રોજ ના જેવો મારો આજ દેજે
એકે એક પલ નો હિસાબ લેજે
કરીશ બધુ તારા કેહવા મુજબ નુ
મારો પડછાયો બની મારી સાથ રેહ્જે
હક છે તારો પૂરે પૂરો પણ
થોડોક ચાલી શકુ એટલો તો શ્વાસ દેજે
આ વિચારો ના બૂમ બરાડા મા
ફૂલો જેવી હળવાસ દેજે
લેવુ હોય તો લઇ લેજે બધુ
પણ સૌથી પહેલી કડવાશ લેજે
નજર થી હોય કે સ્પર્શ થી હોય પણ પ્રેમ ની વાણી ખાસ દેજે
રોજ ના જેવો મારો આજ દેજે
એકે એક પલ નો હિસાબ લેજે
મૌલિક નાગર
“વિચાર”