દિવસ સાથે જ્યારે સાંજ ભળે
તો સૂરજ ને દુધીયો ચાંદ મળે
તારા અને તારા ની વચ્ચે ઍક સમાન વિજ્ઞાન મળે
આગીઓ સવારે ચમકતો ને
કોયલ ના રાતે ગીત ગાન મળે
મેહફીલ બને ઍ ઉજળી સવાર
અને અંધકાર મા પણ જણ કામ કરે
દિવસ સાથે જ્યારે સાંજ ભળે
ત્યારે દેવાળીયા ને પણ ભાન પડે
વાહનો ના ઍ સૂસવાટા ને પણ
સાચી દિશા નુ જ્ઞાન મળે
8 પ્રહાર નુ મટે નામો નિશાન અને
બપોર, સાંજ ને આરામ મળે
દિવસ સાથે જ્યારે સાંજ ભળે
તો સૂરજ ને દુધીયો ચાંદ મળે
મૌલિક નાગર
“વિચાર”