“શબ્દ ની તાકાત”
જ્યારે કોરા કાગળ ઉપર શબ્દો લખાય છે ત્યારે ઍ કાગળ ઉપર જ મંદિર નુ સર્જન થતુ હોય તેવી હકાર ભાવના જન્મે છે
વિશ્વ ના કોઈ પણ શબ્દકોષ મા આપણે જો સૌથી પવિત્ર શબ્દ શોધવા જઈઍ તો ઍક જ શબ્દ મળે, “માં”
“માં” ઍક અક્ષર નથી શબ્દ છે , કોઈ પાત્ર નથી કોઈ સબંધ નથી ઍ તો જીવન છે. ઍક શબ્દ “માં” જ આખીયે કક્કો બારખડી અને ઘડિયા આવી જાય ઍવી તાકાત છે
“માં” તાકાત છે ભાષાની.
જેટલુ સરળ છે “માં” વિશે લખવા નુ ઍટલુ જ અઘરુ છે ઍને સમજવાનુ. પણ સુખ નુ સરનામુ ઍટલે મા નો ખોળો.
પૂજ્યા મોરારી બાપુ કહે છે કે “માં” પોતાના દીકરા માટે પહેલા રક્ત વહાવે છે, પછી દૂધ અને પછી આંસુ. આપણા જીવન ના રથ ને “માં” સારથી બની ચલાવે છે ઍ પણ નિઃસ્વાર્થે.
આજ ના દિવસ ની શરૂઆત “માં” ના આશીર્વાદ થી.
મૌલિક નાગર
“વિચાર”
વાહ મિત્ર, મા શબ્દ જ નહી ગ્રંથ છે મહા ગ્રંથ.
LikeLike
હુ નસીબદાર છુ કે ઍ મહાગ્રંથ હજી હુ વાંચી શકુ છુ
LikeLiked by 1 person
અતિ સુંદર વિચાર.
LikeLike
ધન્યવાદ!! સંગીત હોય કે સાહીત્ય તમારુ પ્રોત્સાહન હંમેશા મદદ કરે છે.
LikeLike
પ્રિય મૌલિક
માના ની:સ્વાર્થ પ્રેમ વિષે જેટલું લખાય એટલું ઓછું છે .એમાય દીકરા ઉપરનો માનો પ્રેમ અ વરણીય છે . મેં એક ભજન બનાવ્યું છે . માબાપના ઉપકારો વિષે એમાં માં વિશેની કડી
જન્મ પેલાં જતન કીધું વેંડાર્યો અમ ભારજી માતા તેંતો નિ:સ્વાર્થ ભાવે દુ:ખ વેઠયું હદ બાર ……માબાપ ભૂલ્શું નહિ ઉપકારજી
LikeLiked by 1 person
ખૂબ જ સુંદર ને સશક્ત રીતે મા શબ્દની તાકાતની આપે વાત રજૂ કરી…વધુમાં એ ભાવોને દોહરાવીએ.
રમેશ પટેલ(આકાશદીપ)
પ્રગટ દેવ…..
આ પૂષ્પ ખીલ્યું તે પિતાજી
ને સુગંધી તે માતારે
આ ઊંચા પહાડ તે પિતાજી
ને સરવાણી તે માતારે
આ અષાઢ ગાજ્યા તે પિતાજી
ને ધરતી મ્હેંકે તે માતા રે
આ સાગર ઉછળે તે પિતાજી
ને ભીંની રેત તે માતા રે
આ ત્રિપુંડ તાણ્યું તે પિતાજી
ને ચંદન લેપ તે માતા રે
આ કવચ કૌવત તે પિતાજી
ને મમતા ઢળી તે માતા રે
આ ઢોલ વાગ્યું તે પિતાજી
ને શરણાયું તે માતા રે
આ ધ્રુવ તારો તે પિતાજી
ને અચળ પદ તે માતા રે
આ પ્રગટ દેવ તે પિતાજી
ને પ્રભુ પ્યાર તે માતા રે
આ અહોભાવની આરતજી ને
ઉર મંગલા શાતા રે
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLiked by 1 person
Amazing Sir!!! thank you for comment!! આ આરતી બહુ સુંદર લખી છે
LikeLike
મંત્રો થી દેવતાઓ પ્રસન્ન થાય છે . ભૂત પ્રેત ભાગી જાય છે એ મંત્ર એ શબ્દજ છેને ?
LikeLiked by 1 person
પ્રિય રામી ભાઈ
તમે તમારો કીમતી સમય લઈને મારું લખાણ વાંચ્યું એ બદલ તમને ધન્ય વાદ
LikeLiked by 1 person
બહુ મજા આવે છે તમારુ લખાણ વાંચવાની.
LikeLike
પ્રિય મોલિક ભાઈ
તમને તમારા કાર્યોમાં ખુબ સફળતા મળે .એવા આતા ના આશીર્વાદ
LikeLiked by 1 person
Thank you very much sir!!!
LikeLike