દીવાલો લીપશે
સંસ્કાર અને ધર્મ ની નિષ્ઠા શીખી માત કૂખે થી,
તારા આગમન થી ખુશીઓ ના દરિયા ખીલશે
મૌલિક રામી
“વિચાર”
સુંદર મૌલિક
LikeLiked by 2 people
Thank you Sir!!!
LikeLiked by 1 person