જરૂરીયાત સાથે કોઈ સબંધ નથી ને
સબંધ ની કોઈ જરૂરીયાત નથી
અવળી સવળી કેડી ઑ હોય
તોય પણ કોઈ ફરિયાદ નથી
સૂરજ નુ તો આ કેવુ નસીબ
ચાંદની પણ ઍને પર્યાપ્ત નથી
હુ ખુદ બળી ને જલાવુ દીવો
ઍ વ્યાખ્યા મા પણ કઈ ખાસ નથી
સૌ લોકો કહે છે કે જીવન અઘરુ છે, કોઈ પણ ઘડી મને હાશ નથી
હુ આભારી છુ ભગવાન નો
કે મારા જીવન મા ઉજાસ જ છે
ઍમા અંધકારમય કોઈ રાત નથી.
વિધવા વિચારો ની આ દોડ પકડ મા
મારો જન્મ થયો છે પણ મારી કોઈ જાત નથી.
મૌલિક નાગર
“વિચાર”
2 comments