તારા સ્પર્શ થી મળતો વ્હાલ, હુ લખી ને કઈ રીતે વર્ણવુ ?
તારા મીઠા બોલ નો ઉજાસ, હુ લખી ને કઈ રીતે વર્ણવુ?
તારા ઍજ “તુ” કારા મા મારો અંગત સ્વાર્થ, હુ લખી ને કઈ રીતે વર્ણવુ?
તારા આંખ મા થી નીતરતા સ્નેહ ના ઝરણા ને, હુ લખી ને કઈ રીતે વર્ણવુ?
તારા સુવાસ મા રહેલા મારી જ વાતો ના વાયરા, હુ લખી ને કઈ રીતે વર્ણવુ?
તારા આત્મવિશ્વાસ મા મારી સફળતા, હુ લખી ને કઈ રીતે વર્ણવુ?
તારી પ્રસ્તુતી જ બની મારા જીવન નો આકાર ઍ, હુ લખી ને કઈ રીતે વર્ણવુ?
તારા મા સમાયેલો તારા ઑ જેટલો વિશ્વાસ, હુ લખી ને કઈ રીતે વર્ણવુ?
કાશ!! તારી દરેક આપેલી સોગાદ ને તારા જેવાજ અંગો અને હૃદય હોય;
આવી ના પુરી થાય ઍવી ઈચ્છા ની લાગણી, હુ લખી ને કઈ રીતે વર્ણવુ?
મૌલિક રામી
“વિચાર”
વાહ દોસ્ત, દિલ બાગબાગ થઈ ગયું.
LikeLiked by 1 person
Thank you Sir!!
LikeLiked by 1 person