Month: April 2015

વાંચન જ જીવન ને ભવ્ય બનાવે છે


“મૌન” મન મા જ મંદિર ની સફર કરાવે છે
“ધ્યાન” ઘર ને ઘર બનાવે છે
પણ “વાંચન” સમાજ નુ ઋણ ચૂકવે છે
“વાંચન” જ મને વિશ્વાસુ બનાવે છે
“વાંચન” જ મને મારા નામ ની ઓળખ અપાવે છે
હૃદય સુવાળુ ને વિચાર નમ્ર બનાવે છે
“વાંચન” જ જીવન ને ભવ્ય બનાવે છે

જીવન ના મૂલ્યો ને જો ખરેખર સમજવા ની તક મળી હોય તો વાંચન થી જ. હુ લખવા માટે નથી લખતો પણ અનુભવુ છુ ઍટલે લખુ છુ.
કોઈક જગ્યા ઉપર મારા વાંચવા મા આવ્યુ હતુ કે લેખક પ્રામાણિક હોય. હુ લેખક તો ના કહી શકુ મારી જાત ને પણ વાંચક જરૂર છુ. ઍટલે આજે અનુભવુ છુ ઍટલે કહુ છુ કે વાંચક પણ પ્રામાણિક હોય છે.

જીવન મા જો ચોરવા મળે તો હુ વાંચવા માટે સમય ચોરવા નુ પહેલા પસંદ કરીશ. ભગવાન જો વરદાન આપે તો ઍમની પાસે દિવસ ના ૨૪ ની જગ્યા ઍ ૨૬ કલાક માંગુ! ઍ વધારા ના ૨ કલાક વાંચન માટે.
ભગવાને જેટલુ આપ્યુ છે ઍના કરતા ઘણી ચીજ નથી આપી ઍનો વધારે આનંદ છે. જેવી કે ઈર્ષા, વેર ઝેર, અદેખાઈ વગેરે…

વાંચન થી હુ ભાષા તો શીખ્યો સાથે સારૂ વિચારતા પણ શીખ્યો. ઘણુ ઋણ ચૂકવવા નુ છે મારે આ ધરતી માતા નુ, માતૃભાષા નુ.
આજ ના આ world book day ઉપર મારી સમજ લખવા નો પ્રયત્ન કરુ છુ.

મૌલિક રામી
“વિચાર”

Protected by Copyscape Originality Check

બુદ્ધીશાળી અને તંદુરસ્ત લાશ છે

આજ ની સવાર બહુ ખાસ છે,
જીવન વિરાટ ઍક આકાશ છે,

જીવન ના મૂલ્યો સુધારવાની ફરી તક આપી છે ભગવાને
કઈ સારૂ કરવાની મારી આશ છે

મારી મહેનત અને આવડત ના સામાન્ય જ્ઞાન માટે
આખાય સમાજ ને મુજ પર વિશ્વાસ છે

નથી મળ્યો નવી સવાર મા અંધકાર મને
જુઓ ચોમેર કઈક કરવા માટે જ પ્રકાશ છે.

મળી છે કામ કરવા ની સ્વતંત્રતા આજે
બસ હવે સફળતા ને જ અવકાશ છે

જો આ સવાર નો લાભ ના લઈ શક્યા તો
આ શરીર સમાજ માટે
બુદ્ધીશાળી અને તંદુરસ્ત લાશ છે.

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check

શુભેચ્છા ગીત

ભાષા ની દુકાન માથી શબ્દો ની છાબડી થી શુભેચ્છાઓ ની હારમાળા પહેરાવુ છુ.
ભગવાન ની નજીક જઇ અંતર ની પ્રાર્થના.
———————————————————–

ઝમઝમ ઝમઝમ તારા પગરવ ના વાયરા,
છમછમ  છમછમ કરી ઝાંઝર થી હવે ગુંજસે,

તમારી હાજરી બનશે ઍ શોભા કુટુંબ ની
હર્ષૌલ્લાસ મા ઉંબરે મોરલા ઝૂમશે.

શાલીનતા ની ઓઢી ઓઢણી તમે,
નવરાત મા જ નહી હર રાત મા ચાંદલીયા દીપશે

ચેહરા નુ તેજ તારુ તેજ ગતિ નુ,
નવા ઉંબરે પ્રભાત ના કિરણો ચીંધશે

ચિરંજીવ નાર છતા બની તુ તનય પિતાનો
હાથે મીંઢળ મઢી પ્રીત થી નવી દીવાલો લીપશે

સંસ્કાર અને ધર્મ ની નિષ્ઠા શીખી માત કૂખે થી,
તારા આગમન થી ખુશીઓ ના દરિયા ખીલશે

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check

વાત નહી જામે

હુ ઝુકી ગયો તારા પ્રસ્તાવ સામે
પણ સાંભળ તારી ને મારી વાત નહી જામે

હુ ગવૈયો અને તમે તો મોટી પદવી ઑ ના માણસ
આપણા બંને ની ઍ જાત નહી જામે

ઘરબાર નુ ક્યા ઠેકાણુ છે મારૂ, અને તમે તો મહેલો ની રાજકુમારી
આપણા સંગત ની ઍકેય રાત નહી જામે

અખૂટ સંપત્તિ ના માલીક તમે અને હુ સાવ ફકીર રસ્તા પર નો
ઍ અદ્રશ્ય મને લપાટ નહી જામે

આપણા સંબંધ મા બે હૃદય હશે ભલે
તોય ઍ લૂલા વિચાર નો શ્વાસ નહી જામે

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check

તારી “કવિતા” મારી “કવિતા”

ભગવાને સંબંધો ઘણા આપ્યા છે, ઍ સંબંધો ના નામ સમાજે આપ્યા છે. પણ નીભાવવા તો માણસો ઍ જ પડે છે. ઍવા જ ઍક સંબંધ ને મારી કવિતા અર્પુ છુ. જેની પાસે પણ કવિતા છે. ઍમની પત્ની કવિતા અને બે ફૂલ જેવા સુંદર સંતાન (દીકરો – જશ, દીકરી – ધની) સાથે કૅનડા મા સ્થાયી થયા છે.

સંબંધ છે પીતરાઈ ભાઈ નો પણ સગા ભાઈ જેવી લાગણી, મોટા ભાઈ જેવી હુફ અને વડીલ જેવી જવાબદારી. મને સંબોધન તો હમેશા વિશેષણ થી જ થાય.(જે હુ લખી નહી શકુ). ઍના વિષે ની લાગણી હુ લખી ને નહી વર્ણવી શકુ હુ ભાષા મા પારંગત નથી પણ થોડેક સુધી પહોચવા નો પ્રયત્ન જરૂર કરીશ. આશિષ અને કવિતા માટે સાચા હૃદય થી ભગવાન ને પ્રાર્થના.

વ્હાલા, તારી પાસે એક કવિતા છે,
મારી પાસે અનેક કવિતાઓ છે.
તારી કવિતા સુંદર છે
મારી કવિતા સદંતર છે
તારી કવિતા બોલે છે,
મારી કવિતા હૈયે ડોલે છે.
તારી કવિતા ને જશ મળયો
મારી કવિતા મા બધા ને રસ પડ્યો
મારી ઘણી કવિતા નાની તો ઘણી કવિતા મોટી બની,
તુ અને તારી કવિતા તો નસીબ ના ધણી
તમને તો મળી નાજુક ધની
તારી કવિતા એ ખીલવ્યો તારો પરિવાર
મારી તો કવિતાઓ  જ બની મારો પરિવાર
તારી અને મારી વચ્ચે અંતર છે ઘણુ,
ઘણા સમુદ્રો નડે વચમાં
તને અને તારી કવિતા ને અર્પુ છુ
આ અંતર ની રચના.

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check

જાત ઢાળી જા મારી

કેટલું રાહ જોવડાવીશ વાત માની જા મારી
જો વેર હોય તો પિસ્તોલ થી કે
પ્રેમ હોય તો નજર થી જાત ઢાળી જા મારી.

પ્રેમ ના કરી શકે તો કઇ નહી; હુ કયા તને માંગુ છુ
બેવફાઈ થી તો બેવફાઈ થી ચિતા તો બાળી જા મારી

તને એવુ જ લાગે છે કે હુ પણ એ બધા માનો એક હોઈશ.
એક વાર જળ બની દશા ભાળી જા મારી

દરખાસ્ત અને બરખાસ્ત ની આ લડાઇ મા કોણ જીતશે
દરખાસ્ત અને બરખાસ્ત ની આ લડાઇ મા કોણ જીતશે
વિચારો ની પણ એક મુદ્દત પાડી જા મારી

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check

જીવવા આપણે બધુ જઈશુ તો નહી રહીયે ક્યાય ના

જીવવા આપણે બધુ જઈશુ
તો નહી રહીયે ક્યાય ના

જે મળ્યુ છે ઍનુ સુખ નથી
ને માણવા છે પોતાના સુખ સિવાય ના

મને ના મળ્યુ ઍમા કઈ નહી
પણ ઍને કેમ મળ્યુ?? ઍજ સેહવાય ના

સુંદર જીવન આપ્યુ છે કુદરતે,
ઍ સોગાદ આપણા થી જીવાય ના.

વેર ના વિષ મા આપણે આળોટીયે
અને કોઈ નુ સુખ જોવાય ના

આપણી પાસે અખૂટ છે,
ઍ ક્યારેય ભોગવાય ના
જીવવા આપણે બધુ જઈશુ તો નહી રહીયે ક્યાય ના

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check

પ્રભુ તારા કેટલા છે અવતાર?

પ્રભુ તારા કેટલા છે અવતાર?
બાળ કૃષ્ણ અને બન્યો રાજા રામ
પ્રભુ તારા અનેક છે અવતાર.

કંસ ને માર્યો રાવણ ને માર્યો
લીધા અનેક અસુરો ના પ્રાણ
પ્રભુ તારા ન્યાયી છે અવતાર

ગોપી ઑ સાથે રાસ રમે, અને 
રાધા ની આપ્યુ અખૂટ માન
પ્રભુ તારા અદભૂત છે અવતાર

ઍક વિનાશક ભુલ કરી રાવણે
ચલાવ્યા રામે ધનુષ બાણ
પ્રભુ તારો વિનાશક છે અવતાર

ભક્તો ની કરે અખંડ રક્ષા 
અને ગોપલકો ને કરે વ્હાલ
પ્રભુ તારા મધુર છે અવતાર?

જોડી વગર ના ડગલુ ભરે
ભલે હોય લક્ષ્મણ કે બલરામ
પ્રભુ તારા અતૂટ છે અવતાર

દેવકી કોખે જનમ લીધો ને યશોદા ઍ કરાવ્યુ સ્તનપાન
પ્રભુ તારા નાદાન છે અવતાર

દેવો ના પાલન હાર તમે
 દલિતો ના બન્યા આધાર
પ્રભુ તારા કેટલા છે અવતાર?

બ્રમ્હા વિષ્ણુ અન શંકર ને આપ્યા સૃષ્ટિ ના વિચાર
પ્રભુ
તારા અનંત છે અવતાર
અનેક અવતાર તમે લીધા અને 
કર્યો ધર્મ નો પ્રચાર
પ્રભુ તારા કેટલા છે અવતાર?

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check