આ ચામડી ચૂસવાની વાત જ ક્યા છે
મારી જાત ભૂસવાની વાત જ ક્યા છે
મે તો તને વિનવ્યુ હતુ તો તુ વિચાર
ઍમા તારા માબાપ ને પૂછવાની વાત જ ક્યા છે
ઘવાઈ ગયેલા વિચારો ને આદર આપુ છુ
તારી આંખ મા જોવાની વાત જ ક્યા છે
કહેતા હશે લોકો તારી આંખ મા સૃષ્ટિ દેખાય છે
હશે!! ઍમા મારે રોવા ની વાત જ ક્યા છે
ભુલ સમજી બેસીશ અનેક ભૂલો માની ઍક આને પણ!
ઍમા શ્વાસ રોકવાની વાત જ ક્યા છે!!
મૌલિક નાગર
“વિચાર”