ભગવાને સંબંધો ઘણા આપ્યા છે, ઍ સંબંધો ના નામ સમાજે આપ્યા છે. પણ નીભાવવા તો માણસો ઍ જ પડે છે. ઍવા જ ઍક સંબંધ ને મારી કવિતા અર્પુ છુ. જેની પાસે પણ કવિતા છે. ઍમની પત્ની કવિતા અને બે ફૂલ જેવા સુંદર સંતાન (દીકરો – જશ, દીકરી – ધની) સાથે કૅનડા મા સ્થાયી થયા છે.
સંબંધ છે પીતરાઈ ભાઈ નો પણ સગા ભાઈ જેવી લાગણી, મોટા ભાઈ જેવી હુફ અને વડીલ જેવી જવાબદારી. મને સંબોધન તો હમેશા વિશેષણ થી જ થાય.(જે હુ લખી નહી શકુ). ઍના વિષે ની લાગણી હુ લખી ને નહી વર્ણવી શકુ હુ ભાષા મા પારંગત નથી પણ થોડેક સુધી પહોચવા નો પ્રયત્ન જરૂર કરીશ. આશિષ અને કવિતા માટે સાચા હૃદય થી ભગવાન ને પ્રાર્થના.
વ્હાલા, તારી પાસે એક કવિતા છે,
મારી પાસે અનેક કવિતાઓ છે.
તારી કવિતા સુંદર છે
મારી કવિતા સદંતર છે
તારી કવિતા બોલે છે,
મારી કવિતા હૈયે ડોલે છે.
તારી કવિતા ને જશ મળયો
મારી કવિતા મા બધા ને રસ પડ્યો
મારી ઘણી કવિતા નાની તો ઘણી કવિતા મોટી બની,
તુ અને તારી કવિતા તો નસીબ ના ધણી
તમને તો મળી નાજુક ધની
તારી કવિતા એ ખીલવ્યો તારો પરિવાર
મારી તો કવિતાઓ જ બની મારો પરિવાર
તારી અને મારી વચ્ચે અંતર છે ઘણુ,
ઘણા સમુદ્રો નડે વચમાં
તને અને તારી કવિતા ને અર્પુ છુ
આ અંતર ની રચના.
મૌલિક રામી
“વિચાર”
વાહહહહ મૌલિક
LikeLiked by 1 person
બહુ સરસ મૌલિક
LikeLiked by 2 people
Awesome Maulik !!
LikeLiked by 1 person
Thank you!! You can read “શબ્દ ની તાકત ” in the post categorised in “લેખ “
LikeLiked by 1 person
Sure !!!! 🙂
LikeLike
ohhoo!! good 1 !! but i have no single poem as you have many,really well expressed!!
LikeLiked by 1 person
Thank you! Actually I just right normally.. Its not that good standard…bdw are you from gujarat??
LikeLike